શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2017 (14:10 IST)

ગરીબીમાંથી પસાર થઈ રહ્યા છો, તો જરૂર અજમાવો તિજોરીની બરકત વધારવાના ઉપાય

તંત્રમાં હત્થાજડી જે એક ખાસ પ્રકારની જડીબુટ્ટી છે. જે સમ્મોહન, વશીકરણ, કેસ અને ધન સંબંધિત સમસ્યાઓ ઉપરાંત નકારાત્મક શક્તિઓને દૂર કરવા માટે વપરાય છે. અને ખાસ આ પ્રકારના કામ માટે વપરાય છે. 


હત્થા જડીને સિદ્ધ કરવું છે જરૂરી 
 
ચરણ 1- હત્થા જોડી એક ખૂબ કારગર જડીબુટ્ટી છે પણ આ ત્યારે કામ કરે છે જ્યારે તેને ખાસ પ્રકારની પૂજા કરીને સિદ્ધ કરવામાં આવે છે. આ પ્રોસેસ માટે સૌથી પહેલા હત્થા જોડીને પંચામૃતમાં મુકવામાં આવે છે પછી તેને સ્વચ્છ પાણીથી ધોવામાં આવે છે. 
 
ચરણ 2 - ત્યારબાદ તેને પંચોપચાર કરી કપૂર અને લવિંગ સાથે એક કે બે દિવસ સુધી રહેવા દો. પછી એક જારમાં તલના તેલમાં ડુબાડી મૂકી દો. દર એક બે દિવસમાં ચેક કરતા રહો અને તેલ ઓછું થતા જારમાં તેલ નાખતા રહો. જ્યારે તેલ ઓછું થવુ બંધ થઈ જાય તો શુભ સમયમાં તેને કાઢી પૂજન કરો. 
 
પૂજનની વિધિ 
 
લક્ષ્મી ચિત્ર અને તાંબાના લોટામાં જળ ભરીને પાસે મૂકો અને સૌથી પહેલા ગણેશ અને ગુરૂ પૂજન કર્યા પછી હાથ જોડી અત્તર, ચોખા, લાલ પુષ્પથી પૂજન કરી કેસર એક જોડી લવિંગ અર્પિત કરો અને ધૂપ-દીપથી પૂજન કરો લાલ રંગની મિઠાઈનો ભોગ લગાવો. ત્યારબાદ હત્થા જડીને સિંદૂર લગાવીને તેની સામે 108 વાર એં કિલિ કિલિ સ્વાહા આ મંત્ર બોલો અને એક લાલ કપડામાં બાંધીને હત્થાજડીને તેમની પાસે રાખો.