ગુરુવાર, 7 ઑગસ્ટ 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ ગુજરાતી
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: સોમવાર, 23 જૂન 2025 (18:29 IST)

Vastu Tips: ઘરમાં સીડીની નીચે ન બનાવશો આ વસ્તુઓ, નહી તો થશે મોટુ નુકશાન

vastu tips
ઘરમાં સીડીઓની નીચે ખૂબ જગ્યા બચી જાય છે. લોકો તેનો ઉપયોગ કરવા માટે તેના નીચે ટોયલેટ, બાથરૂમ વગેરે બનાવી લે છે. આવામાં આવો જાણીએ કે તેનાથી શુ નુકશાન થાય છે.  ગામ હોય કે શહેર લોકો પોતાના ઘરમાં કોઈપણ ખાલી સ્થાન છોડતા નથી. તેઓ વિચારે છે કે જેટલુ બની શકે સ્થાનનો ઉપયોગ કરી લેવામાં આવે.  ભલે એ સીડીઓની નેચેનુ સ્થાન હોય કે પછી ગેટની આસપાસની જગ્યા. જો કે અજાણતામાં આવુ કરી પોતાના ઘરનુ વાસ્તુ ખરાબ કરી લે છે અને પછી તેમના ઘરમાં ગૃહ ક્લેશ અને અશાંતિ ફેલાય જાય છે અને તેમને ખબર પણ નથી પડતી.  આવામા આજે અમે તમને બતાવીશુ સીડીઓ નીચે શુ ન બનાવવુ જોઈએ. જેનાથી તમારા ઘરમાં શાંતિ કાયમ રહે.  વાસ્તુમાં ઘરના દરેક સ્થાન જો વાસ્તુના નિયમો મુજબ યોગ્ય હોય તો તેનાથી જીવનમં સકારાત્મક પરિણામ આવે છે.  આવામાં આજે અમે તમને બતાવીશુ કે ઘરની સીડીઓ સાથે જોડાયેલ કંઈ સાવધાની રાખવી જોઈએ. સીડીઓ નીચે આપણે શુ મુકી શકીએ છીએ અને શુ નહી..   
 
 
શુ ન બનાવવુ જોઈએ ?
વાસ્તુ શાસ્ત્રમાં આજે આપણે વાત કરીએ તો સીડીઓ ની નીચે ખાલી સ્થાન વિશે અનેક લોકો ઘર બનાવતી વખતે સ્થાન બચાવવાના ચક્કરમાં સીડી નીચે પૂજા ઘર, રસોડુ કે બાથરૂમ બનાવી દે છે.  પણ વાસ્તુ શાસ્ત્ર મુજબ સીડીઓની નીચે ક્યારેય પણ પૂજા ઘર, રસોડુ કે બાથરૂમનુ નિર્માણ ન કરવુ જોઈએ. સીધા શબ્દોમાં કહીએ તો સીડી નીચે કોઈપણ એવી વસ્તુનુ નિર્માણ ન કરાવવુ જોઈએ જે રોજબરોજના કાર્યમાં ઉપયોગમાં આવતી હોય. આ ઉપરાંત કેટલાક લોકો સીડી નીચે જૂતા ચપ્પલ મુકવા માટે રેક કે કબાટ બનાવી દે છે. જે બિલકુલ ખોટુ છે અને તમારા માટે જ નુકશાનદાયક છે.  
 
શુ બનાવી શકાય ?  
જો તમે ત્યાં કંઈક બનાવવા માંગતા હોય, તો તમે એક સ્ટોર રૂમ બનાવી શકો છો જેમાં તમે વધારાની વસ્તુઓ મુકી શકો છો જે ક્યારેક ઉપયોગી થઈ શકે છે. આ ઉપરાંત, તમે અહીં વધારાના વાસણો, સાધનો અથવા અન્ય ઘરગથ્થુ વસ્તુઓ મુકી શકો છો અથવા તમે તે જગ્યા ખાલી રાખી શકો છો. આનાથી ઘરમાં શુભતા આવશે.