સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 13 માર્ચ 2020 (18:08 IST)

તમારી લાઈફમાં છે પૈસા કે ફેમિલીનુ ટેંશન, તો અજમાવી જુઓ આ વાસ્તુ ટિપ્સ

મોટેભાગે એ જોવા મળ્યુ છે કે સારી ફેમિલીમાં અચાનક લડાઈ ઝગડા વધી જાય છે. પરસ્પર મતભેદ એટલો વધી જાય છે કે પરિવારના સભ્ય એકબીજા સાથે વાત કરવી પણ પસંદ કરતા નથી. આવામાં એ પણ સાંભળવા મળે છે કે કદાચ નકારાત્મક ઉર્જાને કારણે આ બધુ થઈ રહ્યુ છે જેને લોકો એવોયડ કરે છે.  આ વિચારીને ને આ તો કહેવાની વાતો છે. આવુ થોડુ હોતુ હશે  ? પણ શુ તમે જાણો છો કે આવુ ખરેખર થાય છે કે નેગેટિવ એનર્જીથી પરિવારની સુખ શાંતિ ભંગ થઈ જાય છે.  ઘીરે ઘીરે એક બીજા પ્રત્યે સ્નેહ અને પ્રેમ ઓછો થવા માંડે છે. આવામાં આ બધી પરિસ્થિતિઓથી બહાર નીકળવા માટે વાસ્તુશાસ્ત્રમાં બતાવેલા કેટલાક  સહેલા ઉપાયોને અજમાવી શકો છો. તેનાથી તમે તમારી લાઈફ અને ફેમિલીની બધી ટેંશન દૂર કરી શકો છો તો આવો જાણીએ આ ઉપાયો 
 
 
- ખૂબ જ ફાયદાકાર છે ધૂપ 
 
ઘરના વડીલો પાસેથી તમે મોટેભાગે લોબાન વિશે સાંભળ્યુ હશે કે તેનો  ધુમાડો કરવાથી ઘરમાં સુખ શાંતિ કાયમ રહે છે.  વાસ્તુ શાસ્ત્ર પણ આવુ જ કહે છે.  વાસ્તુ શાસ્ત્ર મુજબ જો નિયમિત રૂપે ઘરમાં લોબાનની ધૂપ કરવામાં આવે તો નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે. જો કોઈની નજર લાગી હોય તો તેનો પ્રભાવ પણ દૂર થાય છે.  આ માટે તમે લોબાન ધૂપબત્તી કે પછી ગૂગળનો પ્રયોગ કરી શકો છો. ઘૂપબત્તી પ્રગટાવવા માટે કોઈ ખાસ પ્રયત્ન નથી કરવો પડતો. તેને સળગાવીને આખા ઘરના દરેક રૂમમા ફેરવો. ત્યારબાદ તેને ઘરની બહાર મુકી દો. એવુ કહેવાય છે કે આ પ્રયોગથી બધી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે. જો તમે ગૂગળ સળગાવો છો તો તેને  છાણા પર મુકીને પ્રગટાવો 
પછી આખા ઘરમાં ધુમાડો ફેરવીને બહાર મુકી દો. 
 
- આ અવાજથી મળે છે ફાયદો 
 
સનાતન ધર્મમાં નાદને મુખ્ય સ્થાન આપવામાં આવ્યુ છે. એવુ કહેવાય છે કે જ્યારે પણ પૂજા કરો તો ઉચ્ચ સ્વરમાં કરો જેથી જ્યા સુધી મંત્રોચ્ચારનો અવાજ જ આય ત્યા સુધી પવિત્રતાનો વાસ રહે.  વાસ્તુશાસ્ત્રમાં પણ આવો જ ઉલ્લેખ મળે છે. જેના મુજબ ઘરના પૂજા ઘરમાં નિયમિત રૂપે ઘંટી અને શંખનો નાદ થવો જોઈએ.  માન્યતા છ એકે તેમાંથી નીકળનારી નાદની સકારાત્મક ઉર્જાથી ઘરની બધી નિગેટિવીટી દૂર થઈ જાય છે.  તેનાથી પરિવારના બધા સભ્યોનુ જીવન ખુશહાલ થાય છે. પણ ધ્યાન રાખો કે તમારે રોજ સવાર સાંજ શંખ અને ઘંટી વગાડવી પડશે.  ત્યારે જ તેનો લાભ મળશે. તેને એકવાર કરીને છોડવાનુ નથી.  વાસ્તુ મુજબ ઘ્વનિનો આ ઉપાય ખૂબ જ કારગર હોય છે. જરૂર ફક્ત તેમા નિરંતરતા કાયમ રાખવાની છે. 
 
આનો મળે છે વિશેષ લાભ 
 
વાસ્તુશાસ્ત્ર મુજબ પૂજાનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન હોય છે.  જો પૂરી શ્રદ્ધા અને સચ્ચાઈ સાથે પૂજા કરવામાં આવે તો ક્યારેય કોઈ પરેશાની થતી નથી.  વાસ્તુશાસ્ત્ર કહે છે કે જો તમારા જીવનમાં સતત પરેશાનીઓ આવી રહી હોય કે પછી તમારી ફેમિલી પ્રોબ્લમ ખતમ થવાનુ નામ ન લઈ રહી હોય તો નિયમિત રૂપથી ભૈરવ રક્ષા સ્ત્રોત અને કાળી મા ની પૂજા કરવી જોઈએ. આ ઉપરાંત હનુમાન ચાલીસા અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ.  પણ તેમા ખ્યાલ એ રાખો કે પહેલા દિવસે જે સમય પર તમે તેનો પાઠ કરો એ સમય પર નિયમિત રૂપથી કરતા રહો. એક દિવસ સવારે અને બીજા દિવસે સાંજે કરો આવુ ન કરશો  પાઠ હંમેશા ઊંચા અવાજમાં કરો. તેનાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે ત્યારે જ તેનો પ્રભાવ પડે છે.