1. મનોરંજન
  2. પર્યટન
  3. પર્યટન દિવસ
Written By
Last Updated : બુધવાર, 24 જાન્યુઆરી 2024 (14:07 IST)

National tourism day 2024 - 25 જાન્યુઆરીના રોજ જ કેમ ઉજવાય છે રાષ્ટ્રીય પર્યટન દિવસ ? જાણો થીમ અને આ દિવસનો ઈતિહાસ

 National tourism day 2024
-  દુનિયાભરના દેશોને પણ ભારતના પર્યટનથી પરિચિત કરવા માટે રાષ્ટ્રીય પર્યટન દિવસ ઉજવાય છે. 
- ભારતમાં બે વાર પર્યટન દિવસ ઉજવાય છે.
 
National tourism day 2024 - ભારતના 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જુદી-જુદી ભાષા, બોલી, સંસ્કૃતિ અને પરંપરાઓ છે. કોઈ રાજ્ય બરફની ચાદરથી ઢંકાયેલુ રહે છે તો કોઈ રાજ્ય લીલોતરી વચ્ચે પર્વત પર આવેલુ છે. કેટલાક મેદાની ક્ષેત્ર, જંગલ અને રેતીલા મેદાનોથી ઘેરાયેલુ છે તો કેટલાક તળાવ અને ઝરણાથી સમૃદ્ધ છે. આવુ જ દક્ષિણ ભારતીય રાજ્ય સમુદ્ર તટો પર વસેલા છે. પર્વતોથી લઈને મેદાની અને સમુદ્રી તટ પર આવેલ આ સ્થાન પર અનેક એવા પર્યટન સ્થળ છે જે ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. આટલી વિવિધતાવાળા દેશની વસ્તી જ આ વિવિધતાઓ અને અલગ સંસ્કૃતિઓથી પરિચિત નથી. બીજી બાજુ દુનિયાભરના દેશોને પણ ભારતના પર્યટનથી પરિચિત કરવા માટે રાષ્ટ્રીય પર્યટન દિવસ ઉજવાય છે. 
 
આ સાથે જ ભારતની અર્થવ્યવસ્થાના કેટલાક અંશ પર્યટન પર નિર્ભર છે. પર્યટનને પ્રોત્સાહન આપવા રોજગાર અને દેશની જીડીપીમાં વધારો કરી શકાય છે. આ માટે પણ પર્યટન દિવસ ઉજવવાની જરૂર અનુભવાઈ. રાષ્ટ્રીય પર્યટન દિવસનુ મહત્વને સમજાવવાની સાથે જ તેના ઈતિહાસ વિશે પણ જાણી લો. 
 
ક્યારે ઉજવાય છે રાષ્ટ્રીય પર્યટન દિવસ 
 
આમ તો ભારતમાં બે વાર પર્યટન દિવસ ઉજવાય છે. એક રાષ્ટ્રીય સ્તર પર વધુ એક આંતરરાષ્ટ્રીય પર્યટન દિવસ.  જો કે ભારતનો પર્યટન દિવસ 25 જાન્યુઆરીના રોજ ઉજવાય છે બીજી બાજુ વિશ્વ પર્યટન દિવસ 27 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે. 
 
રાષ્ટ્રીય પર્યટન દિવસનો ઈતિહાસ 
 
દેશમાં પર્યટન દિવસ ઉજવવાની શરૂઆત ભારતની આઝાદીના બીજા વર્ષે એટલે કે 1948થી થઈ હતી. પર્યટનનુ મહત્વ સમજાવતા આઝાદ ભારતમાં તેને પ્રોત્સાહન આપવાની પહેલ સ્વરૂપ પર્યટન પ્રવાસન ટ્રાફિક સમિતિની રચના ત્રણ વર્ષ પછી 1951માં કલકત્તા અને ચેન્નઈમાં પર્યટન દિવસના ક્ષેત્રીય કાર્યાલયોની શરૂઆત થઈ. પછી દિલ્હી, મુંબઈ અને કલકત્તામાં પણ પર્યટન કાર્યાલય બન્યુ. વર્ષ 1998માં પર્યટન અને સંચાર મંત્રીના નેતૃત્વમાં પર્યટન વિભાગની સ્થાપના થઈ. 
 
પર્યટન દિવસનો ઉદ્દેશ્ય 
 
પ્રવાસન એ ભારતની સમૃદ્ધિનો દરેકને પરિચય કરાવવાનું એક માધ્યમ છે. આના દ્વારા સમગ્ર વિશ્વ ભારત તરફ આકર્ષાય છે. આ ઉપરાંત ભારતીય અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં દેશના પ્રવાસનનું પણ વિશેષ યોગદાન છે. આવી સ્થિતિમાં ભારતીય પ્રવાસનને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત અનુભવાઈ હતી. લોકોને પર્યટનના સામાજિક, રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક મૂલ્યોથી વાકેફ કરવાના ઉદ્દેશ્ય સાથે વૈશ્વિક સ્તરે પ્રવાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે.
 
રાષ્ટ્રીય પર્યટન દિવસ 2024ની થીમ 
 
આ વર્ષે પ્રવાસન દિવસ 2024 ની થીમ (Sustainable Journeys, Timeless Memories) છે. આ થીમ જવાબદાર અને સભાન મુસાફરીના ખ્યાલ પર ભાર મૂકે છે. ગયા વર્ષે, રાષ્ટ્રીય પ્રવાસન દિવસ 2023 ની થીમ 'ગ્રામીણ અને સમુદાય કેન્દ્રિત પ્રવાસન' હતી અને 2022 ની થીમ "આઝાદી કા અમૃત મહોત્સવ" હતી. 
 
Edited by - kalyani deshmukh