સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ ગુજરાતી
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: રવિવાર, 30 એપ્રિલ 2023 (01:51 IST)

વાસ્તુ ટિપ્સઃ ઓશિકા નીચે ક્યારેય ન મુકશો આ વસ્તુ, નહી તો થઈ જશો કંગાળ

sleeping
વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણા જીવનમાં દરેક નાનામા નાની અને મોટામાં મોટી વસ્તુનું મહત્વ હોય છે. કેટલીક એવી બાબતો છે જે તમે વાસ્તુ અનુસાર અપનાવો નહી તો તેમાંથી નીકળતી નકારાત્મક ઉર્જા તમારા જીવનમાં વાસ્તુ દોષ પેદા કરશે. ઉપરાંત, આ કારણોને લીધે તમારા જીવનમાં ગરીબી આવી શકે છે,  આપણા જીવનમાં વાસ્તુશાસ્ત્રનું ખૂબ મહત્વ છે. ઘરમાં મંદિર, રસોડું બધું જ વાસ્તુ પ્રમાણે હોવું જોઈએ. આવું કરવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે. તેનાથી પરિવાર વચ્ચેના સંબંધો સારા રહે છે. વળી, પૈસાની ક્યારેય અછત રહેતી નથી. 
 
સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે લોકો સૂતી વખતે પોતાના હાથમાં પહેરેલી ઘડિયાળ પોતાના ઓશિકા નીચે મુકે દે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘડિયાળને ક્યારેય પણ તકિયા નીચે ન મુકવી જોઈએ. ઘડિયાળને તકિયા નીચે મૂકીને સૂવાથી તેનો અવાજ ઊંઘમાં ખલેલ પહોંચાડે છે, સાથે જ તેમાંથી નીકળતી ઈલેક્ટ્રોમેગ્નેટિક તરંગો પણ આપણા મન અને હૃદય પર ખરાબ અસર પડે છે. આ તરંગોના કારણે આખા રૂમમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે જે તમારી માનસિક શાંતિને ખલેલ પહોંચાડે છે.
 
સાથે જ તમારી વિચારધારાને પણ નકારાત્મક બનાવી દે છે. કાંડા પર પહેરવામાં આવતી ઘડિયાળ વિશે વાસ્તુશાસ્ત્રમાં આ ચર્ચા હતી. આશા છે કે આ વાસ્તુ ટિપ્સ અપનાવીને તમને ચોક્કસ ફાયદો થશે.