વાસ્તુના આ સહેલા ઉપાય વધારશે ઘરની સુખ-સમૃદ્ધિ

Last Modified શનિવાર, 6 જાન્યુઆરી 2018 (11:54 IST)
કોઈપણ વ્યક્તિ માટે ધન કમાવવા જેટલુ જરૂરી છે એટલુ જ ધન બચાવવુ પણ જરૂરી છે. પણ અનેકવાર તમે કમાવો છો તો ઘણુ પણ ધન બચાવીને નથી રાખી શકતા... ઉપરથી બજેટ બગડી જાય છે. વાસ્તુ વિજ્ઞાન મુજબ ધન સંબંધી પરેશાનીઓને કારણે મોટાભાગે તમારા ઘરમાં જ રહલા હોય છે.
જેને આપણે અનેકવાર અવગણી દઈએ છીએ.
જો તમે વાસ્તુશાસ્ત્રમાં બતાવેલ કેટલાક સમાન્ય ઉપાય તો અજમાવો તો આકસ્મિક ખર્ચોમાં ઓછી આવી છે અને બચત વધવા માંડે છે.
-
બેડરૂમની બારીઓમાં ક્રિસ્ટલ લગાવો....તેની સાથે અથડાઈને જે રોશની ઘરમાં આવે છે તે સકારાત્મક ઉર્જા લાવે છે જે તમારા સ્વાસ્થ્યને વધુ ઉર્જાવાન બનાવે છે. તેનાથી તમે તમારી ઉર્જાનો ઉપયોગ યોગ્ય દિશામાં કરીને લાભ પ્રાપ્ત કરી શકો છો.
- ઘરમાં દર્પણ
એ રીતે લગાવો કે તેનુ પ્રતિબિબ તિજોરી અને ધન મુકવાના સ્થાન પર હોય. આ ખર્ચને ઓછુ કરવામાં સહાયક માનવામાં આવે છે.
તેનાથી એકત્ર થયેલુ ધન વધે છે.

- તમારા ઘરની અગાશી પર કે ચાર દિવાલની અંદર એક વાસણમાં પાણી અને અનાજ મુકો જેનાથી પક્ષીઓને ભોજન પાણી મળે. વાસ્તુ વિજ્ઞાન મુજબ પક્ષી તમારી સાથે સકારાત્મક ઉર્જા લાવે છે. જેનાથી ઘન સંબંધી અવરોધો અને સમસ્યા દૂર થાય છે.

- આવકમાં વારે ઘડીએ અવરોધ આવી રહ્યો છે કે મહેનત મુજબ ધન લાભ નથી મળી રહ્યુ તો તમારા બેડરૂમમાં કે ઘરની ચાર દિવાલની અંદર
ડાબા ખૂણામાં ભારે વસ્તુ કે કોઈ ઠોસ વસ્તુ મુકો.
fish tank
- ઘરમાં એક એક્વેરિયમ મુકો જેમા કાળા અને સોનેરી રંગની માછલી મુકો. આ નકારાત્મક ઉર્જાને દૂર કરીને સકારાત્મક ઉર્જાને વધારવાનુ કામ કરે છે.

- ઘરના મુખ્ય દ્વારને હંમેશા સાફ રાખો અને તેની આસપાસની દિવાલો પર રંગ કરાવતા રહો.

- તમારા ઘરની આસપાસ નાળુ કે બોરિંગ છે તો ઘરની ઉત્તર પૂર્વી દિવાલ પર ગણેશજીની તસ્વીર લગાવો. તેનાથે ઘરમાં રહેલ વાસ્તુ દોષ દૂર થાય છે અને ઘનમાં વૃદ્ધિ થાય છે.આ પણ વાંચો :