ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: સોમવાર, 11 એપ્રિલ 2022 (16:11 IST)

Vastu Tips: ઘરના મુખ્ય દરવાજા માટે ફોલો કરો આ વાસ્તુ ટિપ્સ, ઘરમાં આવશે અઢળક ધન

vastu tips
વાસ્તુશાસ્ત્ર મુખ્યત્વે ઘરના પ્રવેશદ્વારનું ખૂબ મહત્વ ધરાવે છે, કારણ કે તે તે સ્થાન છે જ્યાંથી સકારાત્મક અથવા નકારાત્મક શક્તિઓ એક જ ઘરમાં પ્રવેશ કરે છે અને બહાર નીકળે છે. એવું પણ કહી શકાય કે જો ઘરના મુખ્ય દ્વારથી વધુ નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો હોય તો ઘરના લોકોનું ક્યારેય પણ ભલું થઈ શકતું નથી. બીજી તરફ જો ઘરમાં વધુ સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય તો ઘરના રહેવાસીઓ સમૃદ્ધ બને છે.
 
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરનું મુખ્ય પ્રવેશદ્વાર એ માત્ર પરિવાર માટે જ નહીં, પરંતુ ઊર્જા માટે પણ પ્રવેશ બિંદુ છે. વાસ્તુ અનુસાર, પ્રવેશ માટે શ્રેષ્ઠ દિશા ઉત્તર, ઉત્તર-પૂર્વ, પૂર્વ અથવા પશ્ચિમ દિશા છે જે ઘર અને ઘરના લોકો માટે શુભ માનવામાં આવે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. મુખ્ય દરવાજો દક્ષિણ, દક્ષિણ-પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ અથવા દક્ષિણ-પૂર્વ દિશામાં ન હોવો જોઈએ. પરંતુ જો ઘરનો મુખ્ય દરવાજો દક્ષિણ દિશા તરફ ખુલે છે તો તેને પણ વાસ્તુના કેટલાક નિયમો દ્વારા સુધારી શકાય છે. ઉદાહરણ તરીકે, જો પ્રવેશદ્વાર દક્ષિણ તરફ છે, તો ઘરની બહાર બગીચો બનાવો.
 
મુખ્ય દરવાજો અન્ય દરવાજા કરતા મોટો હોવો જોઈએ
 
ઘરનો મુખ્ય દરવાજો ઘરના અન્ય દરવાજા કરતા મોટો હોવો જોઈએ અને તે હંમેશા ઘડિયાળની દિશામાં ખુલવો જોઈએ. મુખ્ય દ્વારની સમાંતર એક જ હરોળમાં ત્રણ દરવાજા  બિલકુલ ન હોવા જોઈએ  કારણ કે તેને ગંભીર વાસ્તુ દોષ માનવામાં આવે છે. અને ઘરની ખુશીઓ પર અસર કરી શકે છે. સળંગ ત્રણ દરવાજા ઘરમાં નકારાત્મક ઊર્જાના પ્રવેશને પ્રોત્સાહન આપે છે અને ઘરના વડા માટે સમસ્યા ઊભી કરે છે. મુખ્ય દરવાજો લાકડાનો હોવો જોઈએ અને મુખ્ય દરવાજો અન્ય દરવાજા કરતા મોટો હોવો જોઈએ. 
 
મુખ્ય દરવાજા પર કોઈ તૂટ ફૂટ ન હોવી જોઈ 
 
વાસ્તુ અનુસાર મુખ્ય દરવાજાને ક્યારેય નુકસાન ન થવું જોઈએ એટલે કે તૂટેલુ કે દરારવાળુ ન હોવુ જોઈએ. જો આવો કોઈ દરવાજો હોય તો તેને તાત્કાલિક બદલી નાખવો જોઈએ, નહીં તો ધનહાનિ થઈ શકે છે. જો ઘરનો મુખ્ય દરવાજા પર નુકશાન છે, તો વાસ્તુ દોષ રહેશે અને તમારા પૈસા પર નકારાત્મકતા રહેશે. જો તમારા મુખ્ય દરવાજામાં કાચ છે અને તે તૂટી ગયો છે તો તેને તરત જ બદલી નાખવો જોઈએ.
 
નેમ પ્લેટનુ રાખો ધ્યાન 
 
નેમ પ્લેટ એક એવી વસ્તુ છે જે તમારા ઘરના મુખ્ય દરવાજા પર કોઈ પણ વ્યક્તિ સૌથી પહેલા જુએ છે.  તેથી વાસ્તુ મુજબ આ આકર્ષક હોવી જોઈએ અને તમારા ઘરે આવનારાઓને એક પોઝીટીવ વાઈબ આપવી જોઈએ. તેથી નેમ પ્લેટ બનાવતી વખતે અને તેને મુખ્ય દરવાજા પર લગાવતી વખતે હંમેશા વાસ્તુનુ ધ્યાન રાખવુ જોઈએ. 
 
છોડ અને સજાવટ છે જરૂરી 
 
મુખ્ય દ્વાર પાસે મની પ્લાન્ટ અને પીળી લાઈટ શુભ અને ખૂબ જ મહત્વપૂર્ણ છે. મની પ્લાન્ટ સમૃદ્ધિને આમંત્રણ આપે છે અને પીળો પ્રકાશ સૂર્યપ્રકાશ સાથે સંબંધિત છે. જેનો ઉપયોગ તમારા ઘરના પ્રવેશદ્વાર પર કરી શકાય છે. તેથી મુખ્ય પ્રવેશદ્વાર પર પ્લાંટ્સ જરૂર મુકો.
 
વાસ્તુ પ્રમાણે મુખ્ય દરવાજાનો રંગ
ઘરના પ્રવેશદ્વાર માટે આકર્ષક રંગોનો ઉપયોગ તમારા મહેમાનો પર પ્રથમ છાપ ઉભી કરતી વખતે વૈભવી વાતાવરણ બનાવી શકે છે. મોટાભાગના લોકો સકારાત્મક ઉર્જાને આમંત્રણ આપવા માટે ઘરના પ્રવેશદ્વારને ખાસ ડિઝાઇન કરવા માટે વાસ્તુશાસ્ત્રને  ફોલો કરવાનુ પસંદ કરે છે. તેથી, જો તમારે સકારાત્મકતાનું યોગ્ય મિશ્રણ જોઈતું હોય, તો ઘરના મુખ્ય દ્વારનો રંગ વાસ્તુ પ્રમાણે રાખો.
 
મુખ્ય દરવાજા માટે વાસ્તુના નિયમોનુ પાલન કરવુ જરૂરી છે. જેથી ઘરમાં સમૃદ્ધિ આવી શકે. જો તમને અમારો આ વીડિયો  ગમ્યો હોય તો તેને લાઈક અને શેયર જરૂર કરો