1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 11 માર્ચ 2022 (11:46 IST)

The Kapil Sharma Show: હવે કપિલ શર્મા શો માં ક્યારેય નહી જોવા મળે નવજોત સિંહ સિદ્ધુ, આ છે મુખ્ય કારણ

kapil sharma show
નવજોત સિંહ સિદ્ધૂ  (Navjot Singh Siddhu) ને દરેક જગ્યાથી હાર મળી છે. એક બાજુ ઈલેક્શનના પરિણામ આવી ગયા છે અને બીજી બાજુ દ કપિલ શર્મા શોના પરિણામ અનાઉંસ થયુ છે. હવે ન તો પંજાબના સીએમની ખુરશી જ સિદ્ધૂને મળી શકે અને  ન કપિલ શર્મા શોની ખુરશી. ફિલ્મમેકર અશોક પંડિતએ ટ્વીટ કરીને આ સાફ કરી નાખ્યુ છે કે નવજોત સિંહ સિદ્ધૂ ઈચ્છે તો પણ 'ધ કપિલ શર્મા શો'માં કમબેક નથી કરી શકતો. 
 
આ સંબંધમાં એક ટ્વિટમાં તેણે લખ્યું કે, 'જે પણ લોકો નવજોત સિંહ સિદ્ધુ ધ કપિલ શર્મા શોના વાપસીને લઈને ચિંતિત છે. ચાલો હું તેમને કહું કે Federation Of Western India Cine Employees પાકિસ્તાનને સમર્થન આપવા બદલ નવજોત સિંહ સિદ્ધુ સામે અસહયોગ જાહેર કર્યો છે અને તેનો સ્પષ્ટ અર્થ છે કે તે ‘ધ કપિલ શર્મા શો’ નહીં કરે.