Widgets Magazine
Widgets Magazine

પતંગનો આવો ઉપયોગ?... ના હોય! પતંગોનો ઈતિહાસ જાણો

Widgets Magazine


 
P.R


- અઢારમી સદીમાં પતંગનો ઉપયોગ ફોટોગ્રાફી કરવા પણ થયો છે.

- છઠ્ઠી સદીમાં ચીનના ગાઓ યેન્ગ નામના રાજાએ તો પતંગને લઈને અનેક પ્રયોગો કરેલા. રાજા મૃત્યુની સજા પામેલા ચોરને એક ઊંચાઈ પર લઈ જતો અને એક મોટો પતંગ બાંધી તે ચોરને તે ઊંચાઈ પરથી ધક્કો મારી દેતા. જો પતંગ સાથે ચોર ઊડે તો પ્રયોગ સફળ નહિતર ચોર બિચારો પછડાઈને મરી જતો. જોકે રાજાનો પહેલો પ્રયોગ નિષ્ફળ ગયો હતો.

- સોળમી સદીમાં એક ચોર પતંગના સહારે એક કિલ્લાની ટોચ પર લગાવેલી સોનાની માછલીઓ ચોરી ગયો હતો.

- 1984માં ચેકોસ્લોવેકિયાનો એક પંદર વર્ષનો છોકરો પતંગના અને હેન્ગગ્લાઇડરના વૈજ્ઞાનિક નિયમોનો અભ્યાસ કરીને સામ્યવાદી શાસનની કેદમાંથી નાસી છૂટ્યો હતો.

- ઈ.સ. 1749માં સ્કોટલેન્ડની ગ્લાસગો યુનિવર્સિટીના બે શિક્ષકો એલેક્ઝાન્ડર મિલ્સન્ટ અને ટોમસ મેલવિલેએ છ પતંગ એક દોરી પર ચગાવી સાથે થર્મોમીટર બાંધીને વાદળનું ઉષ્ણાતામાન નોંધવાની કોશિશ કરી હતી.

- 1907માં ગ્રેહામ બેલે 50 ફૂટ ઊંચો પતંગ સાત મિનિટ આકાશમાં ઉડાડીને હવામાન વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

- ઈ.સ. 1800ની સાલમાં ફ્રેન્કલીને આકાશમાં પતંગ ચડાવીને વાદળાંની વીજળીને દોરી વડે આકર્ષવાનો પ્રથમ પ્રયોગ કર્યો હતો. વિજ્ઞાનીઓએ બનાવેલી વીજળી અને વાદળોમાં પેદા થતી વીજળી વચ્ચેનો ભેદ જાણવા ફ્રેન્ક્લીને આ પ્રયોગ કર્યો હતો. ફ્રેન્કલીન ઘણા અંશે સફળ રહ્યો હતો.

- એવું કહેવાય છે કે શરૂઆતમાં યુદ્ધ વખતે કે કટોકટી દરમિયાન સંદેશા મોકલાવવા, બે સ્થળો વચ્ચેનું અંતર માપવા કે પવનની દિશા અને ઝડપ જાણવા પતંગનો ઉપયોગ થતો. કદાચ આ માટે જ શરૂઆતમાં પતંગની શોધ થઈ હશે.

- વૈજ્ઞાનિક સંશોધનમાં અને માણસને આકાશમાં ઉડાવવા પતંગનો ઉપયોગ થયો છે. એવું કહેવાય છે કે પશ્ર્ચિમના દેશોમાં અને ખાસ કરીને અમેરિકામાં જે વિશાળ કદના હેન્ગગ્લાઇડરો બન્યા છે તે પતંગની સુધારેલી આવૃત્તિ જ છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

તહેવારો

news

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવઃ વિશ્વ ૨૯ દેશનાં ૧૫૦ અને ૧૦ રાજ્યનાં ૨૨૮ પતંગબાજ ભાગ લેશે

દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ...

news

મકર સંક્રાતિ

મકર સંક્રાતિ હિંદૂ ધર્મનો પ્રમુખ તહેવાર છે. આ પર્વ પૂરા ભારતમાં કોઈ ના કોઈ રૂપમાં ઉજવે ...

news

પતંગ બજારમાં પણ મોદી, શાહરૂખ, રજનીકાંત છવાયા

મકરસંક્રાંતિને આડે આંગળીના વેઢે ગણી શકાય તેટલા દિવસો બાકી રહ્યા છે ત્‍યારે શહેરનાં ...

news

લોખંડના પાવડરવાળી-પ્લાસ્ટીકની પતંગની દોરી પર પ્રતિબંધ

ઉત્તરાયણ પર્વને આડે માંડ ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેર સહિત જિલ્લાભરમાં ...