શનિવાર, 27 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 9 માર્ચ 2017 (10:28 IST)

વાસ્તુ ટિપ્સ - આ કામ રોજ કરવાથી ઘરમાં નહી આવે ગરીબી...

જૂની માન્યતાઓ મુજબ અહી જાણો કેટલાક એવા કામ જે નિયમિત રૂપે કરતા રહેવાથી આપણા ઘરમાંથી દરિદ્રતા દૂર થઈ શકે છે અને ભાગ્યનો સાથ મળી શકે છે. 
 
1. જો તમે ઈચ્છો છો કે મહાલક્ષ્મીની કૃપા તમારા ઘર પર કાયમ બની રહે તો રોજ સાંજે મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવો. આ ઉપાયને કરતી વખતે આપણો ભાવ હોવો જોઈએ કે આ દીવો દેવી લક્ષ્મીના સ્વાગત માટે છે. સાંજના સમયે મહાલક્ષ્મી પૃથ્વીનુ ભ્રમણ કરે છે અને જે ઘરના મુખ્ય દ્વાર પર દેવીના સ્વાગત માટે દીવો પ્રગટાવવામાં આવે છે ત્યા તે નિવાસ કરે છે એવી માન્યતા છે. 
 
2. ઘરમાં રોજ ગૌમૂત્રનો છટકાવ કરવો જોઈએ. જો આ ઉપાય રોજ કરવો શક્ય ન હોય તો ઓછામા ઓછા બધા તહેવારો પર બધા શુભ મુહુર્ત પર પૂર્ણિમા તિથિ પર ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરવો જોઈએ. આ ઉપાયથી વાતાવરણમા રહેલા નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે.  ઘરનુ વાતાવરણ પવિત્ર થાય છે. ઘરના વાસ્તુ દોષ દૂર થાય છે. જ્યા ગૌમૂત્રનો છંટકાવ કરવામાં આવે છે એ ઘરમાં બધા દેવી-દેવતાઓની વિશેષ કૃપા રહે છે. 
 
3 રોજ મુખ્ય દ્વાર સામે રંગોળી બનાવવી જોઈએ. રંગોળી દ્વારા ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે. રંગોળી દેવી-દેવતાઓના સન્માન અને સ્વાગત માટે બનાવવામાં આવે છે. જે ઘર સામે રોજ સુંદર રંગોળી બનાવવામાં આવે છે ત્યા બધા દેવી-દેવતાઓની કૃપા કાયમ રહે છે. આ કારણે દિવાળી અને અનેક શુભ કાર્યો દરમિયાન રંગોળી બનાવવાની પરંપરા છે. આ ઉપાયથી ઘરના અનેક વાસ્તુ દોષ દૂર થાય છે. 
 
4. ઘરનું વાતાવરણ સુગંધિત રાખવુ જોઈએ. આ માટે સવાર-સાંજ સારી સુગંધવાળી અગરબત્તી કે ધૂપ બત્તી પ્રગટાવો. જે સ્થાન પર દુર્ગંધ આવે છે ત્યા નકારાત્મક ઉર્જા હોય છે. વાસ્તુ દોષ પણ હોય છે. આવા સ્થાન પર રહેનારા લોકોને માનસિક તણાવ અને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. આ બધી વાતોથી બચવા માટે ઘરને સુગંધિત રાખો. તેનાથી પરિવારના સભ્યોનુ મન પ્રસન્ન રહેશે અને બધા કામ સારી રીતે કરી શકશો. 
 
5. રોજ સૂર્યાસ્ત પછી શિવલિંગ પાસે દીવો પ્રગટાવવો જોઈએ. શિવપુરાણ મુજબ સાંજના સમયે શિવલિંગ પાસે રોશની કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ  ઉપાય કરનારા ભક્તને શિવજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. શિવજીની પ્રસન્નતાથી ઘન સંબંધી કાર્યોમાં આવી રહેલ પરેશાનીઓ દૂર થઈ શકે છે અને ઘરમાં ધન સમૃદ્ધિ વધી શકે છે. સાંજના સમયે આખા ઘરમાં રોશની કરવી જોઈએ. કોઈપણ રૂમમાં અંધારુ ન હોવુ જોઈએ.  જો વધુ સમય માટે આખા ઘરમાં રોશની ન કરી શકતા હોય તો થોડીવાર માટે આ ઉપાય કરી શકાય છે. અંધારાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. 
 
6. ઘરને હંમેશા સાફ રાખો. ઘરમાં કચરો કે કરોળિયાના જાલા ન હોવા જોઈએ. જ્યા ગંદકી રહે છે ત્યા દેવી લક્ષ્મી નિવાસ નથી કરતી. ગંદકી સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. અસ્વચ્છ સ્થાન પર દરિદ્રતાનો વાસ રહે છે.