શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated : શનિવાર, 28 જાન્યુઆરી 2017 (16:21 IST)

યૂપી ચૂંટણી-બીજેપીનુ ઘોષણાપત્ર રજુ - ત્રિપલ તલાક અને મંદિર પર પણ બોલ્યા અમિત શાહ

- બીજીપીએ સંકલ્પ પત્રના નામથી રજુ કર્યુ ઉત્તર પ્રદેશ માટે ઘોષણાપત્ર 
- સંવિધાનના નિયમો હેઠળ રામ મંદિરનુ નિર્માણ કરવાનો પ્રયાસ ચાલુ રહેશે 
- ત્રણ તલાક પર પ્રદેશની મહિલાઓના વિચાર જાણવામાં આવશે 
- ગરીબના ઘરમા પુત્રીના જન્મ પર 5000 રૂપ્યાની મદદ આપવામાં આવશે. વિધવા પેંશન માટે વયની સીમા ખતમ કરીશુ - બીજેપી ઘોષણાપત્ર 
- દરેક જીલ્લામાં મહિલા પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે - અમિત શાહ 
- સ્ત્રીઓની 3 નવી પોલીસ બટાલિયન બનાવવામાં આવશે - બીજેપી ઘોષણાપત્ર 
- બુંદેલખંડના વિકાસ માટે બુંદેલખંડ વિકાસ બોર્ડની રચના કરવામાં આવશે
- પર્યટન સ્થળો માટે હેલીકોપ્ટર સેવા શરૂ કરવામાં આવશે. 
- લખનૌ અને નોએડા મેટ્રોનો વિસ્તાર કરવામાં આવશે. 







આગામી 5 વર્ષમાં દરેક ગામમાં 24 કલાક વીજળીની સુવિદ્યા, ગરીબોને પહેલા 100 યૂનિટ વીજળી 3 રૂપિયાના ભાવ પર - બીજેપી ચૂંટણી ઢંઢેરો 
- બીજેપીના ઘોષણાપત્રમાં બધી કોલેજોમાં મફત વાઈ ફાઈની સુવિદ્યા, શિક્ષામંત્રીઓની સમસ્યા હલ કરવા, સ્નાતક સુધીની યુવતીઓ અને 12મા સુધીના યુવકોને માટે મફત શિક્ષા જેવા વચનોનુ એલાન 
- બીજેપીની તરફથી લેપટો કોઈ જાતિ ધર્મના ભેદભાવ વગર આપવામાં આવશે. સાથે 1 જીબી ડેટા મફત આપવામાં આવશે - અમિત શાહ 
- જમીન માફિયાઓ વિરુદ્ધ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવશે 
- આખા પ્રદેશમાં 100 નંબર પર ડાયલ કરવાના 15 મિનિટની અંદર પોલીસના આવવાની ગેરંટી રહેશે. 
- ધાર્મિક તનાવને કારણે કોઈનુ પલાયન ન થાય એ માટે ઉપાય કરવામાં આવશે - અમિત શાહ 
- યૂપીમાં પશુઓની હત્યા બંધ થશે - અમિત શાહ 
- ડેયરી ખેડૂતોની મદદ આપવામાં આવશે. યૂપીમાં ફરીથી દૂધ-દહીની નદીઓ વહે એ માટે લોકોને પ્રોત્સાહન આપવામાં આવશે-બીજેપી ઘોષણાપત્ર 
- યૂપીમાં ખેડૂતોને વ્યાજ વગર લોન આપવામાં આવશે. જમીન વગરના ખેડૂતોને 2 લાખનો વીમો આપવામાં આવશે. અનાજની સમગ્ર પાક સરકાર ન્યૂનતમ સમર્થન મૂલ્ય પર ખરીદશે - બીજેપી ઘોષણાપત્ર 
-  યુપીમાં ખેડૂતોની મદદ માટે નાના ખેડૂતોનુ ઋણ માફ કરવામાં આવશે 
- બીજેપીના ઘોષણાપત્ર 9 મુદ્દા પર આધારિત છે - અમિત શાહ 
- નોટબંધી દ્વારા મોદીજીએ કાળાનાણા પર જે પ્રહાર કર્યો છે તેને કારણે જનતા અમારી સાથે છે - અમિત શાહ 
- યૂપીની જનતા શુ ઈચ્છે છે તેને જાણવાનો અમે પ્રયાસ કર્યો. અનેક સ્ત્રોતથી લોકોના વિચાર જાણ્યા - અમિત શાહ