ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : બુધવાર, 7 જૂન 2023 (13:21 IST)

તારક મહેતાની બાવરીનો શોકિંગ ખુલાસો

monica bhadoriya
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' એવો એક શો છે જે દરેકને રોજ હસાવે છે. જો કે આ દિવસોમાં આ લોકપ્રિય ટીવી શો વિવાદોમાં ઘેરાયેલો છે. આ શોના કેટલાક ભૂતપૂર્વ કલાકારોએ તારક મહેતાના નિર્માતાઓ પર ઘણા આરોપો લગાવ્યા છે. જેનિફર મિસ્ત્રી બંસીવાલ પછી, મોનિકા ભદૌરિયાએ સેટ પર કામ કરતી વખતે જે યાતનાઓનો સામનો કરવો પડ્યો હતો તેના વિશે ખુલીને વાત કરી છે.  એક અહેવાલ મુજબ અભિનેત્રીએ હવે ખુલાસો કર્યો છે કે તેને 20 દિવસમાં વજન ઘટાડવા માટે કહેવામાં આવ્યું હતું. અભિનેત્રીએ જણાવ્યું કે સોહેલ રામાણીએ તેને ઓફિસમાં બોલાવી હતી. જો કે તે ઓફિસમાં નહોતા. એક એકાઉન્ટન્ટ હતો જેણે તેને કહ્યું કે તેનું વજન વધુ છે જેના લીધે તે પ્રેગ્નેન્ટ હોય તેવું લાગે છે. આ સાંભળીને હું ચોંકી ગઈ હતી. ત્યારપછી સોહેલ સર આવ્યા હતા અને મને ફક્ત 20 જ દિવસમાં વજન ઓછું ઘટાડવાનું અલ્ટીમેટમ આપ્યું હતું.

 
વજન ઘટાડવાના ચક્કરમાં પડી ગઈ બીમાર 
મોનિકા ભદોરિયાએ જણાવ્યુ કે તેણે ત્યારબાદ કહ્યુ કે તેમણે પ્રોફેશનની મદદ માટે પે કરવામાં આવે.  પણ અભિનેત્રીના મુજબ રમાનીએ આ વાતનો ઈનકાર કરી દીધો. તેમણે જ્યારે પોતે વજન ઓછુ કરવાનો પ્રયત્ન કર્યો અને બીમાર પડી ગઈ અને વિટામિનની કમી થઈ ગઈ. તારક મેહતાની પૂર્વ અભિનેત્રી મોનિકાએ જણાવ્યુ કે એ સમયે તેની હેલ્થ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને તેને ઈનેજ્ક્શન લેવા પડ્યા જે ખૂબ જ દર્દનાક હતા. 20 દિવસ પછી અભિનેત્રીએ તેમને ફોન કર્યો. તેનો એક પણ ફોન રિસીવ ન કરવામાં આવ્યો. મોનિકા ભદોરિયાનો દાવો છે કે આ બધુ તેને ટોર્ચર કરવા માટે કરવામાં આવ્યુ હતુ. 

 
તારક મેહતા શો છોડનારાઓને થેરેપીની જરૂર 
મોનિકા આગળ કહે છે કે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા એટલો પોપુલર શો કે કોઈ તેને છોડવા નહી માંગે અને તેથી અભિનેત્રી મોટેભાગે ખુદને પુશ આપે છે. જો કે હેલ્થ સંબંધિત સમસ્યાઓથી ઘેરાવા લાગી અને તેને બી12 વિટામિનની કમી થઈ ગઈ. જેને કારણે તે સારી રીતે જોઈ શકતી નહોતી.  તે સેટ પર પણ બેહોશ થઈ જતી હતી. ત્યારે ડોક્ટરે તેને હોસ્પિટલમાં દાખલ થઈને સારવાર કરાવવાનુ કહ્યુ.