વડોદરા એક્સપ્રેસ હાઈવે પર બાબાને ઘડિયાળ ચડાવવાની માનતા માને છે લોકો

ગુરુવાર, 15 ડિસેમ્બર 2016 (12:36 IST)

Widgets Magazine
believe it or not


વડોદરા-અમદાવાદ નેશનલ હાઇવે નં-8 પર આશરે 200 વર્ષ જુની ઘડિયાળી બાબાના નામે જાણીતી હજરત બાલાપીર બાબાની દરગાહ આવેલી છે. દેશભરના હિન્દુ-મુસ્લિમ સહિત દરેક ધર્મના લોકો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર આ દરગાહ છે અને શ્રદ્ધાળુઓમાં બાબા પર અતૂટ વિશ્વાસ છે. અને ઘડિયાળી બાબા કરતા હોવાની શ્રદ્ધા લોકો ધરાવે છે. જેથી મનોકામના પૂર્ણ થતા શ્રદ્ધાળુઓ બાલાપીરની દરગાહ પર ઘડિયાળ ચડાવે છે. બાલાપીરની દરગાહ ઘડિયાળી બાબાના ઉર્સ શરીફની આજે ધામધૂમપૂવર્ક ઉજવણી કરવામાં આવનાર છે.  આજથી અંદાજે 200 વર્ષ પહેલા આ જગ્યા પર હજરત બાલાપીર બાબા વસવાટ કરતા હતા. તેમના નિધન બાદ તેમના જ ભક્તોએ અહીં આ દરગાહ બનાવી હતી. વર્ષોથી એક હિન્દુ પરિવાર બાલાપીરની સેવા આપે છે. હજરત બાલાપીરની દરગાહ ચમત્કારી હોવાનું તેમના ભક્તો છે. દરરોજ અહીં આવીને લોકો ફુલ, ચાદર અને ઘડિયાળ ચડાવે છે. ખાસ કરીને ગુરૂવારે હજરત બાલાપીર બાબાની દરગાહ પર લોકોની ભારે ભીડ જામે છે. અને રસ્તા પર આવતા જતા લોકો અચૂક બાબાના દર્શન કરે છે. શ્રદ્ધાળુઓ પોતાની ઇચ્છાપૂર્તી માટે બાલાપીરના દર્શન કરીને બાધા રાખે છે. મનોકામના પૂર્ણ થતા શ્રદ્ધાળુઓ હજરત બાલાપીરની દરગાહ પર જઇને ઘડિયાળ, ફુલ અને ચાદર ચડાવીને પોતાની માનતા પુરી કરે છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
હજરત બાલાપીર બાબા બાબાને ઘડિયાળ ચડાવવાની માનતા મનોકામના પૂર્ણ શ્રદ્ધા અંધશ્રદ્ધા માનો કે ન માનો આસ્થા અને વિશ્વાસ માન્યતા હિન્દુ ધર્મ વિશે. પૂજાના નિયમો. ફળ પ્રાપ્તિ માટે પૂજા. દેવી-દેવતા પૂજન Vastu Puja. Vastu Tips તંત્ર-મંત્ર-ટોટકે. ફળદાયી મકાન. ઉપાયો. શુભ અશુભ. મુહુર્ત. ચોઘડિયા. વાસ્તુ. જ્યોતિષ. ભવિષ્ય. Believe It Or Not Tantra Mantra. Totka. Jyotish. Vastu. Shubha Shubh Muhurt. Choghdiya About Hindu Dharm Hindu Dharm. About Hindu Dharm. Dev Puja. Devi Puja. Puja Fal

Loading comments ...

શ્રદ્ધા-અંધશ્રદ્ધા

news

પાંચ અપશકુન કે પાંચ અંધવિશ્વાસ

આજાકાલ શકુન -અપશકુનને અંધવિશ્વાસ કહેવાય છે. પણ થોડા સમય પહેલા એનું ભારતીય સમાજમાં ખૂબ ...

news

બાળકોને મૃત્યુ દોષથી બચાવે છે આ લગ્ન

છતીસગઢમાં કોરબા-બાલ્કો માર્ગ પર સ્થિત બેલગિરીમાં સંથાલ આદિવાસીઓની એક બસ્તી છે જ્યાં મકર ...

સર્પદંશની સારવાર... ફોન પર...!જુઓ વિડિયો

ન તો કોઈ રાખ, ના કોઈ ધૂપ, ન તો કોઈ મંત્ર, નથી કોઈ ભગવા વસ્ત્રો, અને નથી કોઈ મોટા મોટા ...

news

શું તમે જાણો છો ભૂત અને આત્માઓથી સંકળાયેલી આ વાતો

તમે ભૂત અને આત્માઓ વિશે તો સાંભળ્યું હશે પર શું તમે આ વાતો પર વિશ્વાસ પણ કરો છો . શું તમે ...

Widgets Magazine