શનિવાર, 27 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. ઉત્તરાયણ
Written By વેબ દુનિયા|

ભેંસાણના લોકો મકરસંક્રાંતિમાં પતંગ ચગાવવાનાં બદલે સ્મશાનમાં સફાઇ અને લાકડા કાપવાનું કામ કરે છે

P.R
ઉત્તરાયણનો તહેવાર ઉજવવા માટે નાનાથી વૃદ્ધ સુધીના સૌ કોઇ મકર સંક્રાંતિને દિવસે આખો દિવસ અગાશી ઉપર ચડી રહે છે અને પતંગોત્સવ સંગીત, ડાન્સની મજા માણે છે તેવા સમયે ભેંસાણના વેપારી અને ખેડૂત યુવાનોએ આખો દિવસ સ્મશાનમાં રહીને સાફસફાઇ અને લાકડા કાપવાનું કામ કર્યુ હતું.

ભેંસાણના દામજીભાઇ ભેંસાણીયા, ભરતભાઇ ભાયાણી, વલ્લભભાઇ કાપડીયા સહીતના યુવાનોએ તહેવારની રજાનો દિવસ મોજમસ્તીને બદલે સેવાકીય પ્રવૃત્તિ પાછળ ગાળવાનો વિચાર આવતા તેઓ આખો દિવસ સ્મશાનમાં જ રહ્યા હતાં અને ચિતાને અગ્નિદાહ આપવા જરૃરી એવા લાકડા કાપવાનુ કઠીન કામ કર્યુ હતું ત્યારબાદ સ્મશાનની સાફસફાઇ કરી હતી અને લોકોમાંથી સ્મશાન પ્રત્યેની અંધશ્રદ્ધા દૂર થાય તે હેતુથી બપોરનુ ભોજન પણ સ્મશાન ગૃહમાં બનાવીને ત્યાં જ જમ્યા હતાં. શહેરના તમામ લોકો તહેવારને માણી રહ્યા હતા ત્યારે આવુ ઉમદા કાર્ય કરનાર યુવાનોને લોકોએ બિરદાવેલ હતાં.