સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. કામની વાત
Written By
Last Modified: મંગળવાર, 26 ડિસેમ્બર 2023 (18:22 IST)

દસ વર્ષ જુનુ આધાર કાર્ડ 14 માર્ચ 2024 સુધી કરાવી શકશો અપડેટ

જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે અથવા તમે છેલ્લા 10 વર્ષમાં એકવાર પણ આધાર અપડેટ નથી કરાવ્યું તો તમારા માટે મોટા સમાચાર છે. આજે એટલે કે 14મી ડિસેમ્બર મફતમાં આધાર અપડેટ કરવાની છેલ્લી તક હતી પરંતુ સરકારે તેને ત્રણ મહિના વધારી દીધી છે.
 
UIDAIએ તેના એક નોટિફિકેશનમાં કહ્યું છે કે છેલ્લા કેટલાક મહિનામાં આધાર અપડેટમાં ઘણો વધારો થયો છે, જેને ધ્યાનમાં રાખીને અમે ફ્રી આધાર અપડેટની તારીખ પણ લંબાવી છે. હવે આધારને આગામી ત્રણ મહિના એટલે કે 14.03.2024 સુધી મફતમાં અપડેટ કરી શકાશે. હવે આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 માર્ચ 2024 નક્કી કરવામાં આવી છે. ચાલો જાણીએ કેવી રીતે કરશો અપડેટ 
 
આધાર અપડેટ માટે, તમારે બે મહત્વપૂર્ણ દસ્તાવેજોની જરૂર પડશે. પહેલું ઓળખપત્ર અને બીજું એડ્રેસ પ્રૂફ. સામાન્ય રીતે, આધાર અપડેટ માટે આધાર કેન્દ્ર પર 50 રૂપિયાની ફી લેવામાં આવે છે, પરંતુ UIDAI અનુસાર, આ સેવા 14 માર્ચ 2024 સુધી મફત છે. તમે ઓળખના પુરાવા તરીકે મતદાર કાર્ડ આપી શકો છો.
 
મોબાઈલ કે લેપટોપથી UIDAIની વેબસાઈટ પર જાઓ. આ પછી અપડેટ આધારના વિકલ્પ પર ક્લિક કરો. હવે આધાર નંબર દાખલ કરીને OTP દ્વારા લોગિન કરો.
 
આ પછી ડોક્યુમેન્ટ અપડેટ પર ક્લિક કરો અને વેરિફાઈ કરો. હવે નીચે આપેલ ડ્રોપ લિસ્ટમાંથી ઓળખ કાર્ડ અને સરનામાના પુરાવાની સ્કેન કરેલી નકલ અપલોડ કરો.
 
હવે સબમિટ પર ક્લિક કરો. આ પછી તમને એક રિકવેસ્ટ નંબર મળશે અને ફોર્મ સબમિટ કરવામાં આવશે. તમે રિકવેસ્ટ નંબર પરથી અપડેટનું સ્ટેટસ પણ ચેક કરી શકશો. થોડા દિવસો પછી તમારું આધાર અપડેટ થઈ જશે.