1. ધર્મ
  2. તહેવારો
  3. ઉત્તરાયણ/મકરસંક્રાતિ
Written By
Last Modified: શનિવાર, 8 જાન્યુઆરી 2022 (00:23 IST)

Makar Sankranti 2022 : મકર સંક્રાંતિના દિવસે સૂર્યનુ રાશિ પરિવર્તન આ રાશિઓ માટે શુભ સાબિત થશે

નવા વર્ષમાં મકર સંક્રાતિના દિવસે સૂર્યદેવ પહેલીવાર રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. હાલ સૂર્ય ધનુ રાશિમાં છે. 14 જાન્યુઆરીના રોજ તે મકર રાશિમાં પ્રવેશ કરશે. આ દિવસે મકર સંક્રાતિનો તહેવાર ઉજવાશે. મકર શનિની રાશિ છે અને શનિને સૂર્યનો પુત્ર માનવામાં આવે છે. જ્યારે સૂર્ય મકર રાશિમાં આવે છે તો આ એક મહત્વપૂર્ણ ખગોળીય ઘટના માનવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટિથી પણ મકર સંક્રાંતિના દિવસને ખૂબ શુભ માનવામાં આવે છે. 
 
સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરતા જ ખરમાસ પણ સમાપ્ત થઈ જાય છે અને શુભ કાર્ય ફરીથી શરૂ થઈ જાય છે. જ્યોતિષના હિસાબથી જ્યારે કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે તો તેનુ અન્ય લોકોના જીવન પર પણ પ્રભાવ પડે છે. સૂર્યને ગ્રહોનો રાજા કહેવાય છે. કોઈપણ વ્યક્તિની કુંડળીમાં સૂર્યની મજબૂત સ્થિતિ નેતૃત્વ ક્ષમતા, માન પ્રતિષ્ઠા અને સમૃદ્ધિ પ્રદાન કરનારી માનવામા આવે છે. અહી જાણો આ વખતે સૂર્યનુ રાશિ પરિવર્તન કંઈ રાશિઓ માટે શુભ સાબિત થશે. 
 
 
વૃષભ રાશિ - વૃષભ રાશિના જાતકો માટે સૂર્યનુ રાશિ પરિવર્તન અનેક ખુશીઓ લઈને આવશે. કારણ કે તેનાથી તેમનુ ભાગ્ય પ્રબળ થશે. વૃષભ રાશિના જાતકો આ દરમિયાન જે પણ કાર્ય કરશે તેમની મહેનતનુ તેમને પુરૂ ફળ મળશે. સાથે જ ધાર્મિક કાર્યોમાં પણ રસ વધશે.  રોજ સૂર્ય નમસ્કાર કરવાથી સૂર્યદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે અને સમાજમાં તમારુ કદ અને પ્રતિષ્ઠા વધશે. 
 
સિંહ રાશિ - મકર રાશિમાં સૂર્યનુ ગોચર સિંહ રાશિવાળા માટે ખૂબ લાભકારી થઈ શકે છે. તેનાથી સિંહ રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે. માન સન્માનમાં વૃદ્ધિ થશે. જે કામમાં લાંબો સમય લાગે છે તેમા હવે સફળતા મળી શકે છે. ક્યાક ફસાયેલુ ધન પરત મળી શકે છે. આર્થિક સ્થિતિ સારી થવાની આશા છે. જે પણ મનોકામના છે તેને પુરી કરવાનો પ્રયાસ કરો. તમને આ દરમિયાન તમારી મહેનતનુ ફળ જરૂર પ્રાપ્ત થશે. 
 
વૃશ્ચિક રાશિ - વૃશ્ચિક રાશિના લોકો માટે પણ સૂર્યનુ રાશિ પરિવર્તન ખૂબ મંગલમય સાબિત થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં તમારા કાર્યની પ્રશંસા કરવામાં આવશે. તમારો પ્રોગેસ થવાના સંકેત છે.  તેનાથી તમને આર્થિક લાભ થશે. તમને બોલવાની કલાનુ ઈનામ હવે તમને પ્રાપ્ત થશે. આ ક્વાલિટીથી તમારા તમામ કાર્ય સિદ્ધ થશે. 
 
મકર રાશિ - શન્ની રાશિ છે. તેમા સૂર્યના પ્રવેશથી મકર રાશિના લોકોને ખૂબ લાભ થશે. માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. સરકારી નોકરીમાં છો તો પ્રમોશન મળી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી પ્રશંસા કરવામાં આવશે. અને કોઈ મોટા પદની પ્રાપ્તિ થઈ શકેછે. આર્થિક પક્ષ મજબૂત થવાની આશા છે.