શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 27 ફેબ્રુઆરી 2017 (08:26 IST)

યૂપી ચૂંટણી LIVE: - અયોધ્યા અને અમેઠી સહિત 51 સીટો પર મતદાન શરૂ

અયોધ્યાને કારણે બીજેપી અને અમેઠીને કારણે કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ ઉત્તર પ્રદેશ રાજ્ય વિધાનસભા ચૂંટણીના પાંચમા ચરણમાં આજે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાને કારણે 11 જીલ્લાની 51 સીટ પર વોટિંગ શરૂ થઈ ગયુ છે. આ ચરણમાં સમાજવાદી પાર્ટી(સપા)-કોંગ્રેસ ગઠબંધનનો વિશેષ રૂપે લિટમસ ટેસ્ટ થશે કારણ કે આ ચરણમાં જે સીટો પર મતદાન થવાનુ છે તેમા લગભગ 80 ટકા આ દળો પર કબજો છે.   
      
તેમા કોંગ્રેસના ગઢ અમેઠી સહિત સુલતાનપુર, ફૈજાબાદ, આંબેડકરનગર અને બહરાઈચમાં પણ મતદાન થવાનુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ચરણમાં બસ્ર્તી, બહરાઈચ અને ગોંડા સહિત ત્રણ જનસભાઓને સંબોધિત કરી. અન્ય રાજનીતિક દળોના નેતાઓએ પણ પ્રચારમાં કોઈ કસર નથી છોડી. આંબેડકરનગર જીલ્લાના અલાપુર સીટ પરથી બસપા ઉમેદવારનુ મૃત્યુ થઈ જવાથી ચૂંટણી રદ્દ કરવામાં આવી છે. હવે ત્યા આગામી નવ માર્ચના રોજ મતદાન થશે. 
 
ગઠબંધન ઉમેદવાર સામ-સામે 
 
સપા-કોંગ્રેસ ગઠબંધનના ઉમેદવાર અમેઠી અને ગૌરીગંજ વિધાનસભા સીટો પર સામ-સામે હોવાથી બંને પાર્ટીયો દુવિદ્યામાં છે. કોંગ્રેએ 11 જીલ્લામંથી સાત જીલ્લામાં કોઈ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા નથી. જેમા ફૈજાબાદ, આંબેડકરનગર, શ્રાવસ્તી, સિદ્ધાર્થનગર, સંતકબીરનગર, બસ્તી અને બહરાઈચ સામેલ છે. 
 
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, બહુજન સમાજ પાર્ટી(બસપા) અધ્યક્ષ માયાવતી, બીજેપે અધ્યક્ષ અમિત શાહ, સપા અધ્યક્ષ અને પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને અનેક કેન્દ્રીય મંત્રીઓએ પોતાની પાર્ટીના ઉમેદવારોના પક્ષમાં અનેક જનસભાઓને સંબોધિત કરી.