ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By

સાવરણી(ઝાડૂ) દ્વારા સુખ સમૃદ્ધિ મેળવવાના સરળ ટોટકા

દરિદ્રતા દૂર કરવાના સરળ ઉપાય

જ્યોતિષ વાસ્તુ અને પૌરાણિક માન્યતાઓ મુજબ સાવરણી ફક્ત આપણા ઘરની ગંદકી જ દૂર નથી કરતી પણ જીવનમાં આવી રહેલ દરિદ્રતાને પણ ઘરની બહાર કાઢવાનુ કાર્ય કરે છે. સાવરણી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે. 

પૌરાણિક શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે જે ઘરમાં સાવરણીનું અપમાન થાય છે ત્યા ધનનું નુકશાન થાય છે. કારણ કે સાવરણીમાં ધનની દેવી મહાલક્ષ્મીનો વાસ માનવામાં આવે છે.


આગળ જાણો સાવરણી દ્વારા સુખ સમૃદ્ધિ મેળવવાના ટોટકા :


P.R
આ વાત કાયમ ધ્યાન રાખવા જેવી છે કે સાવરણીને ક્યારેય ઘરની બહાર કે અગાસી પર ન મુકવી જોઈએ. આવુ કરવુ અશુભ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે આવુ કરવાથી ઘરમાં ચોરીની ઘટના થવાનો ભય રહે છે.

- સાવરણીને કાયમ સંતાડીને રાખવી જોઈએ. સાવરણીને એવા સ્થાન પર મુકવી જોઈએ જ્યાથી તે ઘરના કે બહારના સભ્યોને દેખાય નહી.

 
- ગાયને કે અન્ય કોઈ જાનવરને સાવરણી મારીને ન ભગાડવા જોઈએ.

- તમારા સારા દિવસ ક્યારેય ખતમ ન થાય એ માટે આપણે ભૂલથી પણ ઝાડુને પગ ન લગાવવો કે લાત ન મારવી જોઈએ. આવુ કરવાથી મા લક્ષ્મી નારાજ થઈને આપણા ઘરેથી જતી રહે છે.

- જો  ઘરના લોકો કોઈ વિશેષ કામ માટે ઘરની બહાર નીકળ્યા હોય તો તેમના ગયા પછી ઘરમાંથી ઝાડૂ ન લગાવવી જજોઈએ. આ ખૂબ મોટો અપશુકન કહેવાય છે. આવુ કરવાથી બહાર ગયેલ વ્યક્તિને પોતાના કાર્યમાં સફળતા મળતી નથી

જો ઉપરોક્ત વાતોને ધ્યાનમાં રાખીને આપણે સાવરણીને આદર સત્કારથી મુકીશુ તો આપણા ઘરમાં ક્યારેય ધન સંપત્તિમાં કમી નહી આવે.