Widgets Magazine
Widgets Magazine

તંત્ર મંત્ર ટોટકે - તંત્ર મુજબ લીંબુ અને લવિંગના ટોટકા દ્વારા જીવનની અનેક સમસ્યાઓને એક ઝટકામાં દૂર

રવિવાર, 8 જાન્યુઆરી 2017 (12:31 IST)

Widgets Magazine
vastu tips

તાંત્રિક ગ્રંથોમાં અનેક એવા પ્રયોગો વિશે બતાવવામાં આવ્યા છે જેની મદદથી અશક્ય કાર્યને પણ શક્ય બનાવી શકાય છે. આ પ્રયોગો વિશે છોડ પૂજા સામગ્રી ફળ અને અન્ય વસ્તુઓનો ઉપયોગ થાય છે. તંત્ર મુજબ લીંબુ અને લવિંગના ટોટકા દ્વારા જીવનની અનેક સમસ્યાઓને એક ઝટકામાં ખતમ કરી શકાય છે. 
 
જો ઘરમાં કોઈ બાળક કે વડીલ વ્યક્તિને ખરાબ નજર લાગી હોય તો તેના માથાથી પગ સુધી સાત વાર લીંબૂ ઉતારી લો. ત્યારબાદ આ લીંબૂના ચાર ટુકડા કરીને કોઈ સુમસામ સ્થાન કે કોઈ ત્રણ રસ્તા પર ફેંકી દો.  ધ્યાન રાખો કે લીંબુના ટુકડા ફેંક્યા પછી પાછળ ન જુવો અને સીધા ઘરે આવી જાવ. નજર તરત જ દૂર થઈ જશે. 
 
જો જોઈ વ્યક્તિનો વેપાર સારો ન ચાલી રહ્યો હોય તો શનિવારના દિવસે લીંબૂનો તાંત્રિક ઉપાય કરવો જોઈએ. એ ઉપાય મુજબ એક લીંબુને દુકાનની ચાર દિવાલોને સ્પર્શ કરાવો. ત્યારબાદ લીંબૂને ચાર ટુકડામાં કાપી લો અને ચાર રસ્તા પર જઈને ચારે દિશાઓમાં લીંબુનો એક એક ટુકડો ફેંકી દો.  તેનાથી દુકાન, વેપાર સ્થળની નેગેટિવ એનર્જી નષ્ટ થઈ જશે. 
 
ઘરની નકારાત્મ ઉર્જાને દૂર કરવા માટે ઘરમાં લીંબુનુ ઝાડ લગાવો. લીંબૂના ઝાડની આસપાસનુ વાતાવરણ સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહે છે. આ સાથે જ લીંબુનુ ઝાડ લગાવવાથી ઘરના વાસ્તુ દોષ પણ દૂર થાય છે. 
 
પ્રચલિત માન્યતા મુજબ જો સોય લગાવેલ લીંબુ કોઈ બીમારના માથા પરથી 7 વાર ઉતારી ચાર રસ્તા પર મુકી દેવુ જોઈએ. ચાર રસ્તા પર જતા જે પણ વ્યક્તિ  એ લીંબૂને પાર કરી ચાલ્યો જશે કે સ્પર્શી જશે તો બીમાર વ્યક્તિની બધી બીમારી તેને લાગી જશે. 
 
જો કોઈ વ્યક્તિ અચાનક જ બીમાર થઈ જાય અને તેના પર દવાઓની કોઈ અસર ન થાય તો એ માટે પણ લીંબૂનો ઉપાય કરવામાં આવે છે. આવી સ્થિતિમાં એક આખા લીંબુ પર કાળી શ્યાહીથી 307 લખી દો અને એ વ્યક્તિ પર ઉંધી બાજુથી 7 વખત ઉતારો. ત્યારબાદ એ લીંબુને ચાર ભાગમાં એ રીતે કાપો કે તે નીચેથી જોડાયેલ રહે. અને પછી  એ લીંબુને ઘરમાંથી બહાર કોઈ નિર્જન સ્થાન પર ફેંકી દો.  આ ઉપાયને કરવાથી પીડિત વ્યક્તિ 24 કલાકની અંદર જ સ્વસ્થ થઈ જશે. 
 
જો તમને સખત મહેનત પછી પણ વારેઘડીએ નિષ્ફળતા મળી રહી છે તો લીંબુનો એક નાનકડો ઉપાય તમારા બધા કામ બનાવી દેશે.  આ માટે તમે એક લીંબુ અને 4 લવિંગ લઈને કોઈ નિકટના હનુમાન મંદિરમાં જાવ. ત્યા હનુમાનજીની પ્રતિમા સામે બેસીને લીંબુના ઉપર ચાર લવિંગ લગાવી દો. ત્યારબાદ હનુમાનચાલીસાનો પાઠ કરો. પાઠ કર્યા પછી હનુમાનજીને સફળતા અપાવવાની પ્રાર્થના કરો અને આ લીંબુને ખિસ્સામાં લઈ જાવ.   તમને ચોક્કસ સફળતા મળશે. 
 
ધ્યાન રાખો.... 
 
1. જ્યારે પણ ટોટકા કર્યા પછી લીંબુ ફેંકો તો પાછળ વળીને ક્યારેય ન જુઓ. સીધા તમારા ઘર તરફ જાવ. 
2. ક્યારેક ક્યારેક રોડ પર લીંબુ-મરચા પડેલા દેખાય જાય છે. કોઈ ચાર રસ્તા પર કોઈ લીંબૂ કે લીંબુના ટુકડા પડ્યા રહે છે તો ધ્યાન રાખો કે તેને આપણો પગ ન લાગવો જોઈએ. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

સાપ્તાહિક રાશિફળ - 8 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી 2017

મેષ- આ અઠવાડિયા સૂર્ય તારીખ 14-01-2017 ને સવારે 7.39 વાગ્યે ધનુ રાશિ બદલીને મકર રાશિમાં ...

news

રવિવારે રાશિ મુજબ કરો આ ઉપાય , 2017માં નસીબ જાગશે

મેષ - બળદને જવ ખવડાવો વૃષભ - મંદિર કે કોઈપણ ધાર્મિક સ્થળ પર સફેદ ધ્વજા ચઢાવો. મિથુન - ...

news

21 વાતો જણાવે લગ્ન અને સંતાન રેખાની , તેનાથી જાણો પ્રેમ-પ્રસંગ અને સંતાનની સંખ્યા

હથેળીમાં લગ્ન રેખા અને સંતાન રેખા એકદમ પાસ પાસ હોય છે. આમ તો આ બન્ને રેખાઓ બહુ નાની-નાની ...

news

યુવતીઓના જન્મના મહિના પરથી જાણો તેમના સ્વભાવ વિશે ..

1. જાન્યુઆરી- વર્ષના પહેલા માહ એટલે કે જાન્યુઆરીમાં જન્મી છોકરીઓ સ્વભાવમાં ગંભીર અને ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine