શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 12 ડિસેમ્બર 2014 (15:22 IST)

ઘરની બાલકનીને બનાવો ખુશીઓનું દ્વાર

ઘરનું નિર્માણ જો સમગ્ર જમીન પર થયુ છે તો આ ઘરમાં રહેનારાઓ માટે હાનિકારક હોય છે. ઘરના કુલ ક્ષેત્રફળમાંથી જેટલો વધુ ભાગ ખુલ્લો રહે એટલો જ ઉત્તમ માનવામાં આવે છે.  તેથી ખુલ્લા આંગણના વિકલ્પના રૂપમાં આજકાલ બાલકનીનો પ્રયોગ કરવામાં આવે છે. દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેમના ઘરમાં બાલકની હોય જ્યા સવાર-સાંજ  ફુરસદના સમયે થોડી ક્ષણ વીતાવી શકાય. 
 
વાસ્તુ વિજ્ઞાન મુજબ જો તમારા ઘરની બાલકની વાસ્તુના નિયમો મુજબ ન બની હોય તો ફુરસદના ક્ષણ પણ  બોરિંગ લાગી શકે છે  વાસ્તુ નિષ્ણાતો મુજબ બાલકનીનુ નિર્માણ હંમેશા જમીનના મુખ મુજબ હોવુ જોઈએ.  જમીનનું મુખ એ દિશાને કહેવામાં આવે છે જે દિશામાં મકાનનો મુખ્ય દરવાજો હોય છે.  
 
કઈ દિશામાં હોય બાલકની 
 
જમીનનુ મુખ પૂર્વ દિશા તરફ હોય તો બાલકની પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ હોવી જોઈએ. 
જમીનનુ મોઢુ પશ્ચિમ દિશા તરફ હોય તો બાલકની પશ્ચિમ અથવા ઉત્તર દિશામાં હોવી શુભ ફળદાયી હોય છે.  
ઉત્તરમુખી જમીનમાં બાલકની પૂર્વ અથવા ઉત્તર દિશામાં હોવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વધારો થાય છે. 
દક્ષિણ દિશામાં જમીનનુ મુખ હોય તો બાલકની પૂર્વ દિશામાં હોય તો સારુ રહે છે. પણ કોઈ કારણસર પૂર્વ દિશામાં બાલકની ન હોય તો દક્ષિણ દિશામા બાલકની હોવી ફાયદાકારી હોય છે.