ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : બુધવાર, 11 એપ્રિલ 2018 (10:04 IST)

Pukhra - તૂટી રહેલા સંબંધોના બંધનને મજબૂત કરે છે 'પુખરાજ'

જ્યોતિષમાં પુખરાજને ખૂબ જ મહત્વનુ સ્થાન મળેલુ છે. ગુરૂ ગ્રહની મજબૂતી માટે પહેરાવવામાંઅ અવેલ પુખરાજ સંબંધોને મજબૂતી પ્રદાન કરવાની સાથે સાથે જાતકને માલામાલ કરે છે અને સંતાન સુખમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. મહિલાઓની કુંડળીમાં ગુરૂ પતિનો કારક છે. તેથી જેમની કુંડ્ળીમાં ગુરૂની સ્થિતિ સારી ન હોય તેમણે પુખરાજ પહેરાવવાની સલાહ આપવામાં આવે છે. 
 
ગુરૂની મહાદશામાં પુખરાજ પહેરવો અત્યંત ફળદાયક હોય છે. પુખરાજને સોનાની આંગળીમાં ગુરૂવારના દિવસે નક્ષત્રમાં ધારણ કરવો જોઈએ. પુખરાજને વજન મુજબ ધારણ કરવામાં આવે છે. જેમ કે કોઈ વ્યક્તિનુ વજન 70 કિલો છે તો તેની 7 રત્તીનો નંગ ધારણ કરવો જોઈએ. 60 કિલોના વજન વાળાએ 6 રત્તીનો નંગ ધારણ કરવો જોઈએ. સારી ગુણવત્તાવાળા પુખરાજ કાંચની જેમ ચમકે છે.  પુખરાજ સાથે અન્ય રત્ન પહેરતા પહેલા કોઈ યોગ્ય જ્યોતિષની સલાહ જરૂર લેવી જોઈએ.  
 
પુખરાજ બાળકોની બુદ્ધિને તીવ્ર કરે ક હ્હે અને તેમને સૌમ્ય બનાવે છે. મનની શાંતિ પ્રાપ્ત કરવાનો આ સર્વોત્તમ ઉપાય છે. આ નિસંતાનને સંતાન. ધન અને આયુનીની સાથે સાથે પ્રસિદ્ધિ પણ આપે છે. પુરૂષોની કુંડળીમાં ગુરૂ ખરાબ હોય તો સંતાનની ઉત્પત્તિમાં અવરોધ આવે છે. આવામાં પુખરાજ ધારણ કરવાથી સંતાનની ઉત્પત્તિમાં મદદ મળે છે. આ રત્ન સમજવાની અને વિચારવાની શક્તિને વધારે છે. આને પહેરવાથી ખરાબ વિચારો દૂર થાય છે. પુખરાજ રત્નની આ વિશેષતા છે કે આને ધારણ કરવાથી કોઈ સાઈડ ઈફેક્ટ નથી થતો અને આ ધારણ કરનારને કોઈને કોઈ રૂપમાં લાભ જ પહોંચાડે છે. 
 
પૂર્વ ક્રિકેટર અને ભાજપા નેતા નવજોત સિંહ સિદ્ધૂએ પણ પોતાના બંને હાથની અંગૂઠા પાસેની આંગળી પર ધારણ કરેલી છે. નવજોત સિંહ સિદ્ધૂની પત્ની નવજોત કૌરે પણ જમણા હાથની આંગળીમાં પણ પુખરાજ ધારણ કર્યો છે.