મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 7 જાન્યુઆરી 2020 (18:30 IST)

નેહા પેંડસેના પતિના બે વાર થયા છે છુટાછેડા, 2 બાળકોનો છે પિતા

ટીવી અભિનેત્રી નેહા  પેંડસે લગ્નના બંધનમાં બંધાય  ચુકી છે. અભિનેત્રીની લગ્નની તસ્વીરો સોશિયલ મીડિયા પર હજુ સુધી વાયરલ થઈ રહી છે અને તેના ફેન્સ પણ ખૂબ ખુશ છે 
 

નેહા પેંડસે પોતાના  લુક સાથે બોલ્ડનેસને કારણે પણ ચર્ચામાં રહે છે. એક ઈંટરવ્યુમાં તાજેતરમાં નેહાએ પોતાના પતિ શાર્દુલ સિંહ વ્યાસ વિશે ખુલ્લા દિલથી વાત કરી 
નેહાએ જણાવ્યુ કે લગ્ન પહેલા તેના 2/3 રિલેશનશિપ્સ રહ્યા છે. આ બધા રિલેશનશિપ શાર્દૂલ વ્યાસને મળતા પહેલા થયા હતા. 
શાર્દુલ વ્યાસના નેહા સાથે આ ત્રીજા લગ્ન છે અને તેની બે પુત્રીઓ પણ છે. નેહાને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યુ તો તેણે કહ્યુ મને ખબર છે. 
નેહાએ કહ્યુ - મે પહેલા પણ કહ્યુ છે કે શાર્દુલ વિશે મને બધુ જ ખબર છે કે તેના આ ત્રીજા લગ્ન છે અને તેની બે વ્હાલી દીકરીઓ પણ છે. 
 
નેહાએ કહ્યુ મને લાગે છે કે શાર્દુલે જો મારી સાથે લગ્ન કરતા પહેલા બે વાર લગ્ન કર્યા છે તો તેનાથી જીવન બદલાય નથી જતુ. શાર્દુલે બધુ જ સંતુલિત કર્યુ છે. 
લગ્નમાં નેહાએ પેસ્ટલ પિંક કલરની નઉવારી સાડી પહેરી હતી. ટ્રેડિશનલ નોજ રિંગ, ચંદ્રાકાર ટિકલી (મરાઠી સ્ટાઈલ બિંદી) લીલી બંગડીઓ અને વાળમાં ગજરા સાથે તે દુલ્હન લુકમાં સુંદર લાગી રહી હતી. 
નેહા પેંડસેના લગ્ન પુણેમાં નિકટના સગા અને મિત્રો વચ્ચે થયા હતા. જો કે પાછળથી તસ્વીરો સામે આવતા જ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ હતી.