1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 14 જાન્યુઆરી 2021 (20:40 IST)

Bigg Boss 14: રાખી સાવંતે લગાવ્યુ અભિનવ શુક્લાના નામનુ સિંદૂર

Bigg Boss 14:
બિગ બોસ સીઝન 14માં રાખી સાવંત દર્શકોને ખૂબ એંટરટેન કરતી જોવા મળી રહી છે. કયારેક જુલી બનેની રાખી લોકોને હસાવે છે તો કયારેક અભિનવ શુક્લા ના પ્રેમમાં પાગલ થઈને હસાવતી જોવા મળી છે.  રાખી સાવંત સૌથી મોટી એંટરટેનકરના રૂપમાં સામે આવી છે. 
 
વર્તમાન દિવસોમાં રાખી સાવંત અભિનવ શુક્લાના પ્રેમમાં પાગલ થઈ ગઈ છે. રાખી સાવંત અભિનવ શુક્લાને પોતાના પ્રેમની જાળમાં ફસાવવા માંગે છે. તે કોઈપણ કિંમતે અભિનવને પોતાનો બનાવવા માંગે છે. બિગ બોસ દ્વારા પણ આપવામાં આવેલ ટાસ્કમાં પણ રાખી સાવંતને અભિનવ શુક્લાની પત્ની બનાવવામાં આવી છે.
Photo : Instagram
 
રાખીનો આ પ્રેમ દર્શકો માટે નવાઈની વાત નથી કારણ કે આ બધુ એક ટાસ્કને કારણે થતુ દેખાય રહ્યુ છે. બિગ બોસે અભિનવ અને રાખીને બે પડોશી બનાવ્યા છે. એક ટીમ રાખીની છે અને બીજી અભિનવની છે.
 
આ કાર્ય કેપ્ટનશીપની દાવેદારી મેળવવાનુ છે.  જેમાં રાખીએ સતત તેના પાડોશી અભિનવનો ફોટિ ક્લિક કરવાનો છે અને આ સાથે જ અભિનવના પરિવારે સતત તેની દિવાલ બનીને રહેવુ પડશે જેથી રાખી ફોટો પર ક્લિક ન કરી શકે.  રાખી ટાસ્ક કરવા સાથે ઘરના સભ્યોનું મનોરંજન કરતી પણ જોવા મળી.
 
રાખી સાવંત ટાસ્ક દરમિયાન અભિનવ શુક્લાની સામે તેના નામનુ  સિંદૂર લગાવે છે અને ટાંકી પર ચઢીને તેને પ્રપોઝ કરે છે. વીકેંડ વોરમાં રાખીએ અભિનવ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. તેમણે તે સમયે પણ કહ્યું હતું કે તેઓ રૂબીનાના માર્ગમાં કાંટા બિછાવી દેશે અને અભિનવને પોતાનો બનાવીને જપ લેશે.