મુલાયમ સિંહ યાદવ ગેરહાજરીમા અખિલેશ યાદવે સમાજવાદી પાર્ટીના ઘોષણાપત્ર રિલીઝ કર્યો

રવિવાર, 22 જાન્યુઆરી 2017 (16:58 IST)

Widgets Magazine


ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન અખિલેશ યાદવે રાજ્યમાં વિધાનસભાની આગામી ચૂંટણી માટે એમની સમાજવાદી પાર્ટીના ઘોષણાપત્રને આજે અહીં રિલીઝ કર્યો હતો. આ પ્રસંગે મંચ પર અખિલેશના પત્ની ડિમ્પલ હાજર હતાં, પણ પિતા અને પાર્ટીના સ્થાપક પ્રમુખ મુલાયમ સિંહ યાદવ ગેરહાજર હતા. અખિલેશે રાજ્યની પ્રજા માટે કર્યા છે.

ચૂંટણીઢંઢેરામાં સ્માર્ટફોનથી લઇને મહિલાઓ માટે પ્રેશર કૂકર આપવાનું વચન સામેલ છે. આ સિવાય એકદમ ગરીબ લોકોને મફત ઘઉં-ચોખા અને એક કરોડ લોકોને 1000 રૂપિયાના માસિક પેન્શનની વાત પણ કરી છે.
 
સાથો સાથ લેપટોપ, કન્યા વિદ્યા ધન, પૂર્વાંચલ એક્સપ્રેસ વે, સમાજવાદી પેન્શન, 100, 102, 108 જેવી જૂની યોજનાઓને વધુ મજબૂતીથી ચલાવાનું વચન આપ્યું છે. ગરીબ બાળકો માટે મોટો વાયદો કરતાં અખિલેશે જાહેરાત કરી છે કે સરકાર બનવા પર કુપોષણથી પીડાતા બાળકો માટે દર મહિને એક કિલોગ્રામ ઘી અને એક ડબ્બો દૂધ પાઉડર આપશે. અખિલેશે કહ્યું કે ચૂંટણી ઢંઢેરા સિવાય સપાના તમામ ધારાસભ્ય પોતાના વિધાનસભા ક્ષેત્રના વિકાસનો રોડ મેપ પમ અલગથી બનાવશે.
 
ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવનાર વ્યવસ્થા ઘડવામાં આવશે. એક કરોડ લોકોને દર મહિને પેન્શન રૂપે 1000 રૂપિયા આપવામાં આવશે.  કિસાનોના લાભાર્થે સમાજવાદી કિસાન કોષ બનાવવામાં આવશે. ગરીબ મહિલાઓને પ્રેશર કૂકર આપવામાં આવશે. અત્યંત ગરીબ લોકોને મફતમાં ઘઉં, ચોખા આપવામાં આવશે.  વરિષ્ઠ નાગરિકો માટે ઓલ્ડ એજ હોમ્સ બનાવવામાં આવશે. આગરા, મેરઠ, કાનપુર, વારાણસીમાં મેટ્રો રેલવેનો આરંભ કરાશે. વાર્ષિક દોઢ લાખથી ઓછી આવકવાળાઓને મફતમાં ઈલાજ કરવામાં આવશે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
અખિલેશ યાદવ સમાજવાદી પાર્ટી ચૂંટણીઢંઢેરા ઘોષણાપત્ર Gujarat Samachar Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

આંધ્ર પ્રદેશ - હીરાખંડ એક્સપ્રેસના સાત ડબ્બા પાટા પરથી ખડી પડતાં 32નાં મોત

આંધ્ર પ્રદેશના વિઝિયાનગરમ જિલ્લાના કુનેરુ સ્ટેશન નજીક ગઈ કાલે રાતે લગભગ 11.30 વાગ્યાના ...

news

ગુજરાતમાં નીકળી છે જોબ્સની વેકેન્સી, મળશે 43350 હજાર સેલેરી

ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસિટી કોર્પોરેશન (GSECL) દ્વારા લેબર વેલફેયર ઑફિસરના 4 પદો પર ભરતી ...

news

પાટીદાર યુવાનની ધરપકડ અંગે અલ્પેશ ઠાકોરે જાહેર કર્યો કાર્યક્રમ, 10,000 યુવાનો નીતિન પટેલને ફોન કરશે

સુરતમાં લઠ્ઠાકાંડ સર્જાયા બાદ હાર્દિક પટેલે સુરતમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો તેના બે ...

news

ખોડલધામમાં લાખો પાટીદારોએ કર્યુ રાષ્ટ્રગાન ગાતા ગીનિઝ બુકમાં નોંધાયો રેકોર્ડ

ખોડલધામમાં આજે ઇતિહાસ રચાવા જઇ રહ્યો છે. બાંગ્લાદેશમાં 2 લાખ 54 હજાર લોકોએ પોતાનું ...

Widgets Magazine