ગુજરાતી વાનગી - તલ અને સુકામેવાની ચિક્કી

P.R
સામગ્રી - 200 ગ્રામ સેકેલી અને દરદરી વાટેલી તલ, 100 ગ્રામ કતરેલી બદામ, 100 ગ્રામ પિસ્તા કતરેલા, 100 ગ્રામ કિશમિશ, 100 ગ્રામ ચારોળી, 100 ગ્રામ અખરોટ, અધકચરા વાટેલા, 50 ગ્રામ કોપરું, 300 ગ્રામ ખાંડ, 100 ગ્રામ ગોળ, 1 એક ચપટી સાઈટ્રિક એસિડ.

વેબ દુનિયા|
આવી રીતે બનાવો - કડાહીમાં ખાંડ અને ગોળ મિક્સ કરો પાણી નાખો. પાણી એટલુ નાખો કે ખાંડ અને ગોળ બંને સારી રીતે ડૂબી જાય. તેની દોઢ તારની ચાસણી તૈયાર કરો. તેમા એક ચપટી સાઈટ્રિક એસિડ નાખીને ગેસ બંધ કરી દો. આ ચાસણીમાં ઉપરોક્ત બધા મેવા અને તલ નાખો અને તેમા સારી રીતે મિક્સ કરો. એક સમતલ સ્થાન પર પ્લાસ્ટિક સીટ પર મિશ્રણ જલ્દી પલટાવી દો. ઉપર બીજી એક પ્લાસ્ટિક સીટ મુકીને વેલણથી પાતળી વણી લો. ઉપરની સીટ હટાવીને ચપ્પુ વડે ચોરસ ચીક્કી કાપી લો.


આ પણ વાંચો :