રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Modified: બુધવાર, 10 જાન્યુઆરી 2024 (09:48 IST)

Shakun Shastra: ઘરમાંથી બહાર નીકળી રહ્યા છો તો આ 7 વાતોનુ રાખો ધ્યાન, ખુલી જશે તમારી તકદીર

shubh ashubh
Shakun Shastra: હિન્દુ ધર્મ ગ્રંથોમાં માનવજીવન હિત સાથે જોડાયેલ બધી વસ્તુઓ બતવવામાં આવી છે. કેટલીક વાતો એવી છે જે આપણને વિચારવા મજબૂર કરી દે છે. હિન્દુ ધર્મમાં શુકન શાસ્ત્ર પણ સમાહિત છે.   શાસ્ત્રમાં આપણી આજુબાજુ થનારી ઘટનાઓ સાથે આપણુ ભવિષ્ય જોડાયેલુ છે. પણ જ્યા સુધી આપણે એ વાતને સમજીએ ત્યા સુધી ઘણુ મોડુ થઈ જાય છે. આ સાંભળવામાં તો ખૂબ જ રસપ્રદ લાગે છે કે આસપાસ થનારી ઘટનાઓ સાથે આપણા ભવિષ્યનો સંબંધ જોડાયેલો હોય છે. 
 
 શુકન શાસ્ત્ર આના પર આધારિત છે એ વાત સાચી છે. શુકન શાસ્ત્રનું વર્ણન મહાભારત, રામાયણ સહિત વેદ અને પુરાણોમાં પણ જોવા મળે છે. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે ઘરની બહાર નીકળતી વખતે આ વસ્તુઓ જોવી શુભ હોય છે અને જો આવું થાય તો તે અશુભ ગણાય છે. તો ચાલો આજે જાણીએ તે 7 વસ્તુઓ જે તમારી યાત્રાને શુભ બનાવે છે અને આર્થિક લાભના હેતુથી કરવામાં આવેલ કાર્યની સફળતા પણ દર્શાવે છે.
 
આ 7 શુભ સંકેતોને હંમેશા ધ્યાનમાં રાખો
 
-  જો તમે કોઈ કામ માટે બહાર જઈ રહ્યા હોય અને અચાનક કોઈ પરિણીત સ્ત્રી અથવા ગાય તમારી સામે આવી જાય તો કુંડળી અનુસાર એવું માનવામાં આવે છે કે તમને તમારા કામમાં સફળતા મળવાની છે.
- જો તમે કોઈ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા છો અને કપડાં પહેરતી વખતે પૈસા પડી જાય છે, તો આ પૈસા મળવાનો સંકેત છે.
- શકુન શાસ્ત્ર અનુસાર જો સવારે તમે ઉંઘીને ઉઠો અને ઘરની બહાર કોઈ ગરીબ વ્યક્તિ  પૈસા માંગવા આવે તો તેને ખાલી હાથે પરત ન કરવો જોઈએ. આ સાથે, તે એક શુભ શુકન પણ છે. આનો અર્થ એ છે કે જો તમે કોઈને પૈસા ઉછીના આપ્યા છે, તો તમને તે હવે મળવાના છે.
 
- એવુ માનવામાં આવે છે કે સવારે સૂઈને ઉઠતા જ જો કોઈ નોળિયો દેખાય જાય તો આ શુભ સંકેત છે. આ ગુપ્ત ધનની પ્રાપ્તિના સંકેત હોય છે. 
- માન્યતા છે કે જો તમે કોઈ કામથી ઘરની બહાજ જાવ છો અને કોઈ ગોળ કે ગળી વસ્તુ લઈ જતુ દેખાય તો સમજી લેજો કે તમારી ઈચ્છાથી અનેકગણો વધુ લાભ મળવાનો છે. 
- તમે તમારી દીકરીના લગ્ન માટે વર જોવા જઈ રહ્યા છો અને રસ્તામાં તમે ચાર કુંવારી છોકરીઓને હસતી અને વાતો કરતી જોઈ તો શકુન શાસ્ત્ર અનુસાર, આ એક શુભ સંકેત છે અને સૂચવે છે કે તમારી પુત્રીને સારો વર મળશે, જે તેના લગ્ન જીવનને સુખી બનાવવા તરફ પણ સંકેત કરે છે.
- જો તમે ધન હાનિ અને પૈસાની કમી સાથે સંઘર્ષ કરી રહ્યા છો અને અચાનક જ તમારા પર ચકલી તમારા પર ચરકી દે તો સમજી જવુ જોઈએ કે તમારા નસીબનો પિટારો ખુલવાનો છે. જલ્દી જ તમને ક્યાકથી વધુ માત્રામાં ધજ્ન લાભ થવાનો છે અને તમારી દરિદ્રતા હવે જવાની છે.