શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Modified: શનિવાર, 10 જૂન 2017 (18:28 IST)

તમારી આર્થિક તંગી દૂર કરશે આ 5 ઉપાય

આજના સમયમાં મોંઘવારી સતત વધતી જઈ રહી છે આવામાં તમે પણ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હશો. જો મહેનત પછી પણ તમને મેહનત મુજબનુ ફળ ન મળે અને જો તમારુ ખિસ્સુ હંમેશા ખાલી રહે છે તો આજે અમે તમને એવા 5 ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. 
 
1. તમારા પર્સમાં જો પૈસા રોકાતા નથી તો તમે શનિવારે પીપળાનું એક પાન લઈ તેના પર દહી અને હળદર લગાવીને તમારા પર્સમાં મુકી રાખો. આ પ્રક્રિયા દરેક શનિવારે અપનાવો. આવુ કરવાથી તમારુ પર્સ હંમેશા ભરેલુ રહેશે. 
 
2. અનેકવાર નજર દોષથી પણ તમારી પાસે પૈસા રોકાતા નથી. આ માટે તમે કાળા મરીના 5 દાણા લો અને 7 વાર તેને તમારા માથા પરથી ઉતારી લો. આ આ દાણાને ચાર દિશાઓમાં ફેંકો અને પાંચમો દાણ્ણો આકાશ તરફ ફેંકો. આ ઉપાય  કરવાથી તમારી પાસે ધનની ક્યારેય કમી નહી રહે. 
 
3. ધન લાભ માટે સ્મશાન પાસે કોઈ શિવલિંગ પર દૂધ અને મધ ચઢાવો. 
 
 
4. તમારા ઘર અને ઓફિસની તિજોરીમાં એક લાલ કપડુ જરૂર મુકો. લાલ કપડુ મુકવાથી ધન ટકી રહે છે. 
 
5. લક્ષ્મીના આગમન માટે તમારુ ઘર સ્વચ્છ રાખો અને રોજ શ્રીસૂક્તનો પાઠ જરૂર કરો. શ્રીસૂક્તનો પાઠ કરવાથી લક્ષ્મીજી ખૂબ જલ્દી પ્રસન્ન થઈને નિવાસ કરે છે.