1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 6 જુલાઈ 2017 (11:13 IST)

Vastu Doshથી મુક્તિ મેળવવા માટે આટલા ઉપાયો અજમાવી જુઓ

Vastu Dosh
1 દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે એક ઘર બનાવવુ. મકાન બનાવતી વખતે મકાનમાં વાસ્તુદોષ નિવારણ માટે મંત્રોનો ઉપયોગ થાય છે. એ જ રીતે અષ્ટકોણીય દર્પણ મકાનની બહાર આજુબાજુ વાસ્તુદોષને શાંત કરે છે.  
 
2. તમારા મકાનમાં જો ત્રણ દરવાજા એક લાઈનમાં (સીધા) હોય તો આવા દરવાજા ધનના નુકશાનનું કારણ બને છે. આવામાં અષ્ટકોણીય દર્પણનો ઉપયોગ કરવો લાભકારી રહે છે. 
 
3. મકાનના પ્રવેશ દ્વારની સામે વૃક્ષનુ હોવુ અશુભ છે. આવામાં મકાન માલિક કારણ વગરની મુશ્કેલીઓથી ધેરાયેલો રહે છે. આ સમસ્યાથી મુક્તિ મેળવવા માટે અષ્ટકોણીય દર્પણનો ઉપયોગ કરો.  
 
4. મકાનના મુખ્ય રોડ કિનારે છે કે પછી મકાનની ત્રણેય બાજુ રોડ છે તો આ અશુભ છે. આ માટે અષ્ટકોણીય દર્પણનો ઉપયોગ કરવો જોઈએ. 
 
5. મકાનની પાસે કે આગળ પાછળ કે સામે સ્મશાન કબ્રસ્તાન સૂકા કાંટાળા વૃક્ષ હોય તો તે અશુભ છે. તેનાથી મકાનમાં રહેનારાઓ તકલીફમાં રહે છે. તકલીફમાંથી મુક્તિ મેળવવા માટે અષ્ટકોણીય દર્પણનો ઉપયોગ કરવો જોઈએ.