બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ લેખ
Written By વેબ દુનિયા|

વાસ્તુ શાસ્ત્ર અને પૂજા ઘર

P.R
ઘરમાં જો ભગવાનની પૂજા થતી રહે તો ભવનની પવિત્રતા જળવાઈ રહે છે. ભારતીય સંસ્કૃતિમાં દરેક ઘરમાં એકને એક પૂજા ઘર અવશ્ય હોય છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પૂજા ઘર ઉત્તર-પૂર્વ એટલે કે ઈશાન ખૂણામાં હોવું જોઈએ. આ પૂજા ઘરમાં મૂર્તિ ઉત્તર-પૂર્વ દિશા તરફ હોવી જોઈએ. વિષ્ણુ, શિવ, ઈન્દ્ર, સૂર્ય તથા કાર્તિકેયને પૂર્વાભિમુખ અથવા પશ્ચિમાભિમુખ રાખવા જોઈએ. સૂર્યાદિ ગ્રહ, ચામુંડા, માતૃગણ, કુબેર, ગણેશ અને ભૈરવની સ્થાપના દક્ષિણાભિમુખ, હનુમાનજીને નૈઋત્યાભિમુખ અને શિવલિંગ, વિષ્ણુ, બ્રહ્મા વગેરે દેવતાઓનું મુખ કોઈપણ દિશામાં રાખીને સ્થાપના કરી શકાય. બેસીને પૂજા કરવી જોઈએ. ઉંચા સ્થાન પર ઉભા રહીને પૂજા કરવી પડે એવા સ્થાન પર પૂજા ઘર બનાવવું નહીં.

આગળ પૂજા ઘર ક્યા ન હોવુ જોઈએ ?


P.R
શયન કક્ષમાં પૂજા ઘર નહીં હોવું ન જોઈએ. પૂજા ઘરની ઉપર કે નીચે શૌચાલય હોવું ન જોઈએ. પૂજા ઘરમાં સફેદ કે હલકા પીળા રંગનું ભોયતળીયુ અને દિવાલો હોય તો શુભ છે. દિવાલોને હલકા વાદળી રંગથી પણ રંગી શકાય. પૂજા ઘરમાં પૂર્વ કે ઉત્તર દિશામાં બારીઓ હોવી જોઈએ. અગ્નિ ખૂણામાં દિવો કે અન્ય પ્રકાશકારક, અગ્નિ સંબંધી ઉપકરણ હોવા જોઈએ.


P.R
પૂજા ઘર જો અલગથી ખાસ રીતે બનાવવામાં આવ્યું હોય તો તેની છત ચારે તરફથી પિરામિડ પ્રકારની બનાવવી ફળદાયક હોય છે. અગ્નિ પૂજા ઘરમાં વસ્તુઓ રાખવાની છાજલી પશ્ચિમ કે દક્ષિણ દિશા તરફની દીવાલ પર બનાવવી જોઈએ. પૂજા ઘરમાં મૂર્તિ સામે તિજોરી ન હોવી જોઈએ, તે જ પ્રકારે પ્રવેશ દ્બારની બિલકુલ સામે મૂર્તિ સ્થાપિત ન કરવી જોઈએ. પૂજા ઘરમાં ડેરી જરૂર હોવી જોઈએ. મૂર્તિ ખંડિત ન હોવી જોઈએ. પૂજા ઘરમાં કોઈપણ પ્રકારની બિનજરૂરી અને ભારે વસ્તુઓ ન રાખવી જોઈએ. પૂજા ઘરનો દરવાજો લોખંડ કે ગ્રિલનો ન હોવો જોઈએ પરંતુ લાકડા અને બે દરવાજાવાળો હોવો જોઈએ.