સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: મંગળવાર, 15 ઑક્ટોબર 2019 (18:34 IST)

વાસ્તુ ટિપ્સ - તહેવારો પર આ રીતે સજાવો ઘર

તહેવાર જ છે જે આપણા જીવનમાં અનેક ખુશીઓ લાવે છે. આવામાં આપણે આ ઉત્સવના ક્ષણોને હળીમળીને પૂરા ઉત્સાહથી ઉજવવો જોઈએ. આખુ વર્ષ આવનારા તહેવારોમાં આપણે આપણી આસપાસ રહેલ નકારાત્મક ઉર્જાને દૂર કરવી જોઈએ અને સકારાત્મકતાનુ સ્વાઅત કરવુ જોઈએ. વાસ્તુમાં કેટલાક સહેલા ઉપાય બતાવ્યા છે. જેની મદદથી આપણા આપણા ઘર અને આપણા જીવનમાં નવી તાજગી લાવી શકીએ છીએ. 
 
- જો ઘરની દિવાલોમાં દરાર તૂટ ફૂટ, ભેજના નિશાન હોય તો તેને ઠીક કરાવી લો એવુ માનવામાં આવે છે કે આવી દિવાલો ઘરને સકારાત્મક ઉર્જા ગ્રહણ નથી કરવા દેતી. 
- પ્રકાશથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આવામાં તમે તમારા ઘર કે ઓફિસમાં પ્રકાશની યોગ્ય વ્યવસ્થા બનાવો. ઘરના મુખ્ય દરવાજાને સુસજ્જિત રાખો 
- ઘરમાં કોઈપણ પ્રકારની દુર્ગંધ ન રહે. તમારા ઘરને ધૂપ અગારબત્તીથી સુગંધિત રકહો 
- તુલસી લીમડો આમળા વગેરે છોડ લગાવો આ સકારાત્મક ઉર્જનો સંચાર કરે છે. 
- જો ઘરમાં કલર કરાવી રહ્યા હ્હો તો ઘરની બેઠકમાં ભૂરો ગુલાબી સફેદ કે ક્રીમ કલર કરાવો 
- રસોડામાં આસમાની આછો લીલો અથવા ગુલાબી રંગ કરાવી શકો છો.  
- બેડરૂમમાં આછો ગ્રીન આસમાની ગુલાબી રંગનો ઉપયોગ કરી શકો છો. 
- બાથરૂમ અને શૌચાલય માટે આછો ગુલાબી કે પછી સફેદ રંગ જ સારો રહેશે. 
-ડ્રોઈંગ રૂમમાં પીળો રંગ પણ કરાવી શકો છો. પરપલ કલરને ઉત્સાહવર્ધક માનવામાં આવે છે. તેનો ઉપયોગ પૂજા કક્ષમાં કરી શકો છો.  
- રૂમની છત પર સફેદ રંગ કરાવો.  આખા રૂમને સફેદ રંગ ન કરાવવો જોઈએ.