મંગળવાર, 3 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 14 મે 2021 (07:27 IST)

Vastu tips - કારમાં પોઝિટિવિટી હંમેશા કાયમ રાખવા માટે કરો આ ખાસ ઉપાય

વાસ્તુ શાસ્ત્રમાં આજે જાણીશુ તમારી કાર સાથે જોડાયેલ કેટલીક વાતો વિશે.. તમારી કાર તમારા માટે કેવા રીતે લકી સાબિત થઈ શકે છે અથવા તમે તમારી કાર અને અન્ય કોઈ વાહનમાં પોઝીટિવિટીને કેવી રીતે કાયમ રાખી શકો છો.  
 
જો તમારા વાહનમાં કોઈ વાસ્તુ દોષ છે તો વાસ્તુ શાસ્ત્રમાં આપવામાં આવેલા કેટલાક ઉપાયોને અપનાવીને તમે તમારા વાહનમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરીને સકારાત્મક  ઉર્જા ક્રિએટ કરી શકો છો.  આ માટે તમે રાત્રે તમારી કારમાં સીટની નીચે એક છાપુ પાથરીને તેના પર થોડુ સેંધાલૂણ  મુકી દો અને એ મીઠાને બીજા દિવસે સવારે પાણીમાં વહાવી દો.  તેનાથી કારમાં ઉપસ્થિત નેગેટિવ એનર્જી ઓછી થાય છે. 
 
તમે કારમાં જ એક નાનકડા બોક્સમાં કેટલાક પત્થરોની સાથે રેતી મિક્સ કરીને મુકી દો. જેનાથી પંચતત્વોનુ સંતુલન બન્યુ રહેશે અને અચાનક થનારી કોઈ અપ્રિય ઘટનાથી પણ તમે બચ્યા રહેશો. સાથે જ તમે તમારી કારમાં શ્રીયંત્ર, મારુતિ યંત્ર કે ફેંગશુઈની કોઈ હૈગિંગ આઈટમ લગાવી શકો છો.