સમગ્ર ભારતમાં એકમાત્ર પતંગ મ્યુઝિયમ અમદાવાદમાં છે

Widgets Magazine

P.R


ભારતમાં બે ચીની ભાઇઓએ આવીને પતંગની શરૃઆત કરી હોવાનું ઇતિહાસ કહે છે. તો બીજી તરફ જયપુરમાં ૧૬મી સદીમાં પતંગનો ઉલ્લેખ કરાયો છે. અંગ્રેજો અને રાજારજવાડાંઓ સંદેશવાહક તરીકે પતંગનો ઉપયોગ કરતાં હતાં. કબૂતરના સંદેશવાહક તરીકેના ઉપયોગ બાદ પતંગ આવ્યા. પછી મલ્ટિનેશનલ કંપનીઓ આવી અને પતંગ બન્યા ટંકશાળ પાડવાનું પર્વ.

પતંગનાં અનેક નામ દુનિયાભરમાં પ્રખ્યાત છે. પતંગ જુદા જુદા નામે બજારમાં વેચાય છે. આકાર, કદ અને દેખાવ મુજબ પતંગનાં નામ દેશ અને દુનિયામાં જાણીતાં છે. પતંગ ખાસ કરીને સંસ્કૃત શબ્દ પરથી આવ્યો છે. ગુજરાતમાં દરેક પતંગ તેના રંગ, આકાર અને કદ પ્રમાણે ઓળખાય છે.
P.R

સમગ્ર વિશ્વમાં ભારતમાં કાઇટ ફેસ્ટિવલ ધામધૂમથી ઉજવાય છે ત્યારે પતંગચાહકોનું એસોસિયેશન અમેરિકામાં છે. અમેરિકાના પતંગરસિયાઓના એસોસિયેશનમાં સૌથી વધારે ૫૦૦ સભ્ય છે, જોકે ભારતમાં અમેરિકાથી કેટલાક પતંગરસિયા પતંગ ચડાવવા આવે છે.

પતંગની કમાનમાં વપરાતી સળીઓ સ્મશાનમાં આવતી નનામીની રિસાઈકલ છે. આધારભૂત વર્તુળો પ્રમાણે વડોદરાના સ્મશાનમાં આવતી તમામ નનામીઓના વાંસ એ જ સ્થળે કાઢી લેવામાં આવે છે. ત્યાર બાદ એ વાંસની સળીઓ બનાવીને પતંગની કમાનમાં વાપરવામાં આવે છે. રિસાઈકલ થયેલી આ સળીઓ બજારમાં મળતી સળીઓ કરતાં ૭૦ ટકા સસ્તી પડે છે. મૃતદેહ માટે વપરાયેલી વસ્તુનો ખર્ચ પહેલેથી જ થયેલ હોય છે. માટે તેને નજીવી કિંમતે વેચવામાં આવે છે. એક તબક્કે જગ્યા શોધવાની ઝંઝટમાં પડયા વગર કારીગરો સ્મશાનની જગ્યામાં જ સળીઓ તોડીને બનાવવાનું કામ કરાવવા લાગ્યા છે. તેના પગલે હવે પતંગ બનાવનારાઓ પણ ત્યાં હાજર થઈ ગયા છે.

પૂરા દેશમાં પતંગનું મ્યુઝિયમ બન્યું હોય તેવું એકમાત્ર પહેલું ગુજરાત છે. ૧૯૮૬માં પાલડી ખાતે ભાનુ શાહ દ્વારા આ મ્યુઝિયમ બનાવાયું છે, જેમાં ભારતના સમગ્ર વિસ્તારના વિવિધ પતંગ પ્રદર્શિત કરાયા છે.
P.R

હાલમાં પતંગરસિયાઓ કાગળના બદલે સૌથી વધારે નાયલોન, પોલિયેસ્ટર, ફાઇબર ગ્લાસ અને કાર્બન રોડના બનાવેલા પતંગ ખરીદી રહ્યા છે, કારણ કે આ પતંગ વધારે મજબૂત, ટકાઉ અને રંગબેરંગી દેખાવ સાથે આકર્ષક બનાવાય છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ભારતમાં એકમાત્ર પતંગ મ્યુઝિયમ અમદાવાદ કાઈટ ફેસ્ટિવલ નનામીઓના વાંસમાંથી બનતી સળીઓ કમાન નાયલોન પોલિય્યેસ્ટર ફાઈબર ગ્લાસન પતંગ પતંગ મહોત્સવ ઉતરાયણ

તહેવારો

રામનવમી વિશેષઃ રામની જીવનદૃષ્ટિ અપનાવવી એ જ તેની સાચી પૂજા

મહર્ષિ વાલ્મીકિએ મહાકાવ્ય રામાયણની સૃષ્ટિ સર્જી એમાં રામચંદ્રનું મહત્વ અનોખું છે. જીવનમાં ...

'મિથુનનો માંજો' લેવા રાજકોટમાં લાઇનો લાગે છે

ઉત્સવપ્રેમી નગરજનો નવા વર્ષની વધામણી કરવાની સાથોસાથ હવે પતંગના પર્વ મકરસંક્રાંતિની ...

૭૩ વર્ષના વિઠ્ઠલકાકા ૩૦૦ જેટલા પતંગો ઉડાવશે અને ભારતનું પ્રતિનિધિત્વ કરશે

ગરિમથક સાપુતારા ખાતે આગામી તા.૮મી જાન્યુઆરીના રોજ ૨૬મો ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટીવલ યોજાશે. ...

...વાત માની લો, સાંતાક્લોઝ કદાચ ગુજરાતી જ હતો...

જે આપણા માટે દર વર્ષે ગિફ્ટ લઈ આવે છે! બાળકમાંથી મોટા થઈ ગયા પણ પેલા અદૃશ્ય નગરમાંથી આવતા ...

Widgets Magazine