શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2019-20
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 5 જુલાઈ 2019 (12:59 IST)

Modi Budget 2.0: પેશન યોજનાનો આ રીતે લાભ મેળવશે નાના દુકાનદાર, આ છે પ્રોસેસ

લોકસભા ચૂંટણી દરમિયાન પીએમ મોદીના એક સપનાને નાણાકીય મંત્રીએ અમલમાં લાવવાનુ એલાન કરી દીધુ છે. નાણાકીય મંત્રીએ એલાન કર્યુ કે છુટક વેપારીઓને  પેશન આપવામાં આવશે.  સાથે જ માત્ર 59 મિનિટમાં બધી દુકાનદારોને લોન આપવાની યોજના છે. આ લાભ 3 કરોડથી વધુ છુટક વેપારીઓએન મળી શકશે.   નાણાકીય મંત્રીએ કહ્યુ કે અમારી સરકાર આ સાથે જ દરેકને ઘર આપવાની યોજના પર પણ આગળ વધી રહી છે. નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણએ બજેટમાં નાના દુકાનદારો માટે પેશન યોજનાનુ એલાન કર્યુ છે. જેના હેઠળ 3 કરોડને પેશન મળશે.  જો કે આ પેશન યોજનાનો લાભ એ દુકાનદારોને જ મળશે જ એમનુ વાર્ષિક ટર્ન ઓવર 1.5 લાખ રૂપિયા છે. 
 
60 વર્ષ પછી મળશે પેંશન 
 
આ પેશન યોજના હેઠળ છુટક વેપારી અને દુકાનદારો અને સ્વરોજગાર કરનારા લોકોને 60 વર્ષની વ્ય પછી ન્યૂનતમ 3000 રૂપિયા માસિક પેશન મળી શકે છે.  પીએમ મોદીની અધ્યક્ષતામાં થયેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ચૂંટણી ઘોષણાપત્રના આ વચનને પુર્ણ કરવાનો નિર્ણય કર્યો છે. 
 
નોંધણી કરવી પડશે 
 
18થી 40 વર્ષની વચ્ચેના વયના લોકોને આ યોજનનઓ લાભ મળશે. પેશન યોજનામાં સામેલ થનારા લોકો દેશભરમાં ફેલાયેલા 3.25 લાખ સેવા કેન્દ્રો પર નોંધણી કરાવી શકે છે.  પોતાના પ્રથમ બજેટમાં નાણામંત્રી સીતારમણે કહ્યુ કે અમારી સરકારના કાર્યકાળમાં  MSME માટે 350 કરોડની વહેંચ્ણી કરવામાં આવી. સાથે જ નાના વેપારીઓ માટે 59 મિનિટમાં લોનની વ્યવસ્થા શરૂ કરી.