શુક્રવાર, 1 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : શુક્રવાર, 14 જુલાઈ 2017 (13:27 IST)

Tantra Mantra - પૈસાની તંગીથી પરેશાન છો, બરકત જોઈએ તો અજમાવો આ સહેલા ઉપાય

- તમારા પ્રવેશ દ્વાર પર દેશી ઘી અને કુમકુમના મિશ્રણથી શુભ ચિન્હ જેવા કે ઓમ સ્વસ્તિક એક ઓંકાર ખંડા વગેરે બનાવો કે તેના ચિત્ર/સ્ટીકર લગાવવાથી ઘરમાં સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. 
 
- પ્રવેશ દ્વાર પર પાણી મુકવાથી નકારાત્કમ ઉર્જા અંદર નથી આવતી
 
- બેડરૂમ કે બેઠકમાં સમગ્ર પરિવારનુ હાસ્ય અને ખુશીવાળુ ચિત્ર લગવો. દિવગંત પરિજનોની ફોટો પૂજા કક્ષમાં દેવતાઓના ચિત્રો સાથે ન મુકશો. ઘરની પશ્ચિમી દીવાલ પર લગાવો. 
 
- બે મુખી રૂદ્રાક્ષ અથવા સફેદ ચંદનની માળાથી ભગવાન શિવનો મંત્ર જાપ કરો. મંત્ર ૐ શ્રી સોમેશ્વરાય શશિ મૌલયે નમ: શિવાય. 
 
- બેઠક કે બેડરૂમમાં બનાવટી ફુલ ન મુકશો 
 
- બેડરૂમમાં દર્પણ ન મુકો. 
 
- ઘર કે દુકાનના આંગણમાં સવાર સવારે ઝાડુ લગાવીને ધોઈ નાખો. પછી પોતુ લગાવો કે લગાવડાવો. ઝાડુ ખુલ્લા સ્થાનને બદલે આડી કરી ઘરના દક્ષિણ ભાગમાં મુકો. 
 
- નારંગીનુ બોનસાઈ વર્તમાન ઘરમાં ક્યારી કે કુંડામાં દક્ષિણ-પૂર્વ દિશામાં લગાવવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. 
 
- જો મકાન ન બની રહ્યુ હોય તો વર્તમાન ઘરમાં જ્યા તમે ભાડુઆત છો, દાડમ કે બોનસાઈ લગાવી લો. આ અનુભૂત ઉપાયથી કેટલાય લોકોની રહેઠાણ સમસ્યા હલ થઈ છે. 
 
- સૂતી વખતે માથુ દક્ષિણ કે પશ્ચિમ  તરફ મુકો અને દરવાજાની ઠીક સામે ન સૂવો. જો બીમ હોય તો તેની નીચે તમારુ શરીર ન આવે નહી તો આરોગ્ય ખરાબ થશે. 
 
-પુસ્તકોની તિજોરી બંધ મુકો.  સેફ કે ધન મુકનારી તિજોરી ઉત્તર તરફ ખુલે તો ધનમાં વૃદ્ધિ થતી રહેશે. 
 
- નવા વર્ષે કે નવા સંવત કે ધનતેરસ પર બેંકમાં પૈસા જમા કરાવો. ખાતુ ક્યારેય ખાલી નહી રહે. 
 
- મંગળવાર અને શનિવારે લોન ન લેવી કે ન તો એગ્રીમેંટ પર હસ્તાક્ષર કરવા 
 
- સાંજે ઘરની બધી લાઈટો થોડા સમય માટે સળગાવી રાખો. ઘી નો દીવો શક્ય હોય તો જરૂર પ્રગટાવો.