શનિવાર, 27 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : બુધવાર, 17 ફેબ્રુઆરી 2016 (14:00 IST)

18 નંબરની આ 9 ખૂબીઓ જાણશો તો બધા કામ 18 તારીખે જ કરશો

જો તમને અંકજ્યોતિષમાં વિશ્વાસ નથી તો પણ 18 નંબર વિશે જ્યારે આ જાણશો તો એ ઈચ્છશો કે તમારા ઘરનો નંબર 18 હોય. ફ્લેટ લેવાનુ વિચારશો તો 18માં નંબરના ફ્લોર પર લેશો. એટલુ જ નહી દરેક ફાયદાનું કામ 18 તારીખે કરવા ઈચ્છશો. 
 
ઉલ્લેખનીય છે કે જે રીતે આખી દુનિયામાં 13 નંબરને અશુભ માનવામાં આવે છે અને આ નંબરની અશુભતાને કારણે અનેક બિલ્ડિંગોમાં 13 નંબરનો ફ્લેટ હોતો નથી. અનેક હોટલોમાં 13 નંબરનો રૂમ હોતો નથી. 
 
ઠીક તેનાથી ઉંધુ દુનિયાના અનેક દેશોમાં 18 નંબરને ખૂબ જ શુભ માનવામાં આવે છે આવો જાણીએ 18 નંબર વિશે દુનિયામાં કેવી કેવી માન્યતાઓ છે. 
ચીનમાં માન્યતા છે કે અંક 18 ધન અને સમૃદ્ધિનુ પ્રતિક છે. 18નુ ઉચ્ચારણ કરવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે જે ધન વૈભવને આકર્ષિત કરે છે. 
 
ચીનમાં 18 અંકના મહત્વને કારણે જ 18માં નંબરનુ ઘર અને 18 નંબરનો ફ્લેટ સૌથી મોંઘો વેચાય છે. એવુ માનવામાં આવે છે કે આ નંબરના ઘરમાં ધન અને સુખ સમૃદ્ધિ આવશે. 
 
હિબૂ ભાષામાં જીવન શબ્દને વ્યક્ત કરવા માટે અંક 18નો પ્રયોગ કરવામાં આવે છે. 
 
યહૂદી લોકો લાંબા જીવનની શુભ કામના અને આશીર્વાદ માટે 18-18 રોકડ ભેટ આપે છે. 
 
 
ભારતમાં અંક અ8ને શુભ માનવામાં આવે છે. તેથી પુરાણોની સંખ્યા 18 મુકવામાં આવી છે. શાસ્ત્ર પણ કુલ 18 છે. મહાભારત મહાકાવ્યને 18 ભાગમાં વહેંચાયુ છે. 
 
અંકજ્યોતિષ મુજબ 18 અંકનો જોડ 1+8= 9 આવે છે. અંક 9 ગુરૂથી પ્રભાવિત માનવામાં આવે છે. જે ધન અને ઉન્નતિનુ પ્રતિક માનવામાં આવે છે.