શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. કલાકારોની પ્રોફાઇલ
Written By વેબ દુનિયા|

યશરાજ ફિલ્મ્સ - નવ મહિના પાંચ ફિલ્મો.

યશરાજ ફિલ્મ્સ ભારતના સૌથી મોટા અને પ્રતિષ્ઠિત બેનર્સમાંથી એક છે આ બેનર દ્વારા નિર્મિત ફિલ્મોની દર્શકો આતુરતાથી રાહ જોતા હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ બેનર દ્વાર દર વર્ષે ચાર પાંચ ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવી રહી છે.

પૂરી યોજના સાથે આ ફિલ્મોને પ્રદર્શિત કરવામાં આવે છે અને તેમના પ્રદર્શનની તારીખ મહિનાઓ અગાઉ જ જાહેર કરવામાં આવે છે. વર્ષ 2008 પૂરૂ થવામાં લગભગ નવ મહિના બાકી છે અને આ નવ મહિનામાં યશરાજ ફિલ્મ્સની પાંચ
ફિલ્મો પ્રદર્શિત થવાની છે.

ટશન : 25 એપ્રિલ 2008
P.R

વિજય કૃષ્ણ આચાર્ય દ્વારા નિર્દેશિત આ ફિલ્મ તે લોકોને વિચાર કરવા મજબૂર કરી દેશે જે એવુ વિચારે છે કે હોલીવુડવાળા જ જબરજસ્ત સ્ટાઈલિસ્ટ અને એક્શન ફિલ્મ બનાવી શકે છે.

એક કોલ સેંટર એક્જીક્યૂટીવ, એક દેશી ગેંગસ્ટર, એક સુંદર પણ ખૂની સ્ત્રી અને એક હત્યારો ગેંગસ્ટર જેવા લોકોને મારવામાં મજા આવે છે. આ ફિલ્મના પાત્રો છે.

અક્ષય કુમાર, સેફ અલી ખાન, કરીના કપૂર અને અનિલ કપૂર આ ફિલ્મના મુખ્ય પાત્રો છે. એક્શન ફિલ્મના શોખીનોને આ ફિલ્મમાં મજા આવશે.

કુણાલ કોહલી દ્વારા નિર્દેશિત અનામ ફિલ્મ : 27 જૂન 2008
P.R

યશરાજ ફિલ્મસને માટે કુણાલ કોહલીએ 'ફના' અને 'હમ તુમ' જેવી હિટ ફિલ્મો બનાવી છે. 'હમ તુમ'ની જોડી એટલે કે સેફ અલી ખાન અને રાણી મુખર્જીને લઈને તેઓ ફિલ્મ બનાવી રહ્યા છે જેનુ નામ હજુ નક્કી નથી થયુ.

આ વાર્તા સેફ, રાણી, 4 બાળકો અને ભગવાનની આસપાસ ફરે છે. રોમાંસ, કોમેડી, ડ્રામા, કરુણા અને કલ્પના જેવા તત્વો આ ફિલ્મમાં જોડાયેલા છે. આ વાર્તામાં તે બધુ છે, જે દર્શકોને જોવાની ગમશે.

બચના એ હસીનો : 15 ઓગસ્ટ 2008
P.R

સ્વતંત્રતા દિવસના દિવસે પ્રદર્શિત થનારી આ ફિલ્મને સિધ્ધાર્થ આનંદે નિર્દેશિત કરી છે. આ ફિલ્મની વાર્તા એકદમ અલગ છે.

રણબીર કપૂરે આમાં એક બેફિક્ર યુવકની ભૂમિકા ભજવી છે. તેના જીવનમાં બિપાશા બસુ, દીપિકા પાદુકોણ અને મનીષા લાંબાના રૂપમાં ત્રણ સુંદર યુવતીઓ આવે છે. આ વાર્તા પ્રેમનો એવો સબક શીખવાડે છે જેણે તમે કદી ભૂલી નહી શકો.

રોડસાઈડ રોમિયો : 24 ઓક્ટોબર 2008
P.R

ચોબીસ ઓક્ટોબરે યશરાજ ફિલ્મસન ઈતિહાસમાં નવુ અધ્યાય જોડાશે. આ દિવસે આખી લંબાઈવાળી આ બેનરની પહેલી એનિમેટેડ ફીચર ફિલ્મ રજૂ થશે, જે સ્ટૂડિયો અને એનિમેશનની દુનિયાના બાદશાહ વાલ્ટ ડિઝની પિક્ચર્સના મદદથી બની છે.

રોડસાઈડ રોમિયો એક શ્રીમંત, કૂલ અને સુંદર કૂતરાની વાર્તા છે જે ગલીઓમાં બદનામી કરે છે. તેનો સામનો કેટલીક એવી સમસ્યાઓ સાથે થાય છે જે પહેલા કદી તેની સામે નથી આવી.

આમા સેફ, કરીના અને જાવેદ જાફરી જેવા કલાકારોએ પોતાનો અવાજ આપ્યો છે. આ ફિલ્મનો સંપૂર્ણ રીતે ભારતમાં જ કરવામાં આવેલ કમ્પ્યૂટર એનિમેશન આર્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફિલ્મના લેખક અને નિર્દેશક જુગલ હંસરાજ છે.

રબને બનાદી જોડી : 12 ડિસેમ્બર 2008 -
P.R

12 ડિસેમ્બરના દિવસે કહેવાય છે કે વર્ષની સૌથી મોટી ફિલ્મ રજૂ થશે. આદિત્ય ચોપડા અને શાહરૂખ ખાનની સફળ જોડી 'રબને બના દી જોડી'ના દ્વારા ફરી જોવા મળશે.

આદિત્ય અને શાહરૂખની ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' ફિલ્મએ ભારતીય સિનેમા ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચાલવાનો રેકોર્ડ બનાવ્યો છે. આદિત્ય આઠ વર્ષ પછી ફરીથી નિર્દેશનના મેદાનમાં ઉતર્યા છે. આ રોમાંટિક ફિલ્મના દ્વાર બંને એક વાર ફરી ઈતિહાસ રચવામાં સફળ થશે એવો વિશ્વાસ કરી શકાય છે.