બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ ગુજરાતી
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: મંગળવાર, 3 ઑક્ટોબર 2023 (09:09 IST)

વાસ્તુ ટિપ્સ- ઘરમાં લાફિંગ બુદ્ધા મુકવા માટે જાણી લો જરૂરી વાતો, આર્થિક સ્થિતિ સુધરી જશે

laughing buddha
laughing buddha
લાફિંગ બુદ્ધા આપણને આપણા બધા ઘરોમાં રાખવામાં આવતા જોવા મળશે. વાસ્તવમાં, લાફિંગ બુદ્ધાને શુભ અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. પરંતુ, લોકો ઘણીવાર તેને રાખવાની યોગ્ય જગ્યા વિશે જાણતા નથી. આ સિવાય લોકો તેનાથી સંબંધિત ઘણી માહિતીઓ વિશે વધુ જાણતા નથી. તેથી આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે લાફિંગ બુદ્ધા વિશે વાત કરીશું. આજે અમે તમને જણાવીશું કે કયો હેતુ પૂરો કરવા માટે લાફિંગ બુદ્ધાને ઘર કે ઓફિસમાં રાખવા જોઈએ.

માર્કેટમાં વિવિધ ડિઝાઇન અને સાઈઝમાં ઘણા પ્રકારના લાફિંગ બુદ્ધા ઉપલબ્ધ છે, પરંતુ અમે તમને જણાવીશું કે તમારા માટે કયો લાફિંગ બુદ્ધા યોગ્ય રહેશે અને કયો લાફિંગ બુદ્ધ તમારી સમસ્યાઓ માટે યોગ્ય છે. ઉદાહરણ તરીકે, આવો જ એક પ્રશ્ન એ છે કે તમારે લાફિંગ બુદ્ધાને શા માટે ઉભા હાથ સાથે રાખવા જોઈએ અને તે કઈ પરિસ્થિતિઓમાં સુધારો કરી શકે છે.
 
લાફિંગ બુદ્ધા કે હસતાં બુદ્ધની મૂર્તિ ને સંપન્નતા સફળતા અને સૌભાગ્ય લાવનારી માનવામાં આવે છે.  માન્યતા છે કે લાફિંગ બુદ્ધા જે સ્થાન પર પણ બેસે છે ત્યાં ધન આપમેળે જ  આક્રષિત થાય છે. આ વિશેષતાને કારણે લોકો ઘર અને વ્યવ્સાયિક પ્રતિષ્ઠાન, હોટલ ,દુકાન ,આફિસમાં આ મૂર્તિ રાખે છે. 
 
હસતા બુદ્ધ ઘરમાં ધનની વૃદ્ધિ અને સૌભાગ્ય લાવતા ચીની દેવતા છે  જેને અંગ્રેજીમાં લાફિંગ બુદ્ધા ચીનીમાં પૂ તાઈ અને જાપાનીમાં હ તેઈ ના નામે ઓળખાય છે. 
 
માન્યતા છે કે આ ભિક્ષુ ચીની રાજવંશ ત્યાંગ કાળના સમયથી છે. તેને  મોજ-મસ્તી ફરવાનું  ખૂબ પસંદ હતુ. તે જ્યાં પણ જતા ત્યાં એમના મોટા પેટ અને ભરાવદાર શરીરથી સમૃદ્ધિ અને ખુશી વહેંચતા. સેટા ક્લોજની જેમ એ પણ બાળકોના પ્રિય હતાં. 
 
1. લાફિંગ બુદ્ધા મુખ્ય દ્વાર સામે ના રાખો. બારણાથી 30 ફુટ ઉંચાઈ પર લગાવવાનું  પ્રાવધાન છે. આ મૂર્તિ ઘરમાં પ્રવેશ કરતી ઉર્જાનું સ્વાગત  કરે છે . જો ઠીક સામે શક્ય ન હોય તો એને ખૂણામાં  પણ રાખી શકાય છે. 
 
2. એને ઘરમાં એ રીતે મુકો કે તેનો હસતો ચેહરો ઘરમાં આવતા-જતાં  માણસોને દેખાતો રહે. 
 
3. જો તામરી આવક સારી છે ,ઘરમાં ધનનો પ્રવાહ રહે છે પરંતુ તમે કંઈ પણ બચાવી નથી શકતા તો એવી સ્થિતિમાં ધનની પોટલી લેતા લાફિંગ બુદ્ધા ઘરમાં મુકો. થોડાજ દિવસોમાં ધન એકત્ર થવા લાગશે. 
 
4. શું તમને તમારી મેહનતનું  ફળ નથી મળતુ  ? બનેલા કામ બગડી જાય છે તો બન્ને હાથમાં કમંડળ લીધેલ લાફિંગ બુદ્ધા ઘરમાં લઈ આવો .
 
5. સ્વસ્થ અને નિરોગી કાયા માંગતા  હો તો વૂ લૂ  લાફિંગ બુદ્ધા ને પોતાના ઘરમાં જરૂર રાખો. 
 
6. સંતાનહીન દંપતિ બાળકોથી ઘેરાયેલા લાફિંગ બુદ્ધાને  ઘરમાં યોગ્ય સ્થાન મુકશે તો  જ્લ્દી તમારા ઘરમાં બાળકની  કિલકારી ગૂંજશે. 

7.  જો તમારો ધંધો સારી રીતે ચાલી રહ્યો નથી, તમારી આર્થિક સ્થિતિ ખરાબ છે, એટલે કે તમે સતત આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો, તો તમારે તમારી દુકાન અથવા ઓફિસમાં બંને હાથ ઉંચા કરીને લાફિંગ બુદ્ધાની પ્રતિમા રાખવી જોઈએ. તેનાથી તમારી બિઝનેસ સંબંધિત સમસ્યાઓ ધીમે ધીમે ઓછી થશે. તો હવે ઘરમાં લાફિંગ બુદ્ધા રાખતી વખતે આ વાતોનું ધ્યાન રાખો.