શુક્રવાર, 1 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. સુરત ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 8 ઑગસ્ટ 2022 (13:02 IST)

સુરતમાં રોડ ક્રોસ કરતાં યુવકને સિટી બસે અડફેટે લીધો, યુવકનું મોત

સુરત શહેરની સિટી બસના એક પછી એક અકસ્માતમાં બનાવો બની રહ્યા છે. ત્યારે સુરતના રીંગરોડ માર્કેટ ખાતે રસ્તા પર બસ અડફેટે લઈ કચડતાં યુવકનું મોત નીપજ્યું હતું. મૃતકની પત્નીને નવ માસનો ગર્ભ હોવાથી પરિવારમાં શોકનો માહોલ પેદા થયો હતો.સુરત રીંગરોડ ટેક્સટાઇલ્સ માર્કેટ પાસે એક બ્લ્યુ સિટી બસે રાહદારીને કચડી નાખતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ બાદ લોકોના ટોળા ભેગા થઈ જતા બસ ચાલક ભાગી ગયો હતો. લોકોએ કહ્યું હતું કે, રોડ ક્રોસ કરતા બસે અડફેટે લઈ કચડી નાખ્યો હતો. હાથમાં ટિફિન લઈ કામે જવા નીકળેલા સ્વજન બસ નીચે કચડાય ગયો હોવાના સમાચાર સાંભળી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની જાણ બસ પોલોસ દોડી આવી હતી.પરિવારે જણાવ્યું હતું કે, કિશન પટેલ રીંગરોડ કિન્નરી સિનેમા સામે હીરામણીની ચાલમાં રહે છે. 10 મહિના પહેલાં જ લગ્ન થયા હતા. કિશન પટેલ (ઉ.વ. 25) ની પત્નીને 9 માસનો ગર્ભ છે. નોકરી પર જવા નીકળ્યો હતો. ચાર ભાઈ-બહેનોમાં કિશન ડાયમંડમાં નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ પણ થતો હતો.