શનિવાર, 23 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. શ્રદ્ધા-અંધશ્રદ્ધા
  4. »
  5. અંધશ્રદ્ધા
Written By વેબ દુનિયા|

કમળાની અનોખી સારવાર

મેડિકલ સાયંસમાં નથી ઈલાજ – મંજીત પાલ સલૂજા

દ્વારા - ભીકા શર્મા સાથે રૂપાલી બર્વે

અસાધ્ય બીમારીઓની સારવારને માટે લોકોને ઝાડ-ફૂંક, તોટકા અને દેવી-દેવતાઓની મદદ લેવી એક સામાન્ય વાત છે. આજે અમે તમને આસ્થા અને અંધવિશ્વાસની આ કડીમાં એક એવી જ જગ્યાએ લઈ જઈએ છીએ જ્યાં કમળાની સારવાર કરવાની એક અનોખી રીત અપનાવવામાં આવે છે.

કમળાથી પીડિત લોકોની આ ગીર્દીનું દ્રશ્ય કોઈ દાક્તરના ક્લિનીકનું નથી પરંતુ એક મંજીત પાલ સલૂજાની દુકાનનું છે. જે પોતની અનોખી વિદ્યાથી કમળાને દૂર કરવાનો દાવો કરે છે. તે દર્દીઓના કાન પાસે કાગળનો કોન બનાવીને લગાવે છે અને મીણબત્તીની મદદથી કાગળને સળગાવે છે. અને સાથે-સાથે ગુરૂવાણીનુ ઉચ્ચારણ કરતા જાય છે. મંજીત જો કે સરદાર છે પરંતુ તે ઈલાજના પહેલા ગણેશ જીની પૂજા કરવાનું નથી ભૂલતા. સળગેલો કોણ જ્યારે કાન પરથી હટાવવામાં આવે છે તો કાનની આસપાસ પીળા રંગનો પદાર્થ ભેગો થાય છે. મંજીત પાલના મુજબ આ કમળો છે જે શરીરમાંથી બહાર નીકળે છે.

W.D
સારવાર માટે પહેલા દિવસે આવનારા દર્દીઓએ પોતાની સાથે હાર-ફૂલ, અગરબત્તી અને નારિયળ લાવવું જરૂરી છે. સાથે સાથે અહીં આવનારા લોકો પોતાની શ્રદ્ધા મુજબ ભેટ મૂકી જાય છે. મંજીતનુ કહેવુ છે કે તે દર્દીઓની મફત સારવાર કરે છે. ભેટ તો દર્દીઓની શ્રધ્ધાનુ પ્રતિક માત્ર છે.

અહી આવનારા દર્દીઓ પણ દાકતરી સારવારથી વધુ આ વિદ્યા પર વધુ ભરોસો છે. તેમન નું માનવું છે કે દવાની સાથે-સાથે પ્રાર્થનાની અસરથી જ આ બીમારીથી છુટકારો મેળવી શકાય છે.


ગુરૂવાણીનો ઉચ્ચાર કરતા દર્દીઓની સારવાર કરનારા મંજીતનુ કહેવુ છે કે અમારા પરિવારને આ વિદ્યાનુ જ્ઞાન એ ઈશ્વરનો આશીર્વાદ છે. અને તેમના પિતા અને દાદાજીની પણ આ અનોખી વિદ્યાથી લોકોના દુ:ખ દર્દ મટાવતા હતા. તેઓ અહીં આવનારા દર્દીઓને એક વિશેષ દવા, જે કે આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાનુ મિશ્રણ હોય છે, કે ડ્રોપ્સ પણ પીવડાવે છે. તેઓ રોજ લગભગ 80 થી 90 લોકોની સારવાર કરવાનો દાવો કરે છે. તેમનુ એવુ કહેવુ છે કે તેઓ દર્દીને માત્ર જોઈને જ અનુમાન લગાવી લે છે કે આનો કમળો દૂર કરવામાં કેટલો સમય લાગશે.
W.D

મંજીત પાલ સલૂજાના મુજબ અહી દાક્તરો દ્વારા મોકલેલા દર્દીઓ સિવાય ઘણા દાક્તર પોતે પણ આવીને પોતાના કુંટુબજનીઓની
સારવાર કરાવે છે. કમળા જેવી અસાધ્ય બીમારીની સારવાર માટે આ પ્રકારની વિદ્યા પર વિશ્વાસ કરવો લોકોના અંધવિશ્વાસને
રજૂ કરે છે કે પછી આ વિદ્યાની પાછળ કોઈ વૈજ્ઞાનિક રીત હોવાનો અંદાજો લગાવી શકાય છે. તમે તમારા વિચારો અમને જરૂરથી
જણાવજો.