શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: સોમવાર, 13 એપ્રિલ 2015 (17:52 IST)

વાસ્તુ ટિપ્સ - ઘડિયાળથી વધે છે ગુડલક

ઘરમાં જોવા મળતી ઘડિયાળ જીવનમાં મહત્વપુર્ણ રોલ ભજવે છે. આ ફક્ત સમય બતાવવાનુ જ કામ નથી કરતી પણ સારા સમયને બતાડવાનુ પણ કામ કરે છે. વાસ્તુશાસ્ત્રમાં ઘડિયાળ અને સમયસૂચક વસ્તુઓ વિશે બતાવ્યુ છે. જેનાથી જીવનમાં શુભ્રતા વધે છે... આવો જાણીએ તેના વિશે.. 
 
ઘરની દક્ષિણ દિવાલ પર ઘડિયાળ કેમ ન લગાડવી જોઈએ ? 
 
વાસ્તુ મુજબ ઘરની દક્ષિણ દિશા યમની દિશા છે. સાથે જ આ દિશા ઠહરાવની છે. આ દિશામાં ઘડિયાળ લગાવવાથી પ્રગતિના 
અવસર ઘટી જાય છે. સાથે જ આ દિશા ઘરના મુખિયા માટે હોય છે. જેનાથી ઘરના માલિકના સ્વાસ્થ્ય માટે સારી નથી માનવામાં આવતી.  ફેંગશુઈમાં પણ દક્ષિણ દિવાલ પર ઘડિયાલ શુભ નથી માનવામાં આવતી. બીજી બાજુ વિજ્ઞાન કહે છેકે આ દિશામાં નેગેટિવ એનર્જી હોય છે. જો આ દિશામાં ઘડિયાળ લગાવીએ તો વારેઘડીએ ધ્યાન દક્ષિણ દિશા બાજુ જશે. જેનાથી વારે ઘડીએ નેગેટિવ એનર્જી પ્રાપ્ત કરીશુ. 
 
ઘરના મુખ્ય દરવાજા પર ઘડિયાળ કેમ ન લગાડવી જોઈએ ? 
 
ફેંગશુઈ મુજબ ઘરના મુખ્ય દ્વાર ઉપર ઘડિયાળ લગાવવી સારી નથી માનવામાં આવતી. આવુ કરવુ તણાવને વધારી શકે છે.  તેનાથી ઘર બહાર આવતા-જતા સમયે આજુબાજુની ઉર્જા પ્રભાવિત થાય છે. જો ઘર દક્ષિણમુખી છે તો આ વાતનો ખ્યાલ જરૂર  રાખો કે ઘડિયાળ દક્ષિણના દરવાજા પર ન હોય. 
 
ઘરમાં બંધ ઘડિયાળ કેમ ન મુકવી જોઈએ ? 
 
બંધ ઘડિયાળને ઘરમા મુકવાથી સકારાત્મક ઉર્જાનુ સ્તર ભાંગી પડે છે. બીજી બાજુ નકારાત્મક ઉર્જામાં વધારો થાય છે. આ જ કારણ છે કે ઘરમાં બંધ પડેલી ફાલતુ ઘડિયાલ અને અન્ય બેકાર સામાન મુકવો ન જોઈએ. કે પછી આવી ઘડિયાળને ઠીક કરાવી લેવી જોઈએ. સાથે જ ઘડિયાળ પર ધૂળ ન જામે તેનુ ધ્યાન પણ રાખવુ જોઈએ. ઘરમાં મઘુર ધ્વનિ ઉત્પન્ન કરનારી ઘડિયાળને મુકવી જોઈએ. 
 
ઘડિયાળને ઓશિકા નીચે મુકીને કેમ ન સુવુ જોઈએ ?
 
અનેક લોકો પોતાના હાથમાં પહેરાતી ઘડિયાળ ઓશિકા નીચે મુકીને સૂઈ જાય છે. આવામાં ઘડિયાળનો અવાજ તો ઉંઘમાં દખલ કરે કરે છે. બીજી બાજુ વિજ્ઞાન મુજબ ઘડિયાલથી ઈલેક્ટ્રો મૈગ્નેટિક તરંગો નીકળે છે. આ તરંગોનો પ્રભાવ માથા પર અને હ્રદય પર પડે છે. 
 
ઘરની કંઈ દિશામાં ઘડિયાળ લગાવવી જોઈએ ? 
 
ઘડિયાળને ઘરના પૂર્વ, પશ્ચિમ. ઉત્તર દિવાલ પર સ્થાન આપો. આ દિશાઓને પોઝીટીવ એનર્જી પ્રદાન કરનારુ માનવામાં આવે છે. 
 
ખરાબ સમય ભગાડે છે પૈડલમવાળી દિવાલ ઘડિયાળ 
 
પૈડૂલમવાળી ઘડિયાળ માટે માન્યતા છે કે માણસના જીવનનો ખરાબ સમય દૂર કરનારી હોય છે. આવી ઘડિયાળ ડ્રોઈંગ રૂમમાં લગાડવી જોઈએ. 
 
ઘડિયાળનો સમય કાયમ યોગ્ય રાખો 
 
યોગ્ય સમયથી પાછળ ચાલનારી ઘડિયાળને પણ સારી નથી માનવામાં આવતી. તેથી ઘડિયાળના ટાઈમને કાયમ સાચા સમયે મેળવી રાખવી જોઈએ.  
 
ઘડિયાળ કયા આકારની હોવી જોઈએ ? 
 
વાસ્તુ મુજબ ઘડિયાળ ગોળ, ચોરસ અને અંડાકાર કે આઠ કે છ ભૂજાઓ વાળી ઘડિયાળ હોવી જોઈએ. આવી ઘડિયાળ સકારાત્મક પ્રભાવ વધારે છે.  
 
ઘરની કઈ દિશામાં ઘડિયાળ લગાડવી જોઈએ ? 
 
ઘડિયાળને ઘરની પૂર્વી, પશ્ચિમી, ઉત્તરી દિવાલ પર સ્થાન આપો. આ દિશાઓને પોઝીટીવ એનર્જી પ્રદાન કરનારી માનવામાં આવી છે.