બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Modified: ગુરુવાર, 7 જુલાઈ 2022 (00:29 IST)

Sugar Upay- ખાંડથી સંકળાયેલા આ ઉપાય બદલી નાખે છે માણસની કિસ્મત, કરતા જ વધે છે આવક

ભગવાન સૂર્યદેવને ખાંડ મિકસ કરી જળ અર્પિત કરો, ખાંડના આ ઉપાયો કરવાથી વ્યક્તિને જીવનમાં સફળતા મળે છે અને કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય છે. તેનાથી તમામ પ્રકારના ગ્રહ દોષો દૂર થાય છે. ભગવાન સૂર્યદેવને ખાંડ મિશ્રિત જળ અર્પણ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને ગ્રહ દોષ દૂર થાય છે. 
 
જો પૈસા મેળવવામાં કોઈ સમસ્યા હોય તો લોટ અને ખાંડની રોટલી બનાવીને કાગડાને ખવડાવો. આમ કરવાથી ધંધામાં પ્રગતિ થવા લાગે છે અને જીવનની અનેક સમસ્યાઓનો અંત આવે છે.
જો કોઈ વ્યક્તિ વેપારમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહી છે, તો નિયમિતપણે તાંબાના ગ્લાસમાં ખાંડ અને પાણી મિક્સ કરી પીવું. એટલું જ નહીં સૂર્યદેવને ખાંડ વાળો જળ પણ અર્પણ કરો. આવું નિયમિત કરવાથી કુંડળીમાં સૂર્ય બળવાન બને છે. 
 
જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે બહાર જઈ રહ્યા છો અને તેમાં સફળતા પણ ઈચ્છતા હોવ તો આગલી રાત્રે તાંબાના વાસણમાં ખાંડ અને પાણી મિક્સ કરો. પછી ઘરની બહાર નીકળતા પહેલા આ મિશ્રણને પી લો. આમ કરવાથી દરેક કાર્યમાં સફળતા મળવાની સંભાવના વધી જાય છે. 
 
શનિ સાડે સતી અથવા શનિ ઢૈય્યાથી પરેશાન લોકો સૂકા નારિયેળને ઘસીને તેમાં ખાંડ મિક્સ કરીને કીડીઓને ખવડાવો. આમ કરવાથી કુંડળીમાં હાજર દરેક શનિ દોષમાંથી મુક્તિ મળે છે.