આપણો ભારત પરંપરાગત રીતિ-રિવાજો, વિવિધ ઉત્સવોનો અને અનોખી પ્રથાઓનો દેશ છે. અહી જાત-જાતની પરંપરાઓ છે. જેની શરૂઆત તો શ્રધ્ધાથી થાય છે પણ છેલ્લે તે અંધવિશ્વાસમાં ફેરવાય જાય છે. આસ્થા અને અંધવિશ્વાસની અમારી આ કડીમાં અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છે મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારમાં આવેલા ઝાબુંઆની ગાય-ગૌરી ઉત્સવની અનોખી પ્રથા.
W.D
W.D
ભારતીય પરંપરામાં વર્ષોથી ગાયને માઁની ઉપમાં આપવામાં આવી છે. આદિવાસી કુંટુંબ માટે આજે પણ ગાય-ગૌરી ઉત્સવ ઉજવાય છે. આ ઉત્સવ દિવાળીના બીજા દિવસે ગોવર્ધન(પડવો)ના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે સવારે જ આદિવાસી પોતાના ગાય-બળદોને નવડાવી-ધોવડાવી તેમની પર રંગીન છાપ લગાવીને.... તેમના શિંગડા પર કલગી બાંધે છે. પછી ગામમાં આવેલા ગોવર્ધન મંદિરમાં પૂજા-અર્ચના કરવામાં આવે છે. પૂજા પછી ગામવાળા મંદિરની પાઁચ પરિક્રમા કરે છે. પરિક્રમા દરમિયાન આખા ગામની ગાયો પરિક્રમામાં જોડાઇ જાય છે. ગામની મહિલાઓ અને વડીલો ઢોલ-મંજીરાની તાલ પર અષ્ટ છાપ કવિઓના પદ ગાતા પરિક્રમા કરે છે. આ દ્દશ્ય ખૂબ જ સુંદર લાગે છે, પણ ત્યારે જ શરૂ થઈ જાય છે ગાય-ગૌરીનું એ સ્વરૂપ, જેને જોઈને ભલભલાં ધ્રુજી જાય.
જી હાઁ , ગાયમાતાને મનાવવા માટે આદિવાસી પોતાની ગાય અને ગામની અન્ય ગાયોના પગ નીચે આળોટે છે....હા, હાઁ, ચોંકી ના જતાં... દિવાળીના બીજા દિવસે ઝાબુંઆમાં ગાય ગૌરી ઉત્સવ કાંઈક આ રીતે મનાવાય છે. પરિક્રમા દરમિયાન અહીંના આદિવાસી ગૌમાતાના આશીર્વાદ મેળવવાની લાલચમાં કેટલીય વાર આ જાનવરોની સામે આળોટે છે. ... અને જાનવરોનું આખુ ટોળું તેમની ઉપરથી પસાર થઈ જાય છે.
W.D
W.D
આ આદિવાસી પોતાના પરિવારની ખુશી માટે ગાય-ગૌરી સામે માનતા માંગે છે.... માનતાં માટે તે આવા ભયાનક રિવાજને નિભાવે છે. આ રિવાજને નિભાવતા પહેલા તેઓ દિવસભર ઉપવાસ રાખે છે. ત્યાર પછી મંદિરની પરિક્રમા કરતાં કરતાં જાનવરોને ટોળાંની સામે આળોટે છે. અમારી સામે જ કેટલાય આદિવાસીઓ પોતાની માનતા પૂરી કરવા માટે ગાયની સમક્ષ આળોટી પડ્યાં... અને એક એક કરીને કેટલાંય ગાય-બળદ તેમને કચડીને તેમના ઉપરથી નીકળી ગયા.
આ સંબંધમાં અમે ગામના વડીલ ભૂરા સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે, અમે ગાય માતા સામે માફી અને માનતા બંને માગીએ છીએ. તે છેલ્લા કેટલાય વર્ષોથી આ રિવાજને નિભાવતા આવી રહ્યા છે. અને દર વખતે તેઓ ઘાયલ થાય છે.
W.D
W.D
આ રિવાજને નિભાવતી સમયે લોકો ભૂખ્યાં રહે છે પણ દારૂનો સાથ તેઓને નથી છૂટતો. નશાની હાલતમાં આ પ્રકારનો ભયાનક રિવાજ નિભાવવા જતાં કેટલીય વાર અકસ્માત પણ થઈ જાય છે. સન 2001 સુધી અહીં કેટલાય તોફાની તત્વો ગાયોના પૂંછડીઓ પર ફટાકડાં બાંધીને સળગાવે છે. જેને કારણે ઉત્તેજિત જાનવરો બેકાબૂ થઈને ભાગતા હતા અને મોટી દુર્ઘટનાઓ થતી હતી. હવે પ્રશાસને આ પ્રકારની હરકતો પર કાબૂ મેળવ્યો છે. ગાય-ગૌરીના રિવાજ દરમિયાન અહીં મોટી સંખ્યામાં પોલીસ દળ ભેગું થાય છે, જે ઉપદ્રવી તત્વોને મસ્તી કરવાથી રોકે છે.
આ પ્રથાના સંબંધમા જ્યારે અમે ગોવર્ધન મંદિરના પૂજારી દિલીપ કુમાર આચાર્ય જોડે વાત કરી તો તેમણે અમને જણાવ્યું કે, ગાય-ગૌરીનો રિવાજ નિભાવવાવાળાઓને કોઈપણ પ્રકારની તકલીફ નથી થતી. આ પ્રથાની પાછળ ગામવાળાને વિશ્વાસ છે કે જે રીતે તેઓ પોતાની માતાના ચરણ સ્પર્શ કરે છે તે જ રીતે વર્ષમાં એક વાર ગાયમાતાના પગે પડે.....
W.D
W.D
પૂજારી અને ગામવાળા કેટલાય દાવા કેમ ન કરે પણ અમે જોયું કે ઉત્સવ દરમિયાન ગાયના પગ નીચે સૂવાવાળા મોટાભાગના લોકો ઘાયલ થયા હતા. કેટલાકના તો માથા પણ ફૂટ્યા હતા..... પણ આટલા ધા થવા છતાં તેમનો ઉત્સાહ ઓછો નહોતો થયો. તમારા મુજબ આ રિવાજ શ્રધ્ધા છે કે અંધશ્રધ્ધા અમને જરૂર જણાવો અમે તમારા મંતવ્યોની આતુરતાથી રાહ જોઇએ છીએ.