શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. ઉત્તરાયણ/મકરસંક્રાતિ
Written By
Last Updated : મંગળવાર, 11 જાન્યુઆરી 2022 (16:18 IST)

ઉતરાયણ વિશે નિબંધ

સૌનો પ્રિયમાં પ્રિય તહેવાર એટલે ઉતરાયણ(મકરસંક્રાતિ)! પતંગોનો મહોત્સવ! પ્રતિ વર્ષ આપણે જાન્યુઆરીની ચૌદમી તારીખે ઉત્તરાયણનો તહેવાર ઉજવીએ છીએ , એની મજા લૂંટીએ છીએ. ખાસ કરીને આપણે ભૌગોલિક દ્ર્ષ્ટિએ જોવા જઈએ તો 22 મી ડિસેમ્બરથી જ સૂર્યઉતર દિશા તરફ ખસવા માંડે એટલે કે સૂર્યનું ઉત્તરાયણ 22 મી ડિસેમ્બરથી જ થાય છે. પરંતુ કોઈ જાણે કેમ આપણે વર્ષોથી 23 જેટલા દિવસ જવા દઈએ 14મી જાન્યુઆરીએ(પછી એ દિવસે વિક્રમ સંવતની તિથિ ગમે તે હોય! ઉત્તરાયણ છીએ.
 
આપણા દેશમાં રાષ્ટ્રીય, સામાજિક અને ધાર્મિક એમ ત્રણ પ્રકારના તહેવાર ઓ વર્ષ દરમિયાન ઉજવાય છે તેમાં ઉત્તરાયણને આપણે સામાજિક તહેવાર કહી એ શકીએ કેમ કે સમાજના નાના મોટા, આબાલવૃદ્ધ , સ્ત્રી અમે પુરૂષ , શ્રીમંત અને ગરીબ , હિંદુ અને મુસલમાન , ખ્રિસ્તી અને પારસી , જૈન અને શીખ, શેઠ અને નોકર તમનને માટે આ તહેવારનું પોતપોતાની રીતી આગવું મહ્ત્વ છે. કેટલાક લોકો આ પર્વને મકરસંક્રાતિ ના નામે ઓળખે છેૢ સૂર્ય મકરવૃત તરફ ગમન કરે છે સંક્રાંત થાય છે એ ઉપરથી આ નામ પડ્યું છે ગમે તેમ પણ આ તહેવારની અનોખી અદા છે.
 
 મકરસંક્રાંતિનો આ તહેવાર બધા રાજ્યોમાં અલગ-અલગ નામથી મનાવવામાં આવે છે. પંજાબ – હરિયાણા લોહરી, આસામમાં બિહુ, તમિલનાડુમાં પોંગલ તેમજ આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશમાં આ તહેવારને મકરસંક્રાંતિ અને ગુજરાતમાં તેને ઉત્તરાયણ તરીકે ઉજવવામાં આવે છે.
 
ઉત્તરાયણની પૂર્વ તૈયારીરૂપે કારીગરો વિવિધ પ્રકારની અને જુદા-જુદા કલરની પતંગ બનાવવાની શરૂઆત કરી દેતા હોય છે.  ઉતરાયણની આગલીરાતે તો સૂરત-વડોદરા-અમદાવાદ જેવા શેહેરોમાં આખી રાતનું " પતંગ બજાર" ભરાય છે. શોખીન લોકો તે રાત્રે જ એકાદ ડ્ઝન જેટલી પતંગો કિન્ના બાંધીને કયારે સૂર્યોદય થાય ને ક્યારે મેદાનમાં કે ધાબે -છાપરે જઈને એની રાહ જોવામાં પુરો ઉંઘતા ય નથી !ગૃહિણીઓ પણ આગલી રાત્રે તલ -સાંકળે કે તલના લાડુ બનાવી રાખે છે . સાથે બોર , જામફળ ને શેરડી તો ખરા જ ! કોઈ કોઈ તો ઉત્તરાયણની બપોરે ઉંધીયું ખાતા ખાતાં એ ....  કાઈ પો છે.... એ લપેટ લપેટની ગૂંજ સાથે ઉતરાયણ પર્વની શરૂઆત થઈ જાય છે. નાના બાળકો ઉતરાયણની આગલી રાત્રે જ પતંગને કિન્ના બાંધવાનું કામ કરી દેતા હોય છે. જેથી કરીને કિન્ના બાંધવામાં સમય બરબાદ ન થાય અને ઉતરાયણના દિવસે પતંગ ચગાવવાનો ભરપુર સમય મળી રહે.
 
રાતના અંધારામાં ઉત્તરાયણના લાગે છે જેમ કે આકાશમાં દિવાળી ઉજવી રહી છે. રાતના અંધારામાં આખું આકાશ ટુક્કલોથી ભરાઈ જાય છે. ઘણા લોકો ફટાકડા પણ ફોડે છે. 
 
ગુજરાતમાં લોકો સ્પીકર વગાડીને અગાશી પર ગરબા રમે છે. આ રીતે ઉત્તરાયણનો પર્વ દાનની સાથે શરૂઆત થઈ દિવાળીની જેમ પૂર્ણ થાય છે. 
 
 આમ ઉત્તરાયણનો દિવસ “ભીષ્મ દેહોત્સર્ગ” પર્વ તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસે દાન કરવાનો પણ અનેરો મહિમા રહેલો છે. માલિકો પોતાને ત્યાં કામ કરતા કામદારોને વસ્ત્ર, અન્ન અને ધન વગેરે સામગ્રીઓનું દાન કરતા હોય છે. તેના પછીના દિવસે પશુ, પક્ષીઓ ખાસ કરીને ગાયને યાદ કરવામાં આવે છે. ગાયને ઘઉં તેમજ બાજરીની ઘૂઘરી બનાવી ખવડાવવામાં આવે છે. ગરીબોને તલના લાડુમાં સિક્કા મૂકી ગુપ્ત દાન કરવાનો મહિમા પણ રહેલો છે. આ દિવસે નાની બાળાઓના હસ્તે પશુ પક્ષી તેમજ માછલીઓને ભોજન ખવડાવાય છે. ગુરૂજનો પણ આજના દિવસે જ પોતાના શિષ્યોને આશિષ આપે છે. આમ ઉતરાયણ એ માત્ર આનંદ નહીં પરંતુ પુણ્યનું ભાથું બાંધી લેવાનો અવસર પણ છે.