મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By

વાસ્તુશાસ્ત્રના આ 5 ઉપાયો તમને આર્થિક નુકશાનથી બચાવશે

ધનવાન બનવા માટે ધન કમાવવુ જેટલુ જરૂરી છે એટલુ જ ધન બચાવવુ પણ જરૂરી છે. પણ ઘણી વખત તમે ઈચ્છો છતા ધન બચાવી નથી શકતા. આકસ્મિક ખર્ચ આવીને બજેટ બગાડી નાખે છે. વાસ્તુશાસ્ત્રમાં કેટલાક સામાન્ય ઉપાયો બતાવાયા છે જેને અજમાવવાથી આકસ્મિક ખર્ચમાં કમી આવે છે અને બચત વધવા માંડે છે.

ધન મુકવાની દિશા - ધનમાં વૃદ્ધિ અને બચત માટે તિજોરી અથવા કબાટનું સ્થાન જેમા ધન મુકવામાં આવે છે તેને દક્ષિણ દિશા સાથે અડીને એ રીતે મુકો કે તેનુ મોઢુ ઉત્તર દિશા તરફ રહે. પૂર્વ દિશા તરફ તિજોરીનું મોઢુ રાખવાથી પણ ધનમાં વધારો થાય છે, પણ ઉત્તર દિશા ઉત્તમ માનવામાં આવે છે.
 
P.R

નળને બદલો - નળમાંથી પાણી ટપકતુ રહેવુ એ વાસ્તુશાસ્ત્રમાં આર્થિક નુકશાનનુ મોટુ માનવામાં આવે છે. જેને ઘણા લોકો નજર અંદાજ કરે છે. વાસ્તુના નિયમ મુજબ નળમાંથી પાણી ટપકતુ રહેવુ ધીરે ધીરે ધન ખર્ચ થવાનો સંકેત છે. તેથી નળમાં ખરાબી હોય તો તેને રિપેર કરાવી લો.

દિવાર પર ટાંગો ધાતુનો સામાન - બેડરૂમના રૂમમાં પ્રવેશ દ્વારની સામેની દિવાલના જમણા ખૂણે ધાતુની કોઈ વસ્તુ લટકાવી રાખો. વાસ્તુશાસ્ત્ર મુજબ આ સ્થાન ભાગ્ય અને સંપત્તિનુ ક્ષેત્ર હોય છે. આ દિશાની દિવાલમાં તિરાડ હોય તો તેને રીપેર કરાવી લો. આ દિશા કપાયેલી હોવી પણ આર્થિક નુકશાનનુ કારણ હોય છે.

ઘરમાં ન મુકશો ભંગારનો સામાન - ઘરમાં તૂટેલા વાસણો અને ભંગારને એકત્ર કરીને મુકવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા એકત્ર થાય છે. તૂટેલો બેડ અને પલંગ પણ ઘરમાં ન મુકવો જોઈએ. તેનાથી આર્થિક લાભમાં કમી આવે છે અને ખર્ચ વધે છે. ઘણા લોકો ઘરની અગાશી પર કે સીડીયોની નીચે ભંગાર ભેગો કરીને મુકે છે, જે ધન વૃદ્ધિમાં અવરોધ ઉભો કરે છે.

પાણીનો નિકાસ - ઘણા લોકોને એ વાતનુ ધ્યાન નથી રહેતુ કે ઘરના પાણીની નિકાસ કંઈ દિશામાં નીકળી રહી છે. વાસ્તુ વિજ્ઞાન મુજબ પાણીનો નિકાસ ઘણી વસ્તુઓને પ્રભાવિત કરે છે. જેમના ઘરની પાણી નિકાસી દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં હોય છે તેમને આર્થિક સમસ્યાઓની સાથે અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઉત્તર દિશા અને પૂર્વ દિશામાં પાણીનો નિકાસ આર્થિક રીતે શુભ માનવામાં આવે છે.