રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. વેલેન્ટાઈન ડે
Written By
Last Updated : બુધવાર, 7 ફેબ્રુઆરી 2024 (15:59 IST)

Valentine Day Love Rashifal : 4 રાશિના લોકો માટે લવમેરેજનો યોગ, જાણો બાકીના માટે કેવી રહેશે Romantic Life

Valentine Day Horoscope: પ્રેમનુ અઠવાડિયુ શરૂ થઈ ગયુ છે, જાણો પ્રેમ કરનારાઓ માટે કેવી રહેશે  Romantic Life
 
મેષ લવ રાશિફળ (Aries Love Horoscope) પ્રેમના મહિનામાં કોઈ રોમાંટિક વ્યક્તિ તમારી લવ લાઈફમાં એંટ્રી કરી શકે છે. ઘણા બધા લવ પ્રપોજલ મળશે. સમજી વિચારીને પાર્ટનરની પસંદગી કરો. જે લગ્ન કરવા માંગે છે તેમને માટે સમય શુભ છે.  મનપસંદ પાર્ટનરનો સાથ મળશે. લવ મેરેજ માટે ઘરના લોકો સાથે મતભેદ થશે પણ અંતમાં પ્રેમની જીત થશે. દામ્પત્ય જીવનમાં પ્રેમ વધશે. નિસંતાન ને સંતાનની પ્રાપ્તિ થશે. 
 
વૃષભ લવ રાશિફળ  (Taurus Love Horoscope) આ મહિને તમે સફળ પ્રેમી સાબિત થશો. તમે તમારા સપનાના પ્રેમ સાથે કોઈ રોમાંચક સ્થળ પર જઈ શકો છો. અધૂરો પ્રેમ પૂરો થશે. તમારા પ્રથમ પ્રેમ સાથે તમારી નિકટતા ફરી એકવાર વધશે અને તમે સુંદર સમય પસાર કરશો. લવ મેરેજ કરનાર વ્યક્તિને પરિવારની મંજૂરી મળશે. વિવાહિત જીવન માટે સુવર્ણ સમયની શરૂઆત થશે. નિઃસંતાન લોકોને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે. આખો મહિનો રોમાંસથી ભરેલો રહેશે.
 
મિથુન લવ રાશિફળ (Gemini Love Horoscope) આ રાશિના લોકો પોતાની લવ લાઈફ ખૂબ જ સમજદારીથી જીવશે. કોઈપણ પ્રકારના ઉતાર-ચઢાવના કિસ્સામાં, તેમનો ઉદ્દેશ્ય હિંમતભેર તેનો સામનો કરવો અને તેના પર વિજય પ્રાપ્ત કરવાનો રહેશે. કોઈપણ પ્રકારની નકારાત્મકતા તેમને નુકસાન પહોંચાડી શકશે નહીં. તમારો પાર્ટનર તમારી લાગણીઓને સમજવાનો અને તમારી સાથે અનુકૂળ થવાનો પ્રયત્ન કરશે.
 
 
કર્ક લવ રાશિફળ (Cancer Love Horoscope) આ મહિને સાથે તમને પ્રેમ તો ખૂબ કરશે પણ સમય નહી આપી શકે. જેને કારણે મનમાં અનેક પ્રકારની શંકાઓ ઉભી થશે. સિંગલને કોઈ નિકટની વ્યક્તિ સાથે પ્રેમ થવાની શક્યતા છે.   વૈવાહિક જીવનમાં સમસ્યાઓ થઈ શકે છે. નાનકડી ગેરસમજ વિકારાળ સ્વરૂપ લઈ શકે છે. સૂઝબુઝથી કામ લો. તમારી લડાઈ તમે જાતે જ લડવી પડશે. કોઈની પાસે આશા ન રાખશો. 
 
સિંહ લવ રાશિફળ (Leo Love Horoscope) ફેબ્રુઆરી મહિનામાં માનસિક તણાવનો અંત આવશે અને તમારો પ્રેમ સંબંધ અતૂટ બની જશે. જેઓ પહેલાથી જ રિલેશનમાં છે તેઓ લગ્ન કરવાનો નિર્ણય લેશે. સિંગલને ફરી એકવાર એક્સ તરફથી વન નાઇટ સ્ટેન્ડનો પ્રસ્તાવ મળશે. પ્રેમના નવા રસ્તા શોધનારાઓને સફળતા મળશે. પારિવારિક કારણોસર વિવાહિત જીવનમાં વિવાદ થઈ શકે છે
 
કન્યા લવ રાશિફળ (Virgo Love Horoscope)  આ આખો મહિનો તમારા પ્રેમ જીવનમાં ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. તમારા જીવનસાથી સાથે ઝઘડા અને મતભેદ થઈ શકે છે, પરંતુ પ્રેમ ઓછો નહીં થાય. તમે જેને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા છો તે વેલેન્ટાઈન ડે પર તમને સામેથી પ્રપોઝ કરશે. પરોક્ષ રીતે તેઓ તમને નજરોના તીરથી ઘાયલ  કરવાની કોઈ તક છોડશે નહીં. વિવાહિત જીવનમાંથી ગુમાવેલી ખુશીઓ પાછી આવશે.
 
તુલા  લવ રાશિફળ (Libra Love Horoscope)વેલેન્ટાઈન ડેની ઉજવણીથી ભરેલો આ મહિનો નવા સંબંધો શરૂ કરવા માટે સારો છે. ધ્યાનમાં રાખો કે ત્રીજી વ્યક્તિના ખોટા વિચારો તમારા સંબંધોમાં ખટાશ લાવી શકે છે. કાચા કાનના ન બનશો.  તમારા જીવનસાથી પર પ્રેમ અને વિશ્વાસ જાળવી રાખો. પ્રેમી અને પ્રેમીકા સાથે રહેશે પરંતુ તેને કોઈ સંબંધમાં પરિણામ આપવા થોડા અસ્વસ્થ અનુભવશે. યુગલ એકબીજાની લાગણીઓને સમજશે.
 
વૃશ્ચિક  લવ રાશિફળ (Scorpio Love Horoscope)આ મહિને કોઈ ખાસ વ્યક્તિ સાથે તમારી નિકટતા વધી શકે છે. તન અને મન પ્રેમની સુવાસથી ભરાઈ જશે. જે વ્યક્તિ પ્રેમ માટે સિંગલ પીછો કરી રહ્યો હતો તે રોમેન્ટિક ડેટ પ્લાન કરશે અને પોતાની જાતે જ પ્રપોઝ કરશે. તમને કોઈ મોંઘી વસ્તુ ભેટ તરીકે મળશે. વિવાહિત જીવન માટે સમય સારો છે. ફરી એકવાર હનીમૂન પર જવાની અને આનંદદાયક સમય પસાર કરવાની યોજના બનાવશો.
 
ધનુ  લવ રાશિફળ (Sagittarius Love Horoscope) સાચા પ્રેમીઓ માટે આખો ફેબ્રુઆરી મહિનો શુભ છે. પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધશે. કુવારાઓને ઊંડા પ્રેમમાં રોમેન્ટિક ડૂબકી મારવાની તક મળશે. ડાયરેક્ટ પ્રેમ વ્યક્ત કરવાથી  મુશ્કેલીઓ ઊભી થશે. વેલેન્ટાઈન ડે પર પ્રપોઝ કરવું શુભ છે, પરંતુ પહેલા તમારી જાતને સંપૂર્ણ રીતે તૈયાર કરો. વૈવાહિક સંબંધો માટે સમય સારો નથી. ધીરજના મીઠા ફળનો સ્વાદ ચાખવા મળશે.
 
મકર લવ રાશિફળ (Capricorn Love Horoscope) પ્રેમના મહિનામાં લવ લાઈફમાં સાવધાની રાખવી પડશે. તમારી લાગણીઓને તમારા જીવનસાથી પર દબાણ ન કરો, નહીં તો તમે તમારા લવ પાર્ટનરથી અલગ થઈ શકો છો. અવિવાહિતોને ઘણા પ્રેમ પ્રસ્તાવો મળી શકે છે. તમે ઈચ્છિત પ્રેમ સંબંધ બાંધવામાં સફળ થશો. કાર્યસ્થળ પર તમે કોઈ ખાસ વ્યક્તિની નજીક જઈ શકો છો. જેના કારણે તમારી શારીરિક અને આર્થિક ઈચ્છાઓ પૂર્ણ થશે.
 
કુંભ  લવ રાશિફળ ( Aquarius Love Horoscope) ફેબ્રુઆરીમા રોમેન્ટિક મોસમનો કેટલો આનંદ ઉઠાવવા  માંગો છો તે તમારા પર નિર્ભર છે. કોઈ  નિકટના વ્યક્તિના કારણે તમારી લવ લાઈફ બગડી શકે છે. બીજાને તમારા પ્રેમ જીવનમાં ડોકિયું કરવાની તક ન આપો. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો, તેમની ઉર્જા ઘટવાની અવગણના ન કરો. સિંગલ વ્યક્તિનુ એકલતાને કારણે  ટેન્શન વધી શકે છે.
 
મીન લવ રાશિફળ (Pisces Love Horoscope) આ મહિને વેલેન્ટાઈન સુધી તમે ભાગ્યશાળી રહી શકો છો. રોમાંસ અને આનંદનો સમય રહેશે. જીવનસાથી જેની કલ્પના માત્ર સપના અને વિચારો સુધી સીમિત હતી તે તમારી સામે હશે. જેઓ રિલેશનશિપમાં છે તેઓ તેમના સંબંધને નામ આપશે. વિવાહિત જીવનમાં ચાલી રહેલા વિવાદોનો અંત આવશે. નવી શરૂઆત થશે, તમે બેમાં થી ત્રણ થશો. એક્સ્ટ્રા મેરિટલ અફેરથી દૂર રહો.