ગુરુવાર, 28 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Modified: સોમવાર, 4 માર્ચ 2019 (13:53 IST)

લગ્નમાં આવતા અવરોધ દૂર કરવા માટે શિવરાત્રીના દિવસે કરો આ ઉપાય

આજે મહાશિવરાત્રિ દેશભરમાં ધૂમધામથી ઉજવાશે. આખુ વર્ષ આવનારી શિવરાત્રીઓમાં મહાશિવરાત્રીનુ મહત્વ વધુ છે. પૌરાણિક માન્યતાઓ મુજબ મહાશિવરાત્રિના દિવસે માહદેવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. એવુ માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલ કેટલાક ઉપાય લગ્નમાં આવનારી પરેશાનીઓને પણ દૂર કરે છે. આવો જાણીએ આ ઉપાયો વિશે.. 
 
- જો આપ જલ્દી લગ્ન કરવા માંગતા હોય તો મહાશિવરાત્રિના દિવસે સૂર્યોદય પહેલા નિત્ય કાર્યથી પરવારીને સ્નાન કરો. ન્હાવાના પાણીમાં ગાયનુ કાચુ દૂધ મિક્સ કરીને સ્નાન કરવુ સારુ હોય છે.  ગાયનુ દૂધ ન હોય તો કોઈ વાત નહી સ્નાન કરતી વખતે તમારુ મોઢુ પશ્ચિમ દિશા તરફ કરો.  આ દરમિયાન માં ગંગા અને ભગવાન શિવનુ ધ્યન કરો. 
 
- સ્નાન કર્યા પછી તાંબાના ગ્લાસ કે લોટામાં સવા પાવ કાચુ દૂધ લો. તેમા થોડી દળેલી ખાંડ મિક્સ કરો નએ પૂજાનો અન્ય સામાન લો. હવે મહાદેવને સ્નાન કરાવો. ભગવાન શિવને સૌ પહેલા કાચા દૂધથી સ્નન કરાવો. ત્યારબાદ દૂધમાં ખાંડ નાખીને સ્નન કરાવો.  સ્નન પછી ભગવાન શિવને વસ્ત્ર પહેરાવો. વસ્ત્ર માટે કાચો દોરો લઈ શકો છો કે વસ્ત્રના રૂપમાં કપડા પણ હોઈ શકે છે. 
 
- ત્યારબાદ તેમને લાલ ચંદનથી તિલક લગવો. તિલક કર્યા પછી તેમને આંકડાના ફૂલોની માળા પહેરાવો. ભગવાન શિવને 108 બિલિપત્ર અર્પન કરો અને દરેલ બિલિપત્ર અર્પણ કરતી વખતે ભોલેનાથને સુયોગ્ય વર  કે પત્ની માટે કામના કરો. 
 
-ત્યારબાદ શિવ ચાલીસાનો પાઠ કરો. મહાશિવરાત્રીના વ્રત સાથે 16 સોમવારના વ્રતની શરૂઆત કરો. સાંજના સમયે મંદિરમાં ભગવાન શિવ અને માતા પાર્વતીના દર્શન જરૂર કરો. ધ્યાન રાખો કે પૂજા કરતી વખતે તમારુ મોઢુ પશ્ચિમ દિશા તરફ હોય અને ૐ નમ: શિવાય પંચાક્ષરી મંત્રનો જાપ કરતા શિવલિંગ પર દૂધ ચઢાવો. તમારા પાત્રમાં એટલુ દૂધ હોવુ જોઈએ કે આ તમે સવા કલાક સુધી ચઢાવી શકો છો. શિવલિંગની અર્ધ પરિક્રમા કરો અને નંદીના કાનમાં શીધ્ર વિવાહની કામના કરો.