મંગળવાર, 1 જુલાઈ 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: મંગળવાર, 27 ઑક્ટોબર 2020 (20:46 IST)

આ દિશામાં દરવાજો હોય છે શુભ, નોકરીમાં થાય છે પ્રમોશન અને થાય છે ધનલાભ

ઘરના દ્વાર બનાવવા માટે વાસ્તુ શાસ્ત્રમાં 32 પદનુ વર્ણન કરવામાં આવ્યુ છે. વારાહમિહિરના સમરાંગણ સૂત્રધાર ગ્રંથના મુજબ 32 પદોમાંથી અમે તમને બતાવીશુ ઉત્તર દિશાના આઠ પદ અને તેનાથી જીવનમાં પડનારી અસર વિશે. દરેક દિશામાં આઠ-આઠ પદના હિસાબથી કુલ 32 પદ હોય છે. વાસ્તુમાં આ 32 પદનુ ખૂબ મહત્વપૂર્ણ યોગદાન છે. જ્યોતિષાચાર્ય મુજબ આવો જાણો પદ અને તેનુ મહત્વ. 
 
એન 1 - ઉત્તર પશ્ચિમથી શરૂ કરીને પહેલા પદનુ નામ રોગ છે. આ સ્થાન પર દ્વાર બનાવવાથી વ્યક્તિ ઘરની બહાર રહે છે. શત્રુઓથી પરેશાની મળે છે. કાર્યોમાં બિનજરૂરી અવરોધનો સામનો કરવો પડે છે. 
 
એન 2 - ઉત્તર દિશાનુ બીજુ પદ નાગ કહેવાય છે.  આ પદ પર દ્વાર બનાવવુ અશુભ હોય છે. શત્રુ સંખ્યામાં વૃદ્ધિ થાય છે. લોકો ઈર્ષા કરે છે અને હાનિ પહોંચાડવાની ચેષ્ટા કરે છે. બિનજરૂરી ખર્ચ થતા રહે છે. તેનાથી પર્યાપ્ત ધનનો અભાવ રહે છે. 
 
એન -3: ઉત્તર દિશામાં ત્રીજુ પદ મુખ્ય છે. આ સ્થાન દરવાજા માટે ખૂબ જ શુભ છે. અહી દરવાજો હોય ત્યારે ઘરમાં હંમેશાં શુભ કાર્યો થાય છે. ધન લાભ, પુત્ર લાભ અને વેપારમાં વૃદ્ધિ થાય છે. ઉત્તર દિશાનુ આ પદ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
 
એન-4 - ઉત્તર દિશાના ચોથા પદનુ નામ ભલ્લાટ છે. આ પદ દ્વાર બનાવવા માટે ખૂબ જ શુભ છે.  ઘરના સભ્યોનો વ્યવસાય કે નોકરીની નવી નવી તક પ્રાપ્ત થાય છે.  પ્રચુર માત્રામાં ધન લાભ થાય છે. આ સ્થાન પર ભગવાન કુબેરનો વાસ છે. તેથી સતત ધન વૃદ્ધિ થતી રહે છે. તિજોરી ધનથી ભરાયેલી રહે છે 
 
એન -5: ઉત્તર દિશામાં પાંચમા પદને સોમ કહેવામાં આવે છે. આ સ્થાન પણ દ્વાર માટે પણ ખૂબ જ શુભ છે. સમૃદ્ધિના દરવાજા ખુલી જાય છે. ધનની ઇચ્છા મનમાં થાય છે. ઘરમાં ધાર્મિક કાર્યો વધુ રહે છે. આવા ઘરોમાં ધનનો  સતત વરસાદ થતો રહે છે.
 
એન-6: ઉત્તર દિશાની છઠ્ઠુ પદ સર્પ કહેવામાં આવે છે. આ સ્થાન પર દરવાજા બનાવવાનું અશુભ માનવામાં આવે છે. ઘરના સભ્યોનું વર્તન સમાજ પ્રત્યે સારુ રહેતુ નથી. ઝઘડા થાય છે. પરસ્પર સંબંધોમાં મધુરતા રહેતી નથી. આ દિશાના દ્વાર પર રહેતા લોકો તકવાદી હોય છે.
 
એન -7: આ  પદ ઉત્તર દિશામાં સાતમુ પદ છે. તેનું નામ અદિતિ છે. આ પદ પર દરવાજો રહેવાથી કામમાં અવરોધ આવે છે. ઘરની સ્ત્રીઓ બીમાર રહે છે અથવા સ્વછંદ વલણ ધરાવે છે. આવા ઘરના મોટાભાગના પુત્રો અને પુત્રીઓ ઇન્ટર કાસ્ટ મેરેજ કરે છે. આવા ઘરોમાં માતાપિતા અથવા વડીલોનું સન્માન થતુ  નથી. આવી જગ્યાએ દરવાજા બનાવવાનું ટાળો.
 
એન -8: વાસ્તુ મુજબ ઉત્તર દિશાનુ આ અંતિમ પદ  છે. તેનું નામ દિતિ છે. તેમ છતાં આ સ્થાન વધુ શુભ માનવામાં આવતું નથી. પરંતુ અન્ય સ્થાન ન મળવાથી આ સ્થાન પર પણ દરવાજા બનાવી શકાય છે. આવા ઘરોમાં પૈસા આવે છે, પરંતુ બચત થતી નથી. સામાજિક અને પારિવારિક જવાબદારીને કારણે વ્યક્તિ ખૂબ વ્યસ્ત રહે છે.