આ દિવસે ખરીદશો ચકલા-વેલણ તો રહેશ શુભ

rolling pin vastu,
Last Modified શનિવાર, 14 ડિસેમ્બર 2019 (16:34 IST)
વાસ્તુનુ આપણા સૌના જીવનમાં વિશેષ મહત્વ છે. ખાસ કરેને જ્યારે વાત ઘર ગૃહસ્થી સાથે જોડાયેલી હોય તો રસોડામાં ઉભો થનારો  વાસ્તુદોષ ખૂબ મહત્વ ધરાવે છે. રસોડામાં પડેલો તવો આડણી વેલણ અને અન્ય જરૂરી સામાન વાસ્તુ મુજબ તમારા જીવન પર ખૂબ પ્રભાવ નાખે છે. 
આજે અમે આપને બતાવી રહ્યા છે રસોડામાં રોજ વપરાતા આડણી વેલણ વિશે કેટલીક વાસ્તુ ટિપ્સ 
 
આડણી વેલણની સફાઈ -  રાત્રે સૂતા પહેલા આડણી વેલણ સારી રીતે ધોઈને મુકવા ન ભૂલશો.  કેટલાક લોકો આ આડણી વેલણને એક કે 2 દિવસ છોડીને સ્વચ્છ કરે છે. પણ આવુ કરવાથી એક બાજુ આરોગ્યને નુકશાન  થાય છે તો બીજી બાજુ તમારી આ ટેવ તમારા ઘરમાં વાસ્તુ દોષ પણ ઉભો કરે છે. 
 
આડણી વેલણ અવાજ કરે તો 
 
રોટલી વણતા જો આડણી વેલણ અવાજ કરે તો તેનાથી પણ વાસ્તુ દોષ ઉભો થાય છે.   આડણીનુ આ રીતે અવાજ કરવુ જીવનમાં આર્થિક તંગીનુ કારણ બને છે. 
 
આડણી વેલણ ખરીદવાનો યોગ્ય સમય 
 
આડણી વેલણ ખરીદતી વખતે પણ શુભ મુહૂર્તનુ ધ્યાન રાખો.  જો લાકડીની આડણી ખરીદો છો તો તેને પંચકના દિવસે મંગળવારે અને શનિવારના દિવસે બિલકુલ ન ખરીદશો.  બુધવારનો દિવસ કોઈપણ 
પ્રકારનો સામાન ખરીદવા માટે શુભ માનવામાં આવે છે. તેથી કોશિશ કરો કે આ દિવસે જ આડણી વેલણ ખરીદો. 
 
રોટલી બનાવતી વખતે અવાજ આવી રહ્યો હોય તો તેનુ સમાધાન જલ્દી કરો. જો દોષ આડણી વેલણનો હોય તો તેને તરત જ બદલી નાખો .. નહી તો રોટલી બનાવવાનુ સ્થાન બદલીને જોઈ શકો છો. 
 
આ હતા આડણી વેલણ સથે જોડાયેલા કેટલાક તથ્ય જેને ધ્યાનમાં રાખીને તમે તમારા જીવનમાંથી વાસ્તુ દોષ દૂર કરી શકો છો. આ પણ વાંચો :