શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : સોમવાર, 16 જાન્યુઆરી 2017 (13:43 IST)

સાવધાન !! મંગળવારના દિવસે આવુ કરવાથી વધે છે કમનસીબી

ભારતીય વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના આધાર પર વાર અને તિથિયોને વહેંચવામાં આવ્યા છે. આ વાર અને તિથિયો ગ્રહોની વિશેષતાઓ પર નિર્ભર કરે છે. સોમવાર, બુધવાર અને શુક્રવારને સોમ્ય વારની શ્રેણીમાં મુકવામાં આવ્યા છે. રવિવાર અને ગુરૂવારને ચુસ્ત વારની શ્રેણીમાં મુકવામાં આવ્યા છે અને મંગળવાર તેમજ શનિવારને ક્રૂર તેમજ પાપી વારની શ્રેણીમાં મુકવામાં આવ્યા છે. 
 
મુખ્ય રીતે મંગળવારને વધુ ક્રૂર વાર કહીને શાસ્ત્રોમાં તેના વખાણ કરવામાં આવ્યા છે. શાસ્ત્રો મુજબ મંગળ ગ્રહનો સંબંધ પ્રાણીના શરીરમાં સ્થિત ધમનીયોમાં દોડી રહેલ રક્ત સાથે હોય છે અને જીવના માસમાં લાલીપણ મંગળને સંબોધિત કરે છે. કાળપુરૂષ સિદ્ધાંત મુજબ પ્રાણીના હાડકાઓને રક્ત અને મજ્જા પર મંગળનું પ્રબુદ્ધ થાય છે. 
 
મંગળને બધા શાસ્ત્રોમાં ક્રૂર અને રક્તપાતનો ગ્રહ માનવામાં આવ્યો છે. મંગળનો લાલ રંગ મૃત્યુ તેમજ રક્તરંજિતનુ સંબોધન કરે છે. ધાર્મિક શાસ્ત્રોમાં મંગળવારના દિવસે કશુ કામ કરવાની મનાઈ છે. જેનાથી વ્યક્તિનું આરોગ્ય અને તેના ભાગ્ય પ્રભાવિત થાય છે. 
 
મંગળવારે આ કામ કરવાથી વધે છે કમનસીબી 
 
-પશુ બલિ કરવાથી વ્યક્તિની સંતાન પર ખરાબ પ્રભાવ પડે છે. 
- કુકડો વગેરે પક્ષીયોને મારવાથી વ્યક્તિની બુદ્ધિ ભ્રમિત થાય છે 
- માછલી ખાવાથી વ્યક્તિના પૈસા પાણીની જેમ વહે છે. 
- દારૂ પીવાથી વ્યક્તિ આત્યાધિક ક્રોધી બને છે. જેના કારણે તેનાથી અપરાધ થાય છે. 
- ગાળો બોલવાથી કે ઝગડો કરવાથી વ્યક્તિનુ પરાક્રમ ઘટે છે અને તેની જગહસાઈ થાય છે 
- માંસનુ સેવન કરવાથી વ્યક્તિના કુટુંબનો નાશ થાય છે.