ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: શનિવાર, 6 મે 2017 (16:08 IST)

છૂટાછેડા જેવી અનેક સુપરહીટ સિરિયલના સર્જક - ગુજરાતની એકતા કપૂર મીના ઘી વાલા

સપનાના વાવેતર, સ્વપ્ન કિનારે,એક કિરણ આશાનું, ઝાકળ ભીના સપનાં, દેવના દીધેલ, છૂટાછેડા જેવી અનેક સુપરહીટ સિરિયલના સર્જક. ગુજરાતની એકતા કપૂર મીના ઘી વાલા 
 
હિન્દી સિરિયલોની ક્વિન એકતા કપૂરની બરોબરી કરી શકે એવી એક એક હસ્તી આપણે ગુજરાતીઓ ધરાવીએ છીએ. ગુજરાતી ટેલિવિઝન ક્ષેત્રની ક્વિન ગુજરાતણ એકતા કપૂર એટલે મીના ઘીવાલા. અગાઉ સપનાના વાવેતર નામની સિરિયલને એક હજાર એપિસોડ સુધી પહોંચાડવાનો યશ તેમના ફાળે જાય છે. છુટાછેડા જેવા અલગ જ કથાનક વાળા વિષય પર પણ સિરિયલ બનાવી અને તેને પણ 800 એપિસોડ કમ્પલેટ કર્યાં હતાં. અને હવે છૂટાછેડા સિઝન-2 લઈને આવી રહ્યાં છે.
 
છુટાછેડા સિઝન -2નો પહેલેથી જ પ્લાન હતો?
 
ના પહેલા એવો કોઈ પ્લાન નહોતો. ચેનલના હેડ સાથે ઘણી વાર મીટિંગ થતી.અલગ અલગ વિષય પર ચર્ચાઓ થતી. છુટાછેડા પછી 1760 સાસુ કરી એ પણ ખૂબજ સફળ થઈ. અને ચેનલને કોઈ સારા વિષયની શોધ હતી. એમની સાથે વાતો ચાલુ હતી. અને તેમણે જ કહ્યું કે છુટાછેડાની સિઝન- 2 કરીએ તો? અને મારે ના પાડવાનો પ્રશ્ન જ ઉભો થતો નહતો. હાલ આ સિરિયલના 120 એપિસોડ પાસ થઈ ગયાં છે. 
 
ગુજરાતી મુવી કે ડ્રામા કરવાની ઈચ્છા ખરી?
 
અત્યારે તો પ્લાન નથી પણ થીયેટરનો વિચારુ છું. પણ જો બહુ સારી સ્ક્રિપ્ટ મળશે તો જ કરવાની ઈચ્છા છે. બાકી ધૂરંધર લોકો ઈન્ડસ્ટ્રીમાં છે જ અને એ લોકો કરી જ રહ્યાં છે. કંઈ પ્રેરણાત્મક મળશે તો જ કરીશ. કોમર્શિયલી પ્લે નથી કરવાં. કોઈ સારો સબજેક્ટ મળશે તો વિચારીશ. સેટિસ્ફેક્શન વાળો વિષય મળશે તો વિચાર કરીશ. બાકી હાલ કોઈ વિચાર નથી.ઘણા સમયથી ગુજરાતી મુવી કરવાની ઈચ્છા હતી જ એમાં છેલ્લો દિવસ જેવી ફિલ્મની સફળતા બાદ મારી હિમતમાં વધારો થયો હતો. પણ પછી બહુ બધા દિવસો આવ્યાં એટલે યોગ્ય સ્ક્રિપ્ટ અને સમય સાથે જ કરીશ. વાત છે ગુજરાતી મુવીની તો ગુજરાતી ફિલ્મો મારે કરવી છે. પણ હાલ જોતાં ગુજરાતી ફિલ્મોની જે પરિસ્થિતી છે તે જોતાં લાગે છે કે અમિત ભાઈ ટાઈમ ઈઝ સ્ટીલ નોટ રાઈટ. ખબર નહીં પણ અચાનક ઓડિયન્સ ગુજરાતી ફિલ્મો જોતાં અટકી ગઈ, થોડા સમય પહેલા રજુ થયેલી ફિલ્મ કેરી ઓન કેસર જોઈ હતી. અને એ મુવી જોયા પછી મારુ પોતાનું મંતવ્ય હતું કે જો આ મુવી ગુજરાતી ફિલ્મોનો ટ્રેન્ડ ના બદલી શકે તો શું થાય. કારણ કે એ એટલી સરસ ફિલ્મ બની હતી. તેમાં સારૂ પરફોર્મન્સ હતું. યુવાનો હતાં. તમે માની જ ના શકો કે હિન્દી ફિલ્મ કરતાં એક લો બજેટ વાળી ગુજરાતી ફિલ્મ જુઓ છો. હું માનું કે ગુજરાતી ફિલ્મોના કમ્પેરિઝનમાં એટલું લો બજેટ પણ નથી  પણ હિન્દી ફિલ્મ સાથે અનેક પાસા સાથે સરખામણી કરી શકાય એવી અદભૂત ફિલ્મ હતી. દર્શનભાઈ, સુપ્રિયાજી, રિતેશ અને અવની આ ચારેયના પરફોર્મ્ન્સ ભારોભાર, ક્યાંય કંઈ ઓછું નથી પડતું. આટલી સારી મુવી પણ જો કોમર્સિયલી સકસેસ ના થાય તો તમેજ કહો એક સારા પ્રોડ્યુસરની હિમત કેવી રીતે થાય મુવી બનાવવા માટે.
 
મીના ઘીવાલા વધુમાં જણાવે છે કે જ્યારે બે ત્રણ મુવી કે બે ચાર ડ્રામામાં સેકન્ડ કે થર્ડ આસીસ્ટન્ટ રહી ચૂકેલા લોકો મુવી ડિરેક્ટ કરે મને એમની કેપેસિટિ પર સહેજ પણ ડાઉટ નથી. પણ હું એમના એક્સપિરિયન્સની વાત કરુ છું. કહેવાનો મારો તાત્પર્ય એવો છે કે એક મુવી આવી છેલ્લો દિવસ  પછી ઉપરા છાપરી ફિલ્મો ઈવન જ સબજેક્ટ વાળી બની, બે યાર, કેવી રીતે જઈશ. થઈ જશે. છેલ્લો દિવસ આ મુવી એ લોકોને થિયેટર તરફ વાળ્યાં. ખાસ કરીને કોઈપણ કારણો સર છેલ્લા દિવસનો બહુ મોટો ફાળો જેને નકારી ના શકાય. એ ફિલ્મ જોયા પછી ગુજરાતી પ્રેક્ષકોને લાગ્યું કે ચાલો પૈસા ખર્ચીને મુવી જોવા જઈએ, અને ગુજરાતી પ્રેક્ષકો થિયેટરમાં 170 રૂપિયાનો પોપકોર્ન ખાઈને થિયેટરમાં ગુજરાતી ફિલ્મ જુએ. જે ગુજરાતીઓ કોઈ દિવસ જાય નહીં એવું મારુ માનવું છે, એના પછી એક સરખા સબજેક્ટ અને ટાઈટલ વાળી ફિલ્મોનો મારો આવ્યો. એ પ્રેક્ષકો જોવા ગયા અને એમને ખબર પડી કે અહીં પૈસાનું કોઈ મહત્વ નથી. અરે હુંતો ગુજરાતીઓની રિસ્પોન્સીબિલીટી અને કન્ઝર્વબિલીટીને માનું છું. કે તેઓ પૈસા ખર્ચતા જાણે છે પણ મુર્ખામીના પૈસા કોઈ દિવસ નહીં ખર્ચે. સૌથી વધુ ખર્ચો કરવાવાળા ગુજરાતી છે. બેસ્ટ હોટલમાં જમવા વાળા ગુજરાતી છે, બેસ્ટ ગાડીઓ વાપરવા વાળા પણ ગુજરાતીઓ છે. પણ જ્યાં એવું લાગે કે આમાં તો ખાલી ઉલ્લુ બનાવવાની વાત છે તો ત્યાં ગુજરાતીઓ ક્યારેય આવશે નહીં, હું દરેક મેકર્સને માન આપું છું એ લોકો પોત પોતાના વિચાર પ્રમાણે બેસ્ટ મુવી બનાવવાની જ કોશિસ કરી હશે, પણ મને એવું લાગે છે કે અમુક સારા પ્રોડ્યુસરની સાથે બીજા જે નવા પ્રોડ્યુસર આવી ગયાં  કે જે લોકોને ઈન્ડસ્ટ્રીમાં આવવું જ હતું. પણ એ લોકોને કોઈ જાણકારી હતી નહીં પણ આગળ કહ્યું એમ સેકન્ડ કે થર્ડ આસીસ્ટન્ટ એમની પાસે પહોંચી ગયાં, હું યંગ રાઈટર કે ડેરેક્ટરની બિલકુલ ખિલાફ નથી. પણ લક ઓફ એક્સપિરિયન્સની વાત કરુ છું. હું નેક્સ્ટ જનરેશનમાં બિલિવ કરૂ છું, પણ નેક્સ્ટ જનરેશનના એક્સપિરિયન્સના અભાવે જો કાચુ જ કાપવાનું હોય તો એણે તો આખી ઈન્ડસ્ટ્રીના જડમૂળ કાપ્યાં. આમાં વાંક ફક્ત એ ડિરેક્ટરનો નથી. પણ એટલો જ વાંક એ પ્રોડ્યુસરોનો પણ છે કે એને ખબર જ નથી કે આપણે કોની પાસે મુવી ડિરેક્ટ કરાવીએ છીએ?તમે માર્કેટમાં કોઈ વસ્તુ લેવા જાઓ તો પણ બ્રાન્ડ માંગો છો.દુકાનદાર જે આપે તે થોડા લઈ આવો છો? તો એ પ્રોડ્યુસરનો એટલો જ વાંક છે. એ લોકો વન ટાઈમ મેકર બની ગયાં અને બે ત્રણ કરોડ તોડી ગયાં. અને આને કારણે એટલી બધી મુવી બનવા લાગી કે ટેકનિશિયનોનો પણ અભાવ થઈ ગયો. અને એમના પણ બજેટ વધી ગયાં. એમાં એવા પણ લોકો આવી ગયાં હશે જેમને નોલેજ નથી એ લોકો પણ બહેતી ગંગામાં હાથ ધોવા માટે આવી ગયાં. એના કારણે ફિલ્મોના બજેટ પણ વધી ગયાં. અને મુવી જો કોમર્શિયલી સક્સેસ ના જાય તો પૈસા રીકવર કરવા મુશ્કેલ બની જાય છે. કેટલાક પ્રોડ્યુસર અને ડાયરેક્ટરો છે જેમણે બજેટમાં સારી મુવી બનાવવી, સારૂ માર્કેટિંગ કરવું, અને સારી રીતે મુવી રિલીઝ કરવાનું નોલેજ ઘરાવે છે, પણ આવા બીજા કેટલા પ્રોડ્યુસરો?એટલે શું થાય છે કે જે પૈસા ઈન્ડસ્ટ્રીમાં આવી રહ્યાં છેજેને વ્યવસ્થિત રીતે વાપરી ઈન્ડસ્ટ્રીને ગ્રો કરવાની હતી એના બદલે એ જ પૈસા વેસ્ટ થઈ ગયાં. એના રીસ્કની અંદર અત્યારે જે ફિલ્મોનું ઓડિયન્સ છે તેની સાથે પણ મસ્તી જ થઈ રહી છે, અને આ ઓડિયન્સને લાવવા માટે જે પ્રોડ્યુસર સારી ફિલ્મ બનાવશે એને તો રિતસર જેહાદ જ કરવો પડશે. 
 
ઘણા લોકો એવું કહે છે કે પ્રોડ્યુસરો પોતાના ખર્ચે થિયેટરમાં ઓડિયન્સ ભરે છે તો એ વિશે તેમણે કહ્યું કે હું તો માનું છું પબ્લિકને ભેગી કરો, ઘણા લોકો એના ખિલાફ છે. પણ હું તો બિલિવ કરુ છું. પહેલા કેટલાંક શો ફ્રી રાખો અને જો મુવી સારી હશે તો એની માઉથ પબ્લિસીટીથી મુવીને બુકિંગ પણ મળશે. એ તમારી સાચી પબ્લિસીટી. પણ લોકો એમ કે કે શું કામ ફ્રી ટિકીટ આપીને બોક્સ ઓફિસ દેખાડો છો? આઈ ડોન્ટ એગ્રી ટુ ધેટ. એક પ્રોડ્યુસર જ્યારે એક વસ્તુ પ્રોડ્યુસ કરે છે ત્યારે એ વસ્તુને વેચવા માટે એને જે કરવું પડે એ કરવાનો હક છે અને એસ લોન્ગ એઝ ઈટ ઈઝ લીગલ, કારણ કે વી આર ઈન અ ઈન્ડસ્ટ્રીઝ વેર ઈટ નીડ્સ ધ પુશ એન્ડ પુલ પીપલ. જો તમે લોકોને ભેગા નહીં કરી શકો તો તમે દેખાડશો કેવી રીતે કે ભાઈ મારી પાસે સોનું છે.
 
આગળ તેઓ વધુમાં જણાવે છે કે હવે પ્રોડયુસરે વધુ સજાગ રહેવું પડશે. પ્રોડ્યુસરની જવાબદારી છે. તે હવે ખૂબ ચૂઝી છે. કોની સાથે ફિલ્મ બનાવવવી છે. કઈ ટાઈપની ફિલ્મ બનાવવી છે. નો ડાઉટ બધાને બિઝનેસ કરવાની છૂટ છે. ભઈ ચાલો એક ચાલ્યુ તો બધા એ ટાઈપની ફિલ્મ બનાવવા લાગ્યાં, એ તો હિન્દીમાં પણ છે. 100 મુવીમાં બે કે ત્રણ જ મોટી ફિલ્મો રેકોર્ડ બ્રેકિંગ હોય છે. બાકીની નાની હોય છે અને એમાં પણ નુકસાન થાય છે એનું કમ્પેરિઝન આપણે શુ કામ કરવાનું. એક બીજુ તમે ફિલ્મ કરીને તમારી પાસે થિયેટરની ડેટ નથી. બધાને રિલીઝનો હક છે. બધાને તાત્કાલિક રીલિઝનો હક છે. પણ જો ફિલ્મો જ એટલી બધી હોય કે બઘાને પ્રોપર એક એક રિલિઝ મળતું હોય. અને ફિલ્મના પ્રો઼ડ્યુસરો પણ યોગ્ય જગ્યાએ પૈસા રોકે, પણ પ્રોડ્યુસરની જવાબદારી છે કે તમે જે પણ ડાયરેક્ટર સાથે કામ કરો, એને વેરીફાઈ કરો કે આ વ્યક્તિ ફિલ્મ કરી શકશે? નહીં કરી શકે? એ પછી તમે કોઈ જુના માંથી કે તો કે નવા માંથી લો ચોઈસ તમારી છે. ડાયરેક્ટરની રિસ્પોન્સીબિલીટી ત્યારે આવે જ્યારે તેને સુકાન સોંપવામાં આવે. દરેક પ્રોડ્યુસર એની ટીમમાં એક ક્રિએટિવ હેડ રાખવો જોઈએ. તે તમને સારી રીતે ગાઈડ કરી શકે અને એના ફિક્સ સેલેરીની જગ્યાએ વિધાઉટ ઈન્વેસ્ટમેન્ટ પ્રોફિટ શરિંગમાં રાખશો તો એ વધારે સારૂ પ્રોડ્યુસર માટે છે. ઈન્ડસ્ટ્રીનો નોલેજેબલ માણસતો  તમારી સાથે લેવો તો પડશે ને. ઓળખાણ છોડીને પ્રોફેશ્નલ પ્રોડક્શનની વાત થવી જોઈએ. હું એવું સમજુ છું. કે સારી ફિલ્મ બનાવવી, સારી સિરિયલ બનાવવી, સારૂ કંઈ પણ બનાવવું છે એ કામ પ્રોડ્યુસરનું છે. બીજા કોઈનું નથી. પ્રોડ્યુસર ઈઝ ધ પર્સન હુ સિલેક્ટ ધ ટીમ. જો પ્રોડ્યુસરને જ ખબરના હોય કે મારે કઈ ટીમ સિલેક્ટ કરવાની છે? પ્રોડ્યુસર એ નથી જે કોથળા ભરીને પૈસા લઈને આવે, એતો ફાઈનાન્સર થયા પ્રોડ્યુસર નહીં.